દીકરીઓના છુટા-છેડા થવા પાછળનું છે આ કારણ – દરેક માં-બાપ, પતિ-પત્નીએ વાંચવા જેવું

0

આજકાલ ખૂબ ટૂંકા લગ્નજીવનના તૂટવાના સમાચાર વારંવાર સાંભળવા મળે છે. અત્યારના સમાજમાં ઘણું બધુ બદલાઈ ગયું છે. આટલા જલ્દી છૂટાછેડા થવાના કારણે અત્યારનો બદલાવ જવાબદાર છે. અત્યારના જમાનામાં બદલાયેલી વિચારસરણી અને રિવાજોના કારણે થયેલા પરિણામ ને કારણે જ આજે આવા પરિણામો સમાજમાં જોવા મળે છે.
પહેલાના જમાનામા વડીલો દીકરીના ઘરે જમતા ન હોતા, પહેલાના જમાનામાં લોકો દીકરીના ઘરે જઈને લોકો પાણી પણ નહોતા પીતા કે જ્યાં સુધી દીકરીના ઘરે પહેલું કોઈ સંતાન ન થાય ત્યાં સુધી દીકરીના ઘરે કોઈ જ મહેમાન ગતિ કરવા માટે નહોતા જતાં કે તેના ઘરે કોઈ જમણ પણ નહોતા માંડતા. અને દીકરીને એક જ સલાહ આપવામાં આવતી હતી કે ગમે તે થાય પણ તારો સંસાર માંડવો જોઈએ. દુખ હોય કે સુખ આ તો ચાલ્યા જ કરે.
સ્વાભાવિક છે કે દીકરીને પિતાના ઘર જેવુ જ વાતાવરણ સાસરીમાં ન મળે. અને એના કારણે થોડી ઘણી તકલીફ તો રહેવાની જ અને એમાંય જો માં બાપ દીકરીના ઘરે જાય ને કદાચ એને પડતી તકલીફ પડે તો એના માં બાપ ને દીકરીની દયા આવે અને એના જીવનમાં આ તકલીફ વિષે કદાચ જો તેના મા બાપ કશું બોલે તો તેના સંસારમાં કોઈ તકલીફ પડી છે કે કદાચ તેના બાપની આ ઇન્ટરફિયરના કારણે એ દીકરીનું ઘર પણ ભાંગી શકે છે.
અને આ જ કારણે કદાચ પહેલાના જમાનામા માં બાપ દીકરીના ઘરે જતાં ન હતા. જ્યારે હાલના જમાનામાં માં બાપ દીકરીને પહેલાથી જ વધારે છૂટ આપવામાં આવે છે. જન્મથી જ દીકરીને એકદમ છૂટ આપવામાં આવે છે. જેના કારણે દીકરીને વધારે પડતી સ્વતંત્રતા મળતી હોવાથી જ્યારે એ સાસરે જાય છે ત્યારે તેને કોઈ જ બંધનમાં રહેવું ગમતું નથી. અને એના કારણે જ એને લગ્ન જીવનમાં તકલીફ નો સામનો કરવો પડે છે.
જ્યારે પણ દીકરી સાસરે જાય છે ત્યારે માતા પિતાએ તેને સામાજિક અને કૌટુંબિક જ્ઞાન આપવું જોઈએ કે તે હવે જે ઘરે જઈ રહી છે એ ઘર ને જ તેણે સાચવીને, સંભાળીને રહેવું પડસે, એ આખું ઘર, વાતાવરણ ને લોકો બદલાય છે એટ્લે સ્વાભાવિક છે કે ત્યાં રહેલા બધા જ માણસોની પ્રકૃતિ ને સ્વભાવ પણ અલગ હોય. તો એ બધાની વચ્ચે પોતાનાપણાનો ભાવ લાવીને એ બધા જ લોકોને પોતાના બનાવી પ્રેમભાવથી જીવન જીવવું.  સાથે સાથે દીકરાને પણ એ વાત સમજાવવી જોઈએ કે આવનારી દીકરી તેનું ઘર બાર માતા પિતા બધુ જ છોડીને આવે છે. તો તેને સમજવી જોઈએ, કદાચ જો એને ક્યારેક ગુસ્સો આવે તો તેને પ્રેમથી સંભાળી લે જે. જો આમ દીકરી કે દીકરાના માં બાપ સમજાવે તો છૂટાછેડાનું પ્રમાણ ઘટી શકે છે. મોટા ભાગે માં બાપ ને જ આ ફરજ સમજી અદા કરવી જોઈએ.તો બાજુ માતા પિતાએ પણ પોતાની દીકરી સાથે તેના સાસરિયાની વિરુદ્ધ ક્યારેય વાત કરવી જોઈએ નહી. કેમકે જો આવું વધારે સમય વાત કરશો તો કદાચ આ કારણે તમારી દીકરી ક્યારેય તેની સાસરીમાં ભળી શકશે નહી. અને તમારી દીકરી થોડા જ સમયમાં તમારા ઘરે પાછી આવી શકે છે. અને તમારી દીકરીને જ ભવિષ્યમાં તકલીફનો સામનો કરી શકે છે.

પાછી જો આગળ જોઈએ તો પિયર સિવાય સાસરીના કારણે પણ ટૂંક સમયમાં જ છૂટાછેડા થવાની સંભાવના છે. તમારા ઘરે જે દીકરી પરણીને આવી છે એ દીકરી તેના માતા પિતાની વહાલસોયી દીકરી છે. તે પણ લાડ કોડથી ઉછરી છે ને ઘણા અરમાનો જોઈને તમારા ઘરમાં આવી છે. તો એ દીકરીને તમારા ઘરે પ્રેમ, હૂંફ આપો. તેને કદાચ જો તેને કશું ન આવડે તો પ્રેમથી શોખવાડો.

લગ્ન પછી જો કોઈ દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તો તરત જ તેના પર ઘરના કામનો બોજ ન નાખી દો. તેને પહેલા એકદમ શાંત મને ઘરના વાતાવારણને નિહાળવા દો. ઘરના લોકોના સ્વભાવથી પરીચીત થવા દો, તેને ઘરના સભ્યો સાથે મન મૂકીને વાતચીત કરી શકે એટલી મોકળાશ આપો. પછી ધીરે ધીરે તમારા ઘરની રૂઢી મુજબ તેને ઢાળવાનો પ્રયાસ કરો. તમારે તમારા ઘરની રૂઢી મુજબ ઢાળવામાં કદાચ વધારે સમય પણ ન લાગે એ આપોઆપ જ તમારા પરિવારમાં ભળી જાય એવું પણ બને. ”

જો આવી જ રીતે ઘરના વડીલો આવી નાની નાની વાતોનુ ધ્યાન રાખશે તો કદાચ ભવિષ્યમાં કોઈ દીકરા દીકરીને છૂટાછેડા લેવાની નોબત નહી આવે.

સમજણ પૂર્વક જો વિચારી ને બધુ જ કામ કરવામાં આવે તો કદાચ આગળ પરીવર્તન લાવી શકાય છે. અને સમાજમાં છૂટાછેડાના પ્રમાણને ઘટાડી શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here