ડાયેટ નહી, આ કામને કરવાથી તમારું વજન સડસડાટ ઓછું થઇ જાશે, જાણો શું છે ટિપ્સ…

0

જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો હવે તમારે ટેંશન લેવાની કોઈ જ જરૂર નથી. કેમ કે આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ, જેને અપનાવાથી તમારી આ સમસ્યા ધીમે-ધીમે દૂર થઇ જશે. આજકાલ હર કોઈ મોટાપાને લઈને પરેશાન છે, એવામાં તમારે હવે ડાયટિંગ પર રહેવની જરૂર નથી, કેમ કે તેનાથી તમારી આ સમસ્યા ખતમ નહીં થાય.લાઈફસ્ટાઈલને લીધે મોટાપો વધતો જઈ હ્યો છે તો તમારે તમારી લાઈફ સ્ટાઇલને બદલવાની જરૂર છે. કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી તમારી આ સમસ્યા વધી જાશે, જેને લીધે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમુક લોકો તો વજન ઓછું કરવા માટે કલાકો સુધી જિમમાં સમય વિતાવે છે.પણ જિમ જવા પર પણ તમારી આ સમસ્યા દૂર નથી થઇ.

કલાકો સુધી ઓફિસમાં બેસવાની જગ્યાએ તમારે થોડો રેસ્ટ લેવાની પણ જરૂર છે, નહીં તો પરિણામ તમને મોટાપાના રૂપમાં મળી શકે છે. જેનાથી તમને સૌથી વધુ નફરત રહે છે. પહેલા એક ઉંમર પછી આ સમસ્યા જોવા મળતી હતી, પણ હવે આ સમસ્યા દરેક ઉંમરમાં જોવા મળે છે. યુવાઓ પણ તેનો શિકાર બની જાય છે, તો સાથે જ બાળકોને પણ તેનું શિકાર થવું પડે છે. તેનું કારણ એ છે કે આજકાલ શારીરિક શ્રમ ઓછું થઇ ગયું છે, તેની જગ્યા કોમ્પ્યુટર અને સ્માર્ટફોને લઇ લીધી છે, એવામાં તેની સીધી જ અસર બોડી પર થઇ શકે છે.
મોટાપો ઓછો કરવા માટેનો રામબાણ ઈલાજ:આજે અમે એક શોધ વિશે વાત કરી રહ્યા છીએ, જેના અનુસાર મોટાપાજલ્દી જ ગાયબ થઇ શકે છે, બસ તેના માટે તમારે નાનું એવું કામ કરવાનું રહેશે. જણાવી દઈએ કે આ શોધના આધારે જે લોકો 6 કલાક ઉભા રહીને કામ કરે છે, તેનું વજન જલ્દી જ ઓછું થઇ જાય છે કેમ કે તેઓને ઉભા રહેવામાં સૌથી વધુ કેલેરી ખર્ચ થતી હોય છે. એવામાં તમારે એ કોશિશ કરવી જોઈએ કે વધુ માં વધુ ઉભા રહીને કામ કરવામાં આવે. સાથે જ તમાટે લિફ્ટ નહીં પણ સીડીઓનો ઉપીયોગ વધુ કરવો જોઈએ.જો તમે કલાકો સુધી જિમમાં પસીનો વહાવો છો પણ કઈ જ પરિણામ હાંસિલ નથી થાતું તો તમારે ઉભા રહીને દરેક કામ કરવા જોઈએ. જણાવી દઈએ કે જો તમારી પાસે સમય નથી તો તમારે દરેક કલાક પાંચ મિનિટની વોક તેજીમાં કરવી જોઈએ, જેનાથી તમને ઘણો ફાયદો મળશે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે જો 65 કિલો નો વયસ્ક બેસવાની જગ્યાએ ઉભા રહીને કામ કરે છે તો વજન જલ્દી જ ઓછું થવા લાગે છે. શોધ એ પણ કહે છે કે જો તમે લાંબા સમય સુધી ઉભા નથી રહી શકતા તો તમારે થોડી થોડી વારે ઉભું થઇ જાવું જોઈએ, તેનાથી 54 ફિસદી કેલેરી ઓછી થઇ જાય છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here