દીકરી રૂપી વહાલ નો દરિયો આખી જીંદગી છલકતો જ રહે છે , દીકરી એટલે માં – બાપ ના કાળજા નો કટકો…….

0

દીકરી એટલે સ્વર્ગ

દીકરી એ માં- બાપ ના કાળજાં નો કટકો , ભાઈ ના પ્રેમ ની મીઠી ડાળ જે હમેશા એને હિચાંકે જુલાવતો રહે છે। ……. દીકરી એટલે ત્યાગ અને સમર્પણ ની સાક્ષાત આબેહુબ મૂર્તિ। …
જયારે દીકરી જન્મ થાય છે ત્યારે જ વિધાતા તેના પિતા થી એક વચન માંગતા હોય છે……… અને કહે છે કે મેં તને આ પૃથ્વી પર સ્વર્ગ નું સુખ આપ્યું છે પરંતુ મને એક વચન આપવાનું છે કે તારે એકદિવસ આ બાળકી ને બીજા ને ઘરે વિદાય કરવાની છે…….. ત્યારે પિતા એ કહ્યું જો જોઈએ તો મારો લો જીવ લઇ પણ મારા કાળજા ના કટકા ને મારા થી અળગો ના કરો। ………….. ત્યાર બાદ વિધાતા એ કહ્યું કઈક મેળવા માટે કઈક ગુમાવું પડે એતો કુદરત નિયમ છે અને। ……દીકરી એતો પારકી થાપણ આજે નહિ તો કાલે એના અન્ના પાણી જયાં લખાયા હશે તે ઘર મળી જ જશે………………….. અને એ વખતે દીકરી ને હોશે હોશે પરિવાર ની દરેક વ્યક્તિ દીકરી ને લગન ના મંડપ માં પધારવા માટે ની તૈયારી માં લાગેલી હોય છે.અને જયારે વિદાય ની ઘડી આવે છે ત્યારે આખા પરિવાર ની કોઈ એક વય્ક્તિ એવી નહિ હોય કેજે આ દુખ માં શામિલ ના થઇ હોય। …….. દીકરી જન્મે છે કયા અને તેનું મર્ત્યું કયા થાય છે તે તેને પોતાને જ ખબર નથી હોતી।…………. જે ઘરમાં તે જન્મી , મોટી થઇ , ભણી ગણી ને પગભર બની તેજ ઘર ને છોડવાની , પોતાના માં-બાપ ને છોડી ને બીજા ના માં- બાપ ને પોતાના કરીને અપનાવા ના આ બધું દીકરી સિવાય બીજું કોઈ જ આ જગત માં ના કરી સકે દીકરી એતો દયા નો વહેતો સાગર છે તેમાં ગમે તે નદી ભળી જાય છે.

દીકરી તારા સૌભાગ્ય નું સિંદુર આજે ધોળી છુ……………….વિધાતા ને તે શોધી લાવિયો છુ। ………………..કાળજા કેરા કટકા ને વેગળી નથી કરી કયારેય। ………….નાની હતી ત્યારે ખુબ જ જીદ કરતી તું હવે તું બહુ સમજદાર થઇ ગઈ છે તેની મને આજે ખબર પડી તારી વિદાય ની આ વેળા હૈયું કંપાવી જાય છે શા માટે ભગવાન એ આ રીવાજ બનાવીયો ????

તારી અને મારી જુદાઈ નું વચન કોઈ ને દઈ આવીયો છુ ……….ઇચ્હવા છતા પણ જેને રોકી ના સકાય એવી દીકરી ની વિદાય। ………એક તરફ ખુશી છે કે દીકરી પોતાનું ઘર સાંભળી લેશે તો બીજી તરફ દુખ એ વાત છે કે આ ચેહરો હવે ખબર નહિ કયારે જોવા મળશે। …..

દીકરી એ પરિવાર ને જોડતો સેતુ છે

લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે
ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

દીકરી એ પરિવાર જોડતી એક કડી સમાન છે। …જે ઘર માં જો દીકરી ના હોય તો તેવા ઘર માં કોઈ એકબીજા ને સમજાતું જ નથી પરિણામે સંબંધો નો અંત આવી જાય છે.દીકરી બધા જ સંબંધો ને ખુબ જ બારીકાઇ થી સંભાળે છે. દીકરી એકસાથે જ બે પરિવાર ને પોતાના પ્રેમ , લાગણી અને વાત્સલય થી જોડતી એક સેતુ સમાન છે। …. જો દીકરી ના હોય તો કદાચ બે પરિવાર પણ એકબીજાને ને મળ્યા ના હોત।.. ……………..

