શું તમારી આજુબાજુ કોઈ નસકોરાં બોલાવે છે અને તમે હેરાન પરેશાન છો? તો આ ઉપાય કરો, ગેરંટી રિઝલ્ટ મળશે

0

જાણો નસકોરાં શું છે?
ઊંઘતા સમયે ગળાની પાછળનો ભાગ થોડો સાંકળો થયો જાય છે. એવામાં ઓક્સિજન જયારે સાંકળી જગ્યાએથી અંદર જાય છે ત્યારે તેની આસપાસના ટિશ્યુ વાઈબ્રેટ થાય છે. આ વાઈબ્રેશનથી થતા અવાજને નસકોરાં કહે છે. રાતે ઊંઘતા સમયે નસકોરાં બોલાવતી વ્યક્તિ એટલો મોટો અવાજ કાઢે છે કે તેમની આસપાસ ઊંઘવું પણ મુશ્કેલ થઇ જાય છે.

હલકાંમાં ન લો નસકોરાંને –
નસકોરાં બોલવા એટલે જેમાં વ્યક્તિ ઊંઘ્યાં પછી નાકથી મોટા અવાજ સાથે શ્વાસ લે છે અને છોડે છે. શું તમને પણ નસકોરાં બોલવાની સમસ્યા છે? શું તમે ક્યારેય નસકોરાં બોલવાની સમસ્યાને કારણે ડોક્ટર પાસે ગયા છો? નહિ. મોટાભાગના લોકો નસકોરાં બોલવાની સમસ્યાને એક સાધારણ પ્રક્રિયા સમજીને ટાળે છે, પરંતુ નસકોરાં બોલવા એ સ્લીપિંગ ડિસઓર્ડરનો ભાગ પણ હોઈ શકે છે. એટલા માટે નસકોરાં બોલવાથી બચવાનો ઉપાય કરવો જોઈએ.

નસકોરાં આવતા રોકવા માટે ઉપાય
નસકોરાં બોલવાના ઘણા કારણો હોઈ શકે જેમકે એલર્જી, નાકનું સૂઝવું, જીભ જાડી હોવી, વધુ ધૂમ્રપાન કરવું, દારૂ અથવા નશીલી દવાઓનું સેવન, અથવા તો રાતે વધુ જમવું વગેરે. તો ચાલો નસકોરાં આવતા રોકવા માટેના ઉપાયો જાણીયે.

મન શાંત રાખો
જેમને રાતે ઊંઘવાના સમયે નસકોરાં બોલતા હોય તેઓએ નસકોરાંથી બચવા માટે રાતે ઊંઘતા સમયે મનને શાંત અને બહારના વિચારોથી મુક્ત રાખીને ઊંઘવું જોઈએ.

વજન ઓછું કરો
મોટા ભાગના સ્થૂળ લોકો નસકોરાં બોલવાની સમસ્યાના શિકાર હોય છે. ગળાની આસપાસ વધુ ચરબી યુક્ત કોશિકાઓ જમા થવાથી ગળામાં સંકળાશ આવી જાય છે અને નસકોરાંનો અવાજ આવે છે. તો તમે નસકોરાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો વજન ઉતારવાના ઉપાય કરો.

પડખું ફરીને ઊંઘો
સીધા ઊંઘવું એક રીતે આદર્શ રીત છે પરંતુ આ રીતે ઊંઘવાથી નસકોરાં બોલવાની આશંકા વધી જાય છે. ત્યારે જો તમે પડખું ફરીને ઊંઘશો તો નસકોરાં બોલવાની આશંકા ઘટી જશે.

ધુમ્રપાન ન કરો
ધુમ્રપાન કરનારાઓને નસકોરાં બોલવાની સમસ્યા થવાની સંભાવના છે. ધૂમ્રપાન શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં સમસ્યાઓ ઉભી કરે છે અને જેનાથી નાક અને ગળામાંથી હવા પસાર થતી અટકી જાય છે. તેથી જો તમને નસકોરાં બોલવાની સમસ્યા હોય તો ધુમ્રપાન છોડો.

ઊંઘની ગોળીઓથી બચો
ઊંઘની ગોળીઓ સ્નાયુઓ પર પ્રતિકૂળ અસર કરે છે. જો તમે દારૂ, સૂવાની ગોળીઓ અથવા ઊંઘ માટે અન્ય દવાઓનો ઉપયોગ કરો છો, તો તમારે તેને બંધ કરવી જોઈએ. કારણ કે આ પણ નસકોરાં બોલવાનું કારણ બને છે.

ઊંઘવાનો સમય
નિયમિતપણે એક જ સમયે ઊંઘો. ઊંઘતી વખતે તમારા શરીરને સંપૂર્ણ આરામ આપો, ધ્યાનમાં રાખો કે કોઈ પણ અંગ ઉપર કોઈ પ્રકારનો ભાર ન પડે.

કસરત કરો
જે રીતે શારીરિક કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે. એ જ રીતે, નસકોરાં બોલતા બંધ કરવા માટે ગળાની માંસપેશીઓની કસરત કરવી જોઈએ છે.

માથું ઊંચું કરીને ઊંઘો
જો તમને નસકોરાં બોલવાની સમસ્યા તો ઊંઘતી વખતે માથું થોડું ઊંચું કરીને ઊંઘવું જોઈએ. આમ કરવાથી નસકોરાં બોલવાની સમસ્યાને ટાળી શકાય છે.

શરીરને સંપૂર્ણ આરામ
ઊંઘતી વખતે તમારા શરીરને સંપૂર્ણ આરામ આપો, ધ્યાનમાં રાખો કે કોઈ પણ અંગ ઉપર કોઈ ભાર ન આવે.

ખોરાકની માત્રા ઘટાડો
રાતે ઊંઘતા પહેલા બધું ખાઈને ઊંઘવાથી પણ નસકોરાં બોલે છે. તેથી રાત્રિનું ભોજન પહેલા કરતા ઓછું કરવાથી, અને સમયસર સુઈ જવાથી પણ નસકોરાં બોલવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here