ડિસ્કાઉન્ટ પર સૈનિક એ એવો મુંહતોડ જવાબ આપ્યો કે મહિલા રેસ્ટોરન્ટ છોડીને ભાગી ગઈ….ડિસ્કાઉન્ટ માંગતા મહિલાએ ઉડાવી સૈનિક ની મજાક

0

લગભગ દોઢ વર્ષ પહેલા અમેરિકી સૈનિક નો એક વિડીયો વાઇરલ થયો હતો. એક સૈનિક રેસ્ટોરેન્ટ માં જમવા ગયો હતો. ત્યાં જ કાઉન્ટર પર ઉભેલી એક મહિલા એ સેનાના જવાનોને મળનારા ડિસ્કાઉન્ટ ને લઈને પહેલા તેનો મજાક ઉડાવ્યો હતો. પછી આડી અવડી વાત કરતા કહેવા લાગી કે તું મિલેટ્રી માં છે તો શું તને જ વિશેષઅધિકાર મળશે.સૈનિક પર ભડકી ગઈ મહિલા:

અમેરિકી સૈનિક એક રેસ્ટોરેન્ટ માં લંચ કરવા માટે પહોંચ્યો હતો, જ્યાં તેને કાઉન્ટર પર ઓર્ડર આપતા પહેલા સ્ટાફ ને પૂછ્યું કે શું તેને અહીં મિલેટ્રી ડિસ્કાઉન્ટ મળશે? આ સાંભળતા જ બાજુમાં ઉભેલી એક મહિલા ભડકી ગઈ અને સૈનિક ને આડા અવળી વાતો કહેવા લાગી. મહિલાએ કહ્યું કે,”વાહ, વિશેષધિકાર, આ તો ખોટું છે”. સૈનિકને પહેલા તો કઈ સમજમાં ન આવ્યું જેથી તેણે મહિલાને પૂછ્યું કે તે શું કહેવા માગે છે. મહિલાએ કહ્યું કે, ”મિલેટ્રી માં છે તો શું તને જ વિશેષધિકાર મળવો જોઈએ?” સૈનિક ને મહિલા ની આ વાત ખરાબ લાગી પણ તેણે તેના પર ભડક્યા વગર જ જવાબ આપવાનો નિર્ણય કર્યો. સાથે જ તેને ડિસ્કાઉન્ટ અને વિશેષધિકાર નો ફર્ક સમજાવ્યો.

સૈનિકે આપ્યો આવો જવાબ:

સૈનિકે કહ્યું કે,”આ વિશેષધિકાર નથી, આ એક ડિસ્કાઉન્ટ છે. વિશેષધિકાર નો અર્થ તો સુરક્ષિત પોતાની ઘરે જાવું અને પરિવાર ની સાથે સમય વીતાવવવો. આપણા દેશના સૈનિકો ને ત્યારે આ વિશેષધિકાર નથી મળતો જયારે તેઓ દેશ માટે પોતાની સેવાઓ આપી રહ્યા હોય છે. વિશેષધિકાર એક આઝાદ દેશ માં શુકુન થી પોતાના ઘરમાં રહેવાનો છે કેમ કે અમુક લોકો પોતાના વિશેષધિકાર છોડી દેતા હોય છે જેથી તમારા જેવા લોકો ને આ વિશેષધિકાર મળી શકે”.    રેસ્ટોરેન્ટ ની બહાર નીકળી ગઈ મહિલા:

સૈનિકે જેવી જ પોતાની વાત પુરી કરી, તેવી જ મહિલા કઈ પણ કહ્યા વગર જ રેસ્ટોરેન્ટ ની બહાર નીકળી ગઈ. આ સિવાય રેસ્ટોરેન્ટ માં રહેલા અન્ય લોકો પણ આ સૈનિક ના ભોજન નું બિલ આપવા માટે આગળ આવવા લાગ્યા. આ જ વચ્ચે રેસ્ટોરેન્ટનો મેનેજર આવ્યો અને આ પુરી ઘટના ને પોતાના હાથમા લઇ લીધી આ સિવાય તેણે સૈનિકના સન્માન માં તેને ભોજન ફ્રી માં ઓફર કર્યું. આ સિવાય ત્યાં રહેલા એક વ્યક્તિ દ્વારા બનાવામા આવેલા વિડીયો ને શેયર પણ કર્યો અને તેને 26 લાખ વાર શેયર કરવામાં આવ્યો છે અને 76 લાખ વાર જોવામાં પણ આવ્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here