દીકરાની અંતિમયાત્રા સમયે બાપે વગાડ્યા બેન્ડ વાજા ને દીકરીએ આપ્યો અગ્નિ સંસ્કાર, કારણ છે ચોકાવનારું !!!

0

અંતિમ યાત્રામાં વગાડવામાં આવ્યા બેન્ડવાજા :

સાચું જ કહેવામા આવ્યું છે કે જીવનમાં મૃત્યુનો કોઈ ભરોશો નહી. કેમકે એ ગમે ત્યારે ને ગમે તે સમયે આવી શકે છે. આજે જે વ્યક્તિ હસી રહ્યો છે રમી રહ્યો છે, કોને ખબર કે આગળની ક્ષણમાં જ એનું પ્રાણ પંખેરૂ ઊડી પણ જાય. આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિને એક ના એક દિવસ તો જરૂર આ દુનિયાને વિદાય આપી ને જવું જ પડે છે. મોટા ભાગના લોકોને એમના મૃત્યુ પછી એમના કામના કારણે જ યાદ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિની અંતિમ યાત્રા નીકળે છે તો શોક સાથે જ કાઢવામાં આવે છે. જ્યારે અમુક અંતિમ યાત્રા લગ્નની જાનની જેમ કાઢવામાં આવે છે.

દીકરીઓએ આપ્યો અગ્નિસંસ્કાર :
હાલ માં જ એક આશ્ચર્ય કારક ઘટના જોવા મળી છે. જી હા ગુજરાતનાં બરોડામાં હાર્ટ અટેકથી મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમ યાત્રા ખૂબ જ ધામધૂમ પૂર્વક નીકળી હતી. બેન્ડ વાળા ને બોલાવવામાં આવ્યા હતા ને રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન સાથે આતીશબાજી કરતાં કરતાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ લગ્નમાં જેમ જાણ જાય છે એવી જ રીતે વિડીયો શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ અંતિમ વિધીનો કાર્યક્રમ પૂરા 40 મિનિટ સુધી ચાલ્યો હતો. કરોડિયા ગામમાં રહેનાર 39 વર્ષીય ભરત પરમારની દીકરીઓએ આપ્યા હતા અગ્નિસંસ્કાર.
મળેલ જાણકારી મુજબ, 3 માર્ચના રોજ તેમનુ મૃત્યુ થયું હરું, પોતાનાજુવાન દીકરાનું આમ અસમય મૃત્યુ થવાના કારણે ભરતના પિતાએ તેના અંતિમ સંસ્કાર કરતી વખતે જણાવ્યુ હતું કે, આખું જીવન તેને તેના પરિવાર માટે કશુક કરવામાં જ પસાર કરી દીધું છે. અને પોતાની જાતને કુરબાન કરી દીધી. એક જ દિવસમાં એ 10 થી 11 ઓર્ડર પીઆર કામ કરતો હતો. તેને નાની ઉંમરમાં ખૂબ જ નામ અને પૈસા કમાયા છે. પોતાના પરિવારને સુખી બનાવનાર ભરત આજે અમારા બધાથી દૂર ચાલ્યો ગયો છે. પરંતુ તેને જે પરિવાર માટે કર્યું તેનાથી અમને ગર્વ છે.

મારી ઊંટ પર સવાર નીકળી હતી જાન :

ભરતના પિતાએ જણાવ્યુ હતું કે , આ કારણે જ મે મારા દીકરાના અંતિમ સંસ્કાર બેન્ડ વાજા સાથે કાઢ્યા હતા. આવું કરવાથી મે સમાજને નવા વિચાર આપ્યા છે. ભરતની પત્ની અને દીકરીઓની અનુમતિ પછી જ મે આ કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભરતના પિતા ગોરધન ભાઈ વયો વૃદ્ધ છે. એમને એ પણ જણાવ્યુ કે શરૂઆત થી જ મને કશુક અલગ કરવાની પ્રેરણા મળતી રહે છે.

અમને કોઈને નથી એના ગયાનુ દુખ –
આવું કરવાવાળો આખા ગામમાં હું એકલો હતો ને મુંડન કરવામાં પણ બેન્ડ બોલાવવા વાળો હું એકલો જ હતો. અમે કુટુંબી સૌ મળીને 12 ભાઈના પરિવારમાં 72 લોકો છીએ. ભરતની દીકરીએ કહ્યું કે મારા પિતા મને હંમેશા દીકરી નહી પણ દીકરો જ માનતા હતા અને કહેતા કે તું મારી દીકરી નહી પણ દીકરો છે દીકરો. અમે ત્રાણ બહેનો છીએ, માતા પિતાજી અમને જોઈને હંમેશા હસતાં જ રહેતા. એમને ત્રણ ત્રણ દીકરીઓ હોવાનું ગર્વ હરું, એટલે જ અમે તેમના અંતિમ સંસ્કાર કર્યા છે.

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here