દીકરો તૈમુર પાપા સૈફ અલી ખાનની 5000 કરોડ સંપત્તિ ના નહિ બને શકે વારસદાર, આખરે શું છે મામલો…..

0

ગઈકાલ એટલે કે 16 ઓગસ્ટ ના રોજ બૉલીવુડ સુપરસ્ટાર સૈફ અલી ખાન નો જન્મ દિવસ હતો. પટૌદી ખાનદાન ના 10 માં નવાબ સૈફ અલી ખાને પોતાનો 48 મોં બર્થ ડે મનાવ્યો હતો. જણાવી દઈએ કે સૈફ અલી ખાનની પાસે ભોપાલમાં પટૌદી ખાનદાનની 5000 કરોડની સંપત્તિ છે. તો એક રીતે જોવા જઈએ તો તૈમુર અલી ખાન આ ખાનદાન ના નાના નવાબ હોવાની સાથે આ સંપત્તિ ના વારિસ થયા.પણ અમુક કારણને લીધે આવું ન થઇ શક્યું. કેમ કે પટૌદી પ્રોપર્ટી હાલના સમયે ખુબ જ વિવાદોમાં છે. એવામાં સૈફ તૈમુર ને પોતાની પ્રોપર્ટીનો વારસદાર ન બનાવી શકે. સરકારે એનિમી પ્રોપર્ટી પ્રોટેક્શન એન્ડ રજીસ્ટ્રેશન એક્ટ સંશોધન કર્યું હતું. એવામાં સૈફ અલી ખાનની આ જમીન એનિમી પ્રોપર્ટી ના અંતર્ગત આવે છે.
એક્ટના આધારે જો કોઈ એનિમી પ્રોપટી પર પોતાના દીકરા ને વારસદાર હોવાનો દાવો કરે છે, તો એવામાં તેને હાઇકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટનો મુકદ્દમો કરવો પડે છે. આવી સ્થિત માં સીધી રીતે સૈફ તૈમુરને વારસદાર ન બનાવી શકે.

પ્રોપર્ટીની કહાની અહીંથી શરૂ થઇ:ભોપાલના છેલ્લા નવાબ સૈફ ના પરદાદા હમીદુલ્લા ખાનની પુરી ચલ-અચલ પ્રોપર્ટી શત્રુ સંપત્તિ કાનૂનની જાળમાં છે. સરકારે એનિમી પ્રોપર્ટી પ્રોટેક્શન એન્ડ રજીસ્ટ્રેશન એક્ટ માં અમેન્ડમેન્ટ માટે 5 મી વાર ઓર્ડિનેન્સ રિલીઝ કરવાના પ્રપોઝલ ને બુધવારે મંજુરી આપી દીધી છે. આ ઓર્ડિનેન્સ હવે પ્રેસિડેન્ટ ની પાસે તેની સંમત્તિ માટે મોકલવામાં આવશે. ભોપાલમાં સૈફની કુલ પ્રોપર્ટી 5000 કરોડ રૂપિયા બતાવામાં આવી રહી છે. હરિયાણા અને દેશના બીજા હિસ્સાઓમાં પણ તેની કરોડોની પ્રોપર્ટી છે.આ છે કારણ:

સૈફ જાણીતી અભિનેત્રી શર્મિલા ટૈગોર અને પૂર્વ ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડી ના દીકરા છે. સૈફ નો જન્મ દિલ્લીમાં 16 ઓગસ્ટ 1970 ના રોજ થયો હતો. સૈફ ની દાદી એટલે કે મંસૂર અલી ખાન પટૌદી ની માં સાજિદા સુલતાન ભોપાલ ના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનની દીકરી હતા.હમીદુલ્લા ખાન પછી તેનાથી નાની એ ભોપાલ રિયાસત પોતાના હાથમાં લઇ લીધી. કેમકે કહેવામાં આવે છે કે નવાબ હમીદુલ્લાહ ની મોટી દીકરી આબિદા સુલતાન ભાગલા થયા પછી પાકિસ્તાન ચાલી ગઈ હતી. સાજિદાના નિધન પર ભોપાલ રિયાસત ની કમાન તેના દીકરા એટલે કે મંસૂર અલી ખાન પટૌદી ને સોંપી દેવામાં આવી.
જેના ચાલતા સૈફ અલી ખાન આ શાહી સંપત્તિ ના હકદાર છે. તો એવામાં સ્વાભાવિક છે કે સૈફ ના દીકરા તૈમુર પણ આ હિસ્સા ના વારસદાર છે. પણ સૈફ આ પ્રોપર્ટી નો એક ટુકડો પણ લઇ ન શકે.સૈફ અલી ખાને પોતાનાથી 13 વર્ષ મોટી અકેટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા પણ 12 વર્ષ પછી બંનેનો તલાક થઇ ગયો હતો. અમૃતા અને સૈફ ના બે બાળકો પણ છે સારા અને ઈબ્રાહીમ. અમુક વર્ષ પછી સૈફે કરીના સાથે લગ્ન કરી લીધા અને હવે તેઓનો લાડકો દીકરો તૈમુર અલી ખાન છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here