બોલીવુડની આ 4 સુંદર અભિનેત્રીઓએ આખરે શા માટે કર્યા છૂટાછેડા લીધેલા પુરુષો સાથે લગ્ન, જાણો

0

બૉલીવુડ ની વાત કરીયે તો કિરદારોના જીવન વિશે જેટલી વાત કરીયે તેટલી ઓછી પડે છે. ફિલ્મી દુનિયામાં ક્યારે અને કોણ કોની સાથે જોડાઈ જાય અને ક્યારે કોનાથી દૂર થઇ જાય તે કહેવું થોડું મુશ્કિલ છે. એવામાં આજે અમે તમને બૉલીવુડ ની એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ સુંદર અને યુવાન હોવા છતાં પણ લગ્ન માટે એવા યુવકોને પસંદ કર્યા હતા જેઓ પહેલાથી જ વિવાહિત થતા અને છૂટાછેડા થઇ ગયા હતા.

1. જણાવી દઈએ કે સૌથી પહેલા નામ બૉલીવુડ ની બેબો એટલે કે કરીના કપૂર નું આવે છે.જેવું કે આપણે બધા જાણીએ છીએ કે કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને બંને નો એક કયુટ દીકરો તૈમુર અલી ખાન છે.પણ તમને જણાવી દઈએ કે કરીના તેની પહેલી પત્ની નથી તેની પહેલા સૈફ પોતાનાથી 8 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગન કરી ચુક્યા હતા અને તેના બે બાળકો પણ છે. પણ અમુક મનમુટાવ ને લીધે બને વચ્ચે છુંટાછેડા થઇ ગયા. એવામાં વિચારવાનું એ છે કે શાહિદ કપૂર સાથે આટલા વર્ષો સુધી ડેટ કર્યા પછી તેમને લગ્ન માટે સૈફ અલી ખાન ને શા માટે પસંદ કર્યા, કદાચ આનું જ નામ પ્રેમ છે અને પ્રેમ નાત-જાત-ઉમર-સંબંધ ને નથી જોતો.2. એક સમય હતો જયારે બૉલીવુડ માં શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર ના અફેયર ની ચર્ચાઓ ખુબ થાતી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને એ ચુપચાપ સગાઈ પણ કરી લીધી હતી પણ પછી કઈક એવું થયું કે બંને અલગ થઈ ગયા અને જ્યા એક તરફ અક્ષયે ટ્વીન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા અને બીજી તરફ શિલ્પા શેટ્ટી એ લંડન બેસ્ડ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે રાજ કુન્દ્રા પહેલાથી જ વિવાહિત હતા અને તેના છૂટાછેડા થયા હતા. શિલ્પા તેની બીજી પત્ની છે.
3. જણાવી દઈએ કે રાની મુખર્જી એ યશરાજ ફિલ્મના કરતા ધરતા અને ડાયરેક્ટર યશ ચોપરા ના દીકરા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે, રાની તેની બીજી પત્ની છે કેમ કે તેમણે પહેલા પાયલ જૈન સાથે લગ્ન કર્યા હતા જેની સાથે છૂટાછેડા લીધા પછી તેમણે રાની સાથે લગ્ન કર્યા હતા.
4. આ સિવાય કરિશ્મા કપૂરે પણ પોતાના અભિષેક બચ્ચન સાથે ના રિલેશન તૂટયા પછી પોતાના બાળપણ ના મિત્ર અને બિઝનેસ મેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા કરિશ્મા પણ સંજય ની બીજી પત્ની હતી. હાલ કરિશ્મા સંજય કપૂર થી અલગ પોતાના બાળકો ની સાથે રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here