દીકરી એટલે પિતા ની હાશ અને દીકરો એટલે પિતાની આશ। … દીકરો ભલે ગમે તેટલું કરી લેતો હોય માં-બાપ માટે છતાં પણ માં – બાપ ને સાસરે થી આવેલી દીકરી સાથે બેસી ને વાતો કરવાનુ ગણું જ ગમતું હોય દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે, સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતાશિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!!! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે..

દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !

દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…!

5 દીકરા નો બાપ હમેશા દુખી જ હોય છે પરંતુ 5 દીકરી ઓ નો બાપ કયારેય પણ દુખી હોતો નથી………. તેને ગમે ત્યાં થી એ મળી જ જાય છે દીકરી ને આપવા માટે કેહવાય છે જે જો રાવણ ને એક દીકરી હોત તો એને સીતા નું હરણ ના કર્યું હોત અને જો દશરથ નો એક દીકરી હોત તો તેમનું પુત્ર વિયોગ માં મૃત્યુ પણ ના થયું હોત। … દીકરી વિશે પરાચીન કાલ થી ચાલ્યું આવે છે। .. કે દીકરી એટલે ગર નો દીવો। …. દીકરી એને કેહવાય જે બીજા ના ગરમા જએઈ ને દીવો કરે એને દીકરી કેહવાય।

દીકરી ને સાસરે વળાવિયે છીએ ત્યારે તે પાંચ ઘર માં પોતાના હાથ ના થાપા મારી ને જાય છે અને જાણે કે એવું કહી જતી હોય એના પિતા ને કે પાપા જયારે તમને મારી યાદ આવે ત્યારે મારા આ હાથ ના થાપા ની આ છેલ્લી નિશાની છોડી જાઉં છુ તેને જોઈ ને મન માનવી લેજો। ……… દીકરી વિદાય એટલે આખા સંસાર ની એવી તો કઠીન ઘડી કે જેમાં દીકરી ના માં- બાપે ખુશ થવું કે દુખી થવું એજ નથી સમજાતું। ……………………..
કહેવાય છેકે એક દીકરા નો બાપ જયારે દીકરા ના લગન થાય છે ત્યારે તે ખુબ જ યુવાન બની જાય છે દીકરાની જાન માં નાચવા નું પણ એ ચુકતા નથી। … પરંતુ એજ બાપ જયારે દીકરી ના લગન થાય છે અને તેની વિદાય વેળા આવે છે ત્યારે એવું લાગે છે કે ખરા અર્થ માં આજે હું ઘરડો થઇ ગયો છુ ………………….
દીકરી વિના અપનો સંસાર સુનો છે દીકરી વિનાનું ઘર સમશાન જેવું લાગે છે દીકરી એવી વય્ક્તિ છે જે બધા ને દુખ માં પણ હિમત આપી સકે છે તે પોતે ભલે ગમે તેટલી દુખી હોય પણ પોતાના બાપ ને ખુશ જોવા માટે તે ગમે તેવું દુખ સહન કરી લેતી હોય છે। ….. દીકરી ને લાખ લાખ વંદન છે આ જગત માં ” માં ” પછી નો જો કોઈ શબ્દ હોય તો તે છે દીકરી ,……. દીકરી એ માં જેવી જ સંભાળ રાખે છે। … દીકરી નું હર્દય એ બગીચા માં ઉગેલા કુમળા ફૂલ જેવું હોય છે જેને ફક્ત થોડી માવજત કરવાની જરૂર ચગે થોડી માવજત અને થોડો પ્રેમ અપીસુ તો તે પોતે આપણ ને ફૂલ ની જેમ ખીલી ને ગણું બધું અપસે। …..
માટે તમારી દીકરી ને હમેશા ખુબ જ વહાલ કરો। …. દીકરી નું સુખ બધા ના નસીબ માં નથી હોતું। …. નસીબદાર વય્ક્તિ ને કન્યાદાન જેવું મહાદાન કરવાનો અવસર મળે છે. ……….

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર। …….વાયરા જરા ધીરા વાજો એ નીંદ માં પોઢેલ છે…….

દીકરી એટલે પૃથ્વી ઉપર નું સ્વર્ગ

Source

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.