આ 7 સુંદર અભિનેત્રીઓ એ છૂટાછેડા પછી પણ ન કર્યા બીજા લગ્ન, જાણો કોણ-કોણ છે લીસ્ટમાં…

0

એવા ભારતીય સમાજન ના વિચારો છે જે જોડીઓ હંમેશા ઉપરથી બનીને આવે છે, છતાં પણ લગ્ન થયા પછી પણ ઘણી જોડીઓ તૂટી જાતી હોય છે. તમે જોયું હશે કે ઘણી એવી જોડીઓ હોય છે જેઓ એક-બીજા સાથે વર્ષો સુધી રહે છે અને પછી અચાનક જ કોઈ મનમુટાવ ને લીધે અલગ થઇ જાત હોય છે. આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓએ પોતાના પતિ સાથે છૂટાછેડા પછી બીજા લગ્ન કર્યા ન હતા.1. અમૃતા સિંહ:
સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના લગ્ન માં ઘણો અંતર હતો અને અમુક સમય પછી તેઓનો સંબંધ તૂટી ગયો હતો, અને સૈફે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા. પણ અમૃતા સિંહ એ આજ સુધી બીજા લગ્ન ન કર્યા અને તેમણે પોતાના બંને બાળકોનો ઉછેર જાતે જ કર્યો છે.

2. જેનિફર:જેનિફર અને કરન સિંહ ગ્રોવર એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતા અને એક સાથે ટીવી સિરિયલો માં પણ કામ કરતા હતા. પણ અમુક સમય પછી તેઓની વચ્ચે બિપાશા બાસુ આવી ગઈ અને કરન એ તેની સાથે લગ્ન કરી લીધા. પણ જેનિફર આજે પણ એકલી જ જીવન વિતાવી રહી છે.

3. રીના દત્તા:આમિર ખાન એ પોતાના બાળપણ ની મિત્ર રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તેઓનું આ રિલેશન પુરા 16 વર્ષ સુધી ચાલ્યું હતું અને પછી બંને ના છૂટાછેડા થયા હતા. પછી આમિર ખાન એ કિરન રાવ સાથે લગ્ન કરી લીધા પણ તેની પહેલી પત્ની રીના આજે પણ એકલી જ છે.

4. કરિશ્મા કપૂર:કરિશ્મા કપૂર અને સંજય કપૂર ના લગ્ન ખુબ ધામધૂમ થી થયા હતા. બંને ના બે બાળકો પણ છે. અમુક બાબતો ને લીધે બંને અલગ થઇ ગયા અને સંજય કપૂરે પોતાની પ્રેમિકા પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા. જયારે કરિશ્મા આજે પણ સિંગલ જ છે.

5. પૂજા બેદી:પૂજા અને ફરહાન ફર્નિચરવાલા એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને બંને એ વર્ષ 1994 માં લગ્ન કર્યા હતા. તેઓના બે બાળકો પણ છે. પણ અમુક વ્યક્તિગત સમસ્યાઓએ લીધે તેઓએ અલગ થઇ જવાનો નિર્ણય લીધો. પછી ફરહાને બીજા લગ્ન કરી લીધા પણ પૂજા એ આજ સુધી બીજા લગ્ન કર્યા નથી.

6. સંગીતા બિજલાની:એક સમયે સલમાન ખાન ને ડેટ કરી રહેલી અભિનેત્રી સંગીતા એ તેની સાથે લગ્ન કરવાનું પૂરું મન બનાવી લીધું હતું. પણ તેઓની વચ્ચે કઈક મનમુટાવ થવાને લીધે સંગીતા એ કિર્કટેર મોહમ્મદ અજહરુદિન સાથે લગ્ન કરી લીધા. તેને આજ સુધી એક પણ બાળક થયું નથી અને તેઓ અલગ પણ થઇ ચુક્યા છે. સંગીતાના લગ્ન વર્ષ 2010 માં તૂટી ગયા હતા જેના પછી તેણે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા નથી પણ તે સલમાન ખાન ની સાથે ઘણીવાર જોવામાં આવી ચુકી છે.

7. કલ્કી કોચલીન:ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સૌથી વધુ બોલ્ડ અવતાર ને લીધે કલ્કી ચર્ચા માં બની રહે છે. તેમણે વર્ષ 2011 માં ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા અને ત્રણ વર્ષ પછી તેઓ અલગ પણ થઇ ગયા હતા. જેના પછી કલ્કી એ આજ સુધી બીજા લગ્ન કર્યા નથી પણ અનુરાગ કશ્યપ પોતાનાથી અળધી ઉંમર ની પ્રેમિકા સાથે ના રિલેશન ને લઈને ચર્ચા માં રહી ચુક્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here