OMG : દીપિકા પાદુકોણની હમશકલ આ છે અભિનેત્રી, કરી બેઠી પોતાનાજ સસરાને પ્રેમ….જાણો કોણ છે આ? ચોંકી જશો

0

એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં એકજ ચેહરા વાળા ટોટલ 7 લોકો હોય છે. ઘણા લોકો આ સત્યને મીથ કે ખોટું માનીને વિશ્વાસ કરતા નથી. પણ આ એકદમ સત્ય વાત છે  કે અમુક લોકોના ચેહરા એકબીજા સાથે એટલી હદ સુધી મળતા હોય છે કે પહેલી વાર જોવામાં તો જાણે વિશ્વાસ જ ન આવે.

બોલીવુડમાં સલમાન, શાહરૂખ, આમીર સહીત બોવ બધા એક્ટર્સનાં હમશકલ જોવામાં આવતા હોય છે. તેને પહેલી નજરમાં જોતા જ કોઈ પણ ધોકો ખાઈ શકે છે. સાથે જ જો વાત બોલીવુડ એકટ્રેસેસ ની હોય તો તેની શકલ ના હમશકલ ખુબ ઓછી માત્રામાં જોવા મળતા હોય છે.

પણ અમે તમને કહીએ કે અમે બોલીવુડ ની જાણીતી હિરોઈન દીપિકા પાદુકોણની હમશકલ શોધી કાઢી છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? મોટા ભાગે દીપિકા પદુકોણની તુલના હોલીવુડ હિરોઈન ઈરીના શ્યાક સાથે કરવામાં આવતી હોય છે, પણ અસલમાં સાઉથની એક હિરોઈન હુબહુ દીપિકા જેવીજ દેખાઈ છે.

તમે જાતેજ આ હિરોઈન ની તસ્વીરો જોઈ લો.

દીપિકા પાદુકોણ

બોલીવુડની હિરોઈન  દીપિકા પાદુકોણ આજના સમયમાં ટોપ અભિનેત્રી છે. તે જે ફિલ્માં કામ કરે છે તેની સફળતાની ગેરંટી પાકી જ હોય છે. એવામાં જો તેનો જ ચેહરો બીજા કોઈ સાથે સમાનતા ધરાવતો હોય તો તેના માટે પણ આ મોટી વાત છે.

દીપિકા પાદુકોણની હમશકલ

રહી ગયાને હૈરાન. આ દીપિકા નહિ પણ તેની હમશકલ છે. સાથે જ અમે એ પણ જણાવી દઈએ કે એ કોઈ સામન્ય યુવતી નથી પણ સાઉથ ફિલ્મી જગતની એક જાણીતી હિરોઈન છે.

અમાલા પોલ

આ હીરોઈનનું પૂરું નામ અમાલા પોલ છે. 26 ઓકટોબર 1991 નાં કેરલનાં એનાર્કુલામ માં જન્મેલી અમાલા એ ગુરુવારે પોતાનો 26મો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો. અમાલા ને જ સાઉથની  દીપિકા પાદુકોણ કહેવામાં આવે છે.

દીપિકા પાદુકોણની હુબહુ ટુ-કોપી

જોકે ફેંસનું આ કહેવું એકદમ સાચું છે. હવે તમે પણ જોઈ લો આ પોપ્યુલર મેગેઝીનનાં કવર પેઈજ પર અમાલાને જોઇને એવું લાગી રહ્યું છે કે, જાણે કે તે દીપિકા પાદુકોણ જ છે.

‘નીલાથમારા’ થી કર્યું હતું ડેબ્યુ

મલયાલમ ડાયરેકટર લાલ જોશની નજર અમાલા પર ત્યારે પડી જ્યારે તે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. તેજ સમયે અમાલાને પોતાની અપકમિંગ ફિલ્મ ‘નીલાથમારા’ માં સપોર્ટીંગ રોલ માટે સાઈન કરવામાં આવી હતી.

સાસરા સાથે પ્રેમ

જો તમે વિચારી રહ્યા છો કે અમાલાને પોતાના રીઅલ સાસરા સાથે પ્રેમ થયો હતો તો, તો તમને જણાવી દઈએ કે આ વાત એકદમ ફિલ્મી છે. વાસ્તવમાં સાઉથનાં ડાયરેક્ટર સામી ની ફિલ્મ ‘સિંધુ સમવેલી’ માં અમાલા પોતાના સાસરા સાથે પ્રેમ કરી બેઠી હતી. સાથે જ તેમનો અફેઈર પણ શરુ થય ગયો હતો.

જેલાવી પડી હતી આલોચના

આ ફિલ્મમાં કામ કરવા પર અને સાસરા સાથે ફિલ્માવામાં આવેલા લવ સીન્સ ને લઈને અમાલાને ઘણી એવી આલોચનાનો સામનો પણ કરવો પડયો હતો. સાથે જ અમાલા ને આ ફિલ્મના લીધે કલ્ચરને બગાડવાનો આરોપ પણ નાખવામાં આવ્યો હતો. સાથેજ તેમને મારી નાખવાની ધમકી ભર્યા ફોન પણ આવવા લાગ્યા હતા.

દીપિકા પાદુકોણ સાથે તુલના

એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે અમાલા સાથે  દીપિકા પાદુકોણ ની તુલના હોવાના સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે,’તે મારા માટે સન્માનની વાત છે કે લોકો મારી તુલના દીપિકા પાદુકોણ સાથે કરે છે. સાથેજ દીપિકા મારા કરતા વધારે સુંદર છે.

ઘણી ફિલ્મોમાં લીધી હિસ્સો

અમાલાએ ‘વીરાસેકરાન’,’બેજવડા’,’લવ ફેલ્યોર’,’રન બેબી રન’,’નાયક’,’થલાઇવા’,’મિલી’,’પસંગા 2′,’જૈસી તમિલ તેલુગુ’ અને  મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકેલી છે.

દીપિકા પાદુકોણ ની જલક

આ તસ્વીરોને જોયા પછી તમે પણ જાણી ગયા હશો કે અમાલાની અંદર દીપિકાની થીડી ઘણી જલક તો જોવામાં આવેજ છે. તેની આંખો જોવા પર દીપિકાની યાદ ન આવે એવું તો બનેજ નહિ.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!