દિવસે સુવાથી થાય છે આં 5 આશ્ચર્ય જનક ફાયદા, જાણો બપોરે કેટલો સમય ઊંઘ લેવી જોઈએ…

0

આજકાલ ની બીઝી લાઈફમાં આપણે આપણા સ્વાસ્થ્યને પાછળ છોડી દેતા હોઈએ છીએ. તમને તો ખબર જ હશે કે આપણે સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘની આવશ્યકતા પણ રહે છે. પણ આજ-કાલ લોકો ઓફિસમાં હોવાને લીધે, કે અભ્યાસને લીધે ખુબ જ તણાવ મહેસુસ કરતા હોય છે અને તેને લીધે પૂરી રીતે ઊંઘ પણ નથી લઇ શકતા જેથી તેઓને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ બપોરે સુઈ જતા હોય છે, જ્યારે દિવસે સુવાની વાત આવે તો ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો હોય છે કે શું દિવસે સુવું આપણા માટે લાભદાયક છે કે નહિ? અમે તમને જણાવી દઈએ કે દિવસે સુવાના ઘણા એવા ફાયદાઓ છે જેના પર ધ્યાન આપવું જોઈએ. આવો તો તમને જણાવીએ બપોરે સુવાના ફાયદા… 1. બપોરે સુવાથી વધે છે દિમાગી શક્તિ:જણાવી દઈએ કે એક રીસર્ચમાં એ વાત સામે આવી છે કે બપોરે ઊંઘ કરવાથી તમારી દિમાગી શક્તિ વધી જાય છે. જે લોકો દિવસે ઊંઘ કરે છે તેઓની યાદશક્તિ અન્યની તુલનામાં અનેક ગણી વધુ હોય છે. ખાસ કરીને બાળકોને દિવસે તો ઊંઘ કરવી જ જોઈએ. જે છાત્રો વાંચીને થાકી જતા હોય છે તેઓએ દિવસમાં એકવાર જરૂરથી ઊંઘ લેવી જોઈએ. જેનાથી દિમાગને આરામ મળે છે.

2. બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો:આજકાલ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે જેનાથી લોકો પરેશાન રહેતા હોય છે. જણાવી દઈએ કે બપોરે અમુક સમય ઊંઘ માટે નિકાળશો તો આ સમસ્યા દુર થઇ શકે છે. દિવસે નાની-નાની જપકીઓ સતકર્તા અને મેમરીમાં વૃદ્ધિ પણ કરે છે.

3. હાર્ટ એટેકની સંભાવના રહે છે કમ:જે લોકોને હાર્ટ સંબંધી સમસ્યાઓ છે તેઓ દિવસે ઊંઘ કરે તો તમારા હાર્ટ એટેકની સમસ્યા પણ અનેક ગણી ઓછી થઇ જાય છે. જો તમે હફ્તામાં કમસે કમ ત્રણ દિવસ 30 મિનીટની ઊંઘ લો છો તો તમને ઘણો ફાયદો મળે શકે છે. જો તમને ખુબ જ ગુસ્સો આવે છે તો દિવસે સુવાથી તમે રીલેક્સ થઇ શકો છો.

4. પાચનશક્તિમાં આવે છે સુધાર:જણાવી દઈએ કે દિવસે ઊંઘ કરવાથી તમારી પાચનશક્તિ પર પણ અસર પડે છે જેનાથી તમારી પાચનશક્તિ પણ મજબુત બને છે. તેના માટે બપોરના સમયે તમારે થોડીવાર તમારા માથાને જમણા હાથના ઉપર રાખીને સુવું જોઈએ. આ અવસ્થામાં બપોરનું ભોજન લીધા બાદ સુવામાં આવે છે, તેનાથી તમને ફાયદો મળી શકે છે. સાથે જ ચીડચીડા વ્યવહારથી પરેશાન વ્યક્તિ જો બપોરે દોઢ કલાક સુધી ઊંઘ લે તો સકારાત્મક બદલાવ જોવા મળશે.

4. સારું મહેસુસ કરી શકશો: ઘણા લોકોનું માનવું છે કે દિવસે સુવાથી આળશ આવે છે પણ દિવસે ઓછામાં ઓછી 30 મિનીટ ઊંઘ લેવાથી આળશ ની જગ્યાએ તમેં ફ્રેશ ફિલ કરશો. તમારા માઈન્ડ અને બોડીમાં સ્ટ્રેસ હોય તો સુવાથી ફ્રેશ થઇ જાશો. પણ દિવસે વધુ સમય સુવું ન જોઈએ કેમ કે વધુ સમય સુધી સુવાથી અમે જે પણ વાત જણાવી છે તેની ઉલટી અસર થતી જણાશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.