લગ્ન માટે દીપિકાએ ખરીદ્યું આટલું મોંઘુ મંગલસૂત્ર, કિંમત જાણીને તમારા હોંશ ઉડી જવાના છે હો….

0

બૉલીવુડ ના બે સુપરસ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બર ના રોજ લગ્ન ના બંધન ના બંધાવા જઈ રહ્યા છે. એવામાં બંને સ્ટાર્સ પોતાના લગ્નની તૈયારીઓ માં વ્યસ્ત છે કેમ કે લગ્ન જીવન નો સૌથી સુંદર સમય હોય છે જેને દરેક કોઈ યાદગાર બનાવા માગતા હોય છે. એવામાં બૉલીવુડ સ્ટાર દીપિકા પોતાના અને પોતાના થનારા પતિ રણવીર માટે શોપિંગ કરવામાં વ્યસ્ત છે, લગ્ન ના હવે અમુક જ દીવસો બચ્યા છે અને દીપિકાના ઘરે તો લગ્નના રીત-રિવાજો પણ શરૂ થઇ ગયા છે.

લગ્ન માટે કરી આટલી મોંઘી ખરીદી:શોપિંગમાં હાલ દીપિકા કપડા થી લઈને ઘરેણાં પણ ખરીદી રહી છે, એવામાં તેમણે પોતાના લગ્ન માટે મંગલસૂત્ર પણ ખરીદી લીધું છે, જેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જાશે કેમ કે આટલું મોંઘુ મંગલસૂત્ર ખરીદવું દરેક કોઈની વાત નથી. રિપોર્ટ અનુસાર દીપિકાએ પોતાના માટે 20 લાખ ની કિંમત નું મંગળસૂત્ર ખરીદ્યું છે. આ સિવાય તેણે પોતાના થનારા પતી રણવીર માટે 200 ગ્રામ ની ચેઇન પણ ખરીદી છે. મંગલસૂત્ર ના સિવાય દીપિકા એ નેકલેસ પણ ખરીદ્યા છે. એવામાં તેની દરેક જવેલરી ની કિંમત એક કરોડ જણાવામાં આવી રહી છે.  દીપિકા એ પોતાની દરેક જવેલરી મુંબઈ ના અંધેરી સ્થિત જવેલરી સ્ટોર થી ખરીદી છે અને આ સ્ટોર માં શોપિંગ નો પ્લાન પહેલાથી જ નક્કી હતો, જેથી તે આરામ થી શોપિંગ કરી શકે.
શરૂ થયા લગ્ન ના રીતિ-રિવાજો:

બંને ના લગ્ન ના રીત-રિવાજો ખુબ જ જોશ માં ચાલી રહ્યા છે. બંને ના લગ્ન ઇટલી ના લેક કોમો માં થવાના છે. દીપિકા ના ઘરે તો લગ્ન ના રિવાજો પણ શરૂ થઇ ચુક્યા છે, અને રિવાજો શરૂ કરતા પહેલા તેઓના ઘરે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દીપિકાના મેંગ્લોર સ્થિત ઘરે હતું.જણાવી દઈએ કે હાલ દીપિકા-રણવીર કામિયાબી ના શિખર પર છે. તેની આગળની ફિલ્મ પદ્માવત એ રેકોર્ડ તોડ કમાણી કરી હતી, જેને સંજય લીલા ભંસાલી એ ડાયરેક્ટ કરી હતી. જેમાં દિપીકાએ મહારાની પદ્માવતી નો રોલ પ્લે કર્યો હતો, અને બીજી તરફ રણવીરે અલાઉદીન ખીલજી નો નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. આ સિવાય રણવીર ની આવનારી ફિલ્મ ગલી બોય અને સિમ્બા છે. પણ દીપિકા એ પોતાની આવનારી ફિલ્મ વિશે ની કોઈ જ જાણકારી આપી નથી, લાગે છે કે લગ્ન પછી દીપિકા અમુક સમય માટે બ્રેક લેવાના મૂડ માં છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here