મશહૂર અભિનેતા દિલીપકુમારની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ..

વરિષ્ઠ અભિનેતા દિલીપકુમારની અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અહેવાલો અનુસાર, તેમને શ્વાસ લેવાની તકલીફ થઈ રહી છે. જો કે, જો લિલાવતી હોસ્પિટલના ઓપરેશન્સના ડિરેક્ટર અજય પાંડે કહે છે કે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. દિલીપ કુમાર નિયમિત તપાસ માટે અહીં આવે જ છે.

તે જ સમયે, 95 વર્ષીય ફિલ્મ અભિનેતાના ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યું કે તેમની તબિયત હવે સુધારા પર છે. તેમને અચાનક છાતીમાં દુખાવો થતાં હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેવું પડ્યું છે. જો કે હાલ તેમની તબિયત સુધારા પર છે. દિલીપા કુમારની છાતીમાં ઇન્ફેકશન થયું હતું જેના કારણે તેમની તો ચાલો આજે આપણે સૌ દિલીપ કુમારની સારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરીએ.

આ પહેલા પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા બૉલીવુડ અભિનેતા દિલીપ કુમારને એપ્રિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, તેમને તાવ, છાતીમાં ઇન્ફેકશન અને શ્વાસની તકલીફને કારણે હોસ્પીટલમાં સારવાર લેવી પડી હતી.

દેવદાસ, મુઘલ-એ-આઝમ જેવી સદાબહાર ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યા પછી છેલ્લે ‘કિલા’ મૂવીમાં જોવા મળ્યા હતા. જે 1998 માં આવી હતી. 2015 માં તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ બાજુ  સાયરા બાનુએ કહ્યું કે,  અમે લીલાવતીમાં નિયમિત તપાસ માટે આવ્યા હતા. દિલીપ સાહેબ અહિયાં તેમના બધા જ ટેસ્ટ કરાવશે  પછી જ તેમણે  ડોકટરોની પરવાનગી પછી  રજા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે. અહીંયા બધા જ ડોકટરોની ટીમ હાજર છે, જેમાં છાતી માટે ફિઝિશિયન અને નુરો લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. અમે જલ્દી અમારા ઘરે જઈ શકીએ તેના માટે તમારા સૌની દુઆની અમારે જરૂર છે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!