પત્ની દીપિકા ને આટલા કરોડ ના આલીશાન બંગલા માં રાખશે રણવીર , જાણો એની કિંમત

0

પાછલા થોડા દિવસો માં મીડિયા અને બૉલીવુડ ના ટોપ સિતારા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ના લગ્ન ની ખબર એક પછી એક દેખાડવા માં આવે છે. એના પછી એમના પાછા આવવા ની ખબરો એ ન્યુઝ બનાવી અને હવે જાણો એમના એ ઘર ની કિંમત જે રણવીર અને દીપિકા એ મળી ને ખરીદ્યું છે. એમને 14 અને 15 નવેમ્બર ના કોંકણ અને સિંધી બે વિધિ થી લગ્ન કર્યા અને એક પછી એક એમના લગ્ન ની તસવીરો સોશ્યલ મીડિયા માં છવાઈ રહી છે. ઇટલી ના લેક કોમો માં લગ્ન કરવા વાળા રણવીર અને દીપિકા એ તમના લગ્ન ને રોયલ બનાવવા માં કોઈ કસર નથી છોડી, એટલા જ માટે એમને 20 થી 30 કરોડ માં આખા લગ્ન કર્યા છે. એના સિવાય માં લગ્ન માં બીજી થોડી એક્સપેન્સિવ વસ્તુઓ એ પણ સુર્ખિઓ બનાવી છે. તેની પત્ની ને આટલા કરોડ ના આલીશાન બંગલા માં રાખશે રણવીર. જાણો એ ખાસ બંગલા ની કિંમત જે હજુ તૈયાર થઈ રહ્યો છે.

પત્ની દીપિકા ને રાખશે આટલા કરોડ ના બંગલા માં.

રણવીર એ દીપિકા ને લગ્ન માં 2.5 કરોડ રૂપિયા ની અંગૂઠી પહેરાવી અને 20 લાખ નું મંગળસૂત્ર આપ્યું. લગ્ન ઇટલી ના લેક કોમો માં થઈ મતલબ કે કોઈ કસર નથી છોડી આ લગ્ન ને ખાસ બનાવવા માં. એના સિવાય દીપિકા પાદુકોણ એ 1.5 કરોડ રૂપિયા ના ચોલી પહેર્યા હતા જેને એમણે પોપ્યુલર ડિઝાઈનર સભ્યસાંચિ પાસે તૈયાર કરાવ્યો હતો. ખબરો ની માનીએ તો રણવીર અને દીપિકા એ મુંબઈ ના જુહુ માં 50 કરોડ રૂપિયા નું આલીશાન ઘર પણ ખરીદ્યું છે. હાલ માં તેમાં કન્સ્ટ્રકશન નું કામ ચાલુ છે , એવું કેહવા માં આવે છે કે જ્યાં સુધી આ ઘર નહીં બની જાય ત્યાં સુધી એ બંને શ્રી નામ ના એક બંગલા માં રહેશે. દીપિકા અને રણવીર હાલ માં એમના લગ્ન ન 21 તારીખ ના રીસેપ્શન માટે બેંગલુરુ નીકળી પડ્યા છે.

અને તેના પછી 28 તારીખ એ મુંબઈ માં એમના લગ્ન નું બીજું રીસેપ્શન છે જેમાં બૉલીવુડ ના તમામ મોટા સેલિબ્રિટી શામેલ થશે. રણવીર અને દીપિકા આ મહિને એમના લગ્ન ન જશ્ન માં જ બીઝી રહેશે. ત્યાર બાદ મિડ ડિસેમ્બર થી એમની શૂટિંગ માં વ્યસ્ત થઈ જશે. દીપિકા તેના એક્સ બોયફ્રેન્ડ સાથે કોઈ એન્ટાઈટલડ ફિલ્મ માં નજર આવશે તો રણવીર સિંહ ની ફિલ્મ સિમ્બા 28 નવેમ્બર એ રિલીઝ થશે.

આ ફિલ્મો માં કરી ચુક્યા છે સાથે કામ

રણવીર એ દીપિકા ને એક હોટલ માં જોઈ હતી જ્યાં એ એમની ફિલ્મ બેન્ડ બાજા બારાત ની સફળતા એમના પરિવાર ની સાથે સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યાં દીપિકા એના મિત્રો સાથે આવી હતી. ત્યાર બાદ બંને એ ગોલીયો કી રાસલીલા રામ-લીલા , બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી બ્લોકબસ્ટર ફિલ્મ માં કામ કર્યું છે. એમની જોડી ને ઘણા લોકો પસંદ કરે છે અને એમના વચ્ચે ની કેમિસ્ટ્રી બેમિસાલ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here