દીવની 472 વર્ષ જૂની જેલમાં છે ફક્ત 1 કેદી, જાણો કેટલા છે સિક્યુરિટી ગાર્ડ? વાંચો રહસ્ય

ગુજરાતમાં એક જગ્યા પર વસેલા આ દ્વીપ ”દીવ” ની ગણતરી ફેમસ પર્યટન સ્થોળમાં થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ ના રૂપમાં જાણવામાં આવતી આ દ્વીપની સુંદરતા જોવી તો બને જ છે. પુર્તગાલની કોલોની રહી ચૂકેલા દીવ માં એક એવી જેલ છે જેમાં હાલ માત્ર એક જ કૈદી રહે છે. 472 વર્ષ પહેલાની આ જેલમાં આ કૈદી સિવાય બીજું કોઈ જ નથી રહેતું. આ કૈદીનું નામ ‘દિપક કાંજી” છે અને તે 30 વર્ષનો છે.

મીડિયા રિપોર્ટના આધારે 30 વર્ષનો આ દીપક 20 લોકોના રહેવા માટે બનેલા એક સેલમાં રહે છે. જ્યા તેને દૂરદર્શન અને અમુક આધ્યાત્મિક ચેનલ જોવાની પરમિશન છે. અહીં તે ગુજરાતી ન્યુઝપેપર અને પત્રિકાઓ વાંચે છે. સાંજે 4 થી 6 ની વચ્ચે તેને ગાર્ડ બહાર લઈને જાય છે. આ દરમિયાન દિપક ગાર્ડ સાથે પોતાના મામલાની સુનવાઈ અને ભવિષ્યને લઈને જાત-જાતની વાતો કરે છે. દિપક અહીં એકનો એક કૈદી છે માટે તેના માટેનું ભોજન કિલ્લાની પાસે સ્થિત એક રેસ્ટોરેન્ટ માંથી મંગાવામાં આવે છે.
હાલના સમયમાં દીપકને અન્ય કોઈ જેલમાં મોકલવાની વાતો ચાલી રહી છે. તેના પછી આ ઐતિહાસિક ધરોહર(જૈલ) ને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ) ને સોંપી દેવામાં આવશે.રિપોર્ટ અનુસાર, ભારતના બાકી રાજ્યોની અપેક્ષા દમન ઔંશ્ર દીવ માં કૈદીઓ પર વધુ ખર્ચ કરવામાં આવે છે. આંકડાઓના આધારે અહીં પ્રતેયક કૈદી પર 32,000 રૂપિયાનો ખર્ચ આવે છે.જણાવી દઈએ કે 2013 માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આ જેલને પોતાના આધીન લેવાની ફરમાઈશ કરી હતી. આવું પર્યટનોને બઢાવો આપવા માટે કરવામાં આવ્યું હતું. તે સમયે આ જેલમાં 7 કૈદીઓ હતા જેમાંની બે મહિલા હતી. આ કૈદીઓ માના 4 ને લગભગ દીવથી 100 કિમિ દૂર પર સ્થિત અમરેલી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બે કૈદીઓએ પોતાની સજા પુરી કરી લીધી છે.ત્યારથી અહીં માત્ર દિપક કાંજી એકમાત્ર કૈદી રહ્યા છે. પોતાની પત્નીને ઝેર આપવાના મામલામાં દીવ સેશન કોર્ટે દિપકની સુનવાઈ કરવામાં આવી રહી છે. કાંજી ના મામલાની સુનવાઈ પુરી થતા જ જેલ ને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પોતાના અન્ડરમાં લઇ લેશે. પુર્તગાલીઓ દ્વારા બનાવામાં આવેલા આ કિલ્લાને પોતાના આધીન લીધા પછી એએસઆઇ અહીં ‘લાઈટ એન્ડ સાઉન્ડ’ શરૂ કરવાની યોજના બનાવા પર પણ વિચાર કરી રહ્યા છે.Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!