ડીઝલ થી નહીં પણ હવા થી ચાલે છે એન્જીન, 2 અભણ મિત્રોએ 11 વર્ષ ની મહેનત એ કર્યું તૈયાર – વાંચો આર્ટિકલ

0

ગાડીઓના ટાયરમાં હવા ભરનારા બે અભણ મિત્રો એ કઈક નવું જ કરવાનું નક્કી કર્યું તો તેઓએ હવાથી ચાલતું એન્જીન જ બનાવી નાખ્યું. 80 ફૂટની ઊંડાઈ થી આ જ હવા ના એન્જીનથી પાણી ખેંચી શકાય છે. 11 વર્ષ મહેનત કર્યા પછી આખરે આ એન્જીન બનીને તૈયાર થયું છે. હવે તેઓ બાઇકને હવાથી ચલાવા માટેનો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે.

રાજસ્થાