દિવાળી પર આ 6 જગ્યાઓ પર જરૂર લગાવો દીવડા, માં લક્ષ્મી થાશે પ્રસન્ન…વાંચો માહિતી

0

કારતક મહિનાની અમાસ ના દિવસે દિવાળી ની ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રો માં જણાવામાં આવ્યું છે કે દિવાળી ની રાતે માતા લક્ષ્મી ધરતી ઉપર આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ રાતે જેના પણ ઘરમાં આવીને માં નિવાસ કરે છે, તેઓના ઘરોમાં ક્યારેય પણ ધન ની ખોટ નથી આવતી. આજ કારણ ને લીધે લોકો ઘરમાં દીવા પ્રગટાવે છે. દિવાળી પર ખાસકરીને માં લક્ષ્મી ની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી પૂજન થી માં ખુશ થઇ જાય છે અને પોતાંના ભક્તો પર કૃપા બનાવી રાખે છે. દિવાળી ના દિવસે લોકો પોતાના ઘર ને દુલ્હન ની જેમ શણગારે છે અને દીવાઓ કરે છે. આ દિવસે માત્ર ઘરના મંદિર માં જ નહિ પણ અન્ય જગ્યાઓ પર પણ દીવાઓ પ્રગટાવવામાં આવે છે જેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નથી કરતી. આવો તો જાણીએ દિવાળી ના દિવસે ક્યાં-ક્યાં દીવાઓ કરવાથી શુભ ફળ મળે છે.

1. દિવાળી ની રાતે લક્ષ્મી માં ની પૂજા કરવામાં આવે છે અને ઘરના મંદિરો માં દીવાઓ પ્રગટાવવામાં આવે છે. આ દીવાઓ ને આખી રાત પ્રજ્વલિત જ રાખવા જોઈએ જેનાથી માં લક્ષ્મી ખુશ થઇ જાય છે અને ઘરમાં ધન-સમૃદ્ધિ આવે છે.2. ઘરના મુખ્ય દરવાજા ના ઉંબરા પર જ દીવો કરવો શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી અને સુખ શાંતિ બની રહે છે.3. દિવાળી પર ઘરની નજીક ચાર રસ્તા પર પણ દીવો જરુર કરવો જોઈએ. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે.4. ઘરની પાસેના મંદિર માં પણ દીવો જરૂર લગાવવો જોઈએ.5. દિવાળી ના દિવસે ઘરના મંદિર ની સાથે-સાથે આંગણામાં પણ દીવો કરવો શુભ માનવામાં આવે છે.6. આ દિવસે પીપળાના વૃક્ષ ની નીચે પણ દીવો જરૂર થી કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે પીપળાના પાન પર દીવો પ્રગટાવ્યા પછી પાછળ ફરીને જોવું ન જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here