આ ભાઈએ 7 મહિનામાં ઘટાડ્યું 51 કિલોગ્રામ વજન, જાણો વજન ઉતારવાનું સિક્રેટ….

0

વધતું વજન આજે મોટાભાગ ના લોકોની સમસ્યા બની ગયું છે. જો એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું ખુબ મુશ્કિલ છે પણ જો કે તે અશક્ય પણ નથી. જો રૂટિન માં યોગ્ય ડાઈટ અને એક્સરસાઈઝ કરવામાં આવે તો આસાનીથી વજન ઓછું કરી શકાય છે. બસ તેના માટે તેમારે માનસિક રીતે થોડું તૈયાર થવાનું રહેશે.
7 મહિના ના છોકરા એ ઘટાડ્યું 51 કિલો વજન:

હાલમાં જ એક છોકરા એ પ્રોપર ડાઈટ અને એક્સરસાઈઝ દ્વારા પોતાનું 51 કિલો વજન ઘટાડ્યું છે. 26 વર્ષ ના દિપાંકર પ્રસાદ નું વજન 118 કિલો થઇ ગયું હતું. તેને ચોકલેટ ખાવી ખુબ જ પસંદ હતી જેને લીધે તેના શરીર પર ફેટ જમા થઇ ગયું હતું. જયારે તેને પોતાના વધતા જતા વજન ને લીધે સમસ્યા આવવા લાગી તો તેણે પોતાનું વજન ઓછું કરવાંનો નિર્ણય લીધો. તેના પછી દિપાંકર નો વજન લગભગ 7 મહિના માં 67 કિલોગ્રામ થઇ ગયો છે.

આને લીધે દિપાંકર ને લેઓ પડ્યો નિર્ણય:

દીપાંકરે જયારે પોતાના શરીરનું એનાલિસીસ કર્યું તો તેને પોતાની ઉંમર 52 વર્ષ જેટલી લાગી. તેને એવું લાગ્યું કે જાણે તેની પાસે હવે 18 વર્ષ નો જ સમય રહી ગયો છે. ત્યારે દીપાંકરે નિર્ણય લીધો કે હવે લાઇફસ્ટાઇલ માં કઈક બદલાવ લાવવો જોઈએ.દીપાંકરે શેયર કર્યો ડાઈટ પ્લાન:

1. બ્રેકફાસ્ટ-હવે દિપાંકર પોતાના દિવસ ની શરૂઆત ઉપમા કે રવા ઈડલી, સ્પ્રાઉટ્સ ચાટ ની સાથે બ્રાઉન બ્રેડ અને પીનટ બટર કે પછી આમલેટ ની સાથે કરે છે.
2. લંચ-તેણે લંચ માં ઓટ્સ, 8 ઈંડા,200 ગ્રામ ગ્રીન વેજિટેબલ્સ, દહીં અને સલાડ લેવાનું શરૂ કર્યું.
3. ડિનર-ડિનરમાં દિપાંકર 1 વાટકી દાળ, 7 ઈંડા, બોઇલ્ડ ચિકન બ્રેસ્ટ અને 150 ગ્રામ ગ્રીન વેજીટેબલ લે છે.

વર્કઆઉટ નો પણ લીધો સહારો:

દીપાંકરે શરૂમાં 25 મિનિટ નું વર્કઆઉટ કર્યું જેમાં HIIT(હાઈ-ઇન્ટેન્સિટી ઇન્ટરવેલ ટ્રેનિંગ), કાર્ડિયો અને પછી 90 મિનિટ સુધી વેંટલિફ્ટિંગ કરે છે.

વજન ઓછો કરવા માટેનો એક્સપર્ટ પ્લાન:

ફિટનેસ એક્સપર્ટ કહે છે કે વજન ઘટાડવા માં 30% એક્સરસાઇઝ અને 70% ડાઈટ નો રોલ હોય છે, તેના સિવાય હેલ્દી લાઇફસ્ટાઇલ, પ્રોપર ઊંઘ લેવી, જંક ફૂડ થી બચવું, સ્ટ્રેસ સ્મોકિંગ કે ડ્રિન્કીંગ થી દુર રહેવું વગેરે વાતો નું ધ્યાન રાખીને વજન ને કંટ્રોલ માં રાખી શકાય છે.આ વાતો પર પણ આપો ધ્યાન:

ડાએટ માં ફાઇબર્સ અને પ્રોટીન ની માત્રા વધુ રાખો, કાર્બોહાઈડ્રેટ અને ફેટ ઓછું લો. સાથે જ ગ્રીન વેજિટેબલ્સ અને સલાડ વધુ રાખો. 3-4 કલાક માં થોડુ-થોડુ ખાઓ કેમ કે એક સાથે ઘણુંબધું ખાવાથી મેટાબોલિઝમ્સ સ્લો થઇ જાય છે. રાતે પ્રોપર ઊંઘ લો અને જલ્દી સુવાની આદત પાળો કેમ કે પૂરતી ઊંઘ ન લેવાથી પણ વજન વધવા લાગે છે. પાણી પણ પર્યાપ્ત માત્રા માં પીઓ. રોજના 6 થી 8 ગ્લાસ પાણીથી કેલેરી ઇન્ટેક ઓછું થઈ જશે અને વજન પણ ઘટશે. ખાવામા મૈંદા, શુગર જેવા ફુડ્સ થી બચો કેમ કે તેમાં રીફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે વજન ને વધારે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here