દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આપણા દેશની આ 10 જગ્યાઓ જોવા જેવી છે…વાંચો આર્ટિકલ

0

નવરાત્રી શરુ થતા જ આપણે દિવાળી વેકેશનમાં ક્યાં ફરવા જઈશું તેનું પ્લાનિંગ કરવા લાગીએ છીએ, દિવાળીના દિવસોમાં નથી બહુ ઠંડી હોતી કે નથી બહુ ગરમી હોતી. વાતાવરણ એવું ખુશનુમા હોય કે અમુક જગ્યાએ ફરવા જવામાં બહુ જ મજા આવે. આ સમય એવો હોય છે જે તમે પુરા પરિવાર સાથે કોઈ સારી જગ્યાએ જવાનો પ્લાન બનાવી શકો. આજે અમે તમારી માટે આપણા દેશની અમુક એવી જગ્યાઓ વિષે માહિતી લઈને આવ્યા છીએ જેમાં તમારે ક્યાં ફરવા જવું જોઈએ તેનું પ્લાનિંગ કરી શકશો. તો આવો જાણી લો અને જોઈ લો કે ક્યાં જવું જોઈએ.

૧. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ
“ક્વીન ઓફ હિલ્સ” ના નામથી પ્રખ્યાત એવી આ જગ્યા દાર્જિલિંગ એ સપનાની જગ્યા જેવી છે. અહિયાં તમે નેશનલ પાર્ક, ટોય ટ્રેન, રોક ગાર્ડનમાં તમને એક અલગ જ પ્રકારની અનુભૂતિ થશે.

૨. દીધા, પશ્ચિમ બંગાળ
આ બીચને પશ્ચિમ બંગાળનો સૌથી સુંદર બીચ માનવામાં આવે છે, કોલકત્તાના લોકો તો શનિ રવિની રજાઓ અહિયાં જ ગળતા હોય છે.

૩. હમ્પી, કર્ણાટકયુનેસ્કોની ૩૨ ભારતીય હેરીટેજ જગ્યાઓમાં આ એક જગ્યાનું નામ પણ સામેલ છે. અહિયાં આવેલ શાનદાર મંદિરો અને તેની અદ્ભુત કારીગરી જોઇને તમારું મન ખુશ થઇ જશે.

૪. જોધપુર, રાજસ્થાનમેહરાનગઢ કિલ્લા માટે ફેમસ પ્રસિદ્ધ જોધપુર એ “બ્લ્યુ સીટી”ના નામથી ઓળખાય છે કેમકે અહિયાં ઘણા બધા ઘર બ્લ્યુ રંગથી રંગાયેલા છે.

૫. કચ્છ, ગુજરાતસફેદ રણ, મહેલ, દરિયો અને ટેસ્ટી ભોજનના કારણે કચ્છ એ બહુ પ્રખ્યાત છે. તમે જોયું છે કે નહિ કચ્છ જો હા તો પછી ફોટો જરૂર મુકજો કોમેન્ટમાં.

૬. નૈનીતાલભારતના સૌથી અદ્ભુત હિલ સ્ટેશનમાં એક નૈનીતાલ એ સૌથી વધુ નવપરિણીત કપલ માટે પ્રખ્યાત છે પણ એનો મતલબ એ નથી કે ત્યાં પરિવાર સાથે ના જવાય તમે ત્યાં પરિવાર સાથે પણ જઈ શકો છો. અહિયાં ફરવા જાવ તો સૂર્યાસ્તના ફોટો અને સેલ્ફી લેવાનું ભૂલતા નહિ. અદ્ભુત નજારો જોવા મળે છે.

૭. બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્ય પ્રદેશરોયલ બંગાળ ટાઈગર સૌથી વધુ અહિયાં જોવા મળે છે. તમે અહિયાં સફારીમાં બેસીને ગમે ત્યારે બહુ આસાનીથી વાઘને જોઈ શકશો.

૮. ઋષિકેશ, ઉત્તરાખંડબંજી જમ્પિંગ અને રીવર રાફટીંગ માટે આ જગ્યા બહુ ફેમસ છે. જે લોકોને આ બે શોખ હોય છે તેમની પહેલી પસંદ આ જગ્યા જ માનવામાં આવે છે.

૯. વરકલા, કેરળખજૂરના ઊંચા ઝાડથી ઘેરાયેલ સુંદર કોસ્ટલાઈન, દરિયા કિનારો, લાઈટહાઉસ, પહાડ આ જગ્યાઓ એ તમને તમારી રજાઓની મજાને ડબલ કરી દેશે.

૧૦. જીરો, અરુણાચલ પ્રદેશઅરુણાચલ પ્રદેશના પૂર્વમાં આવેલ જીરો એ એક નાનકડું પણ સુંદર શહેર છે. આ શહેર એ ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલ છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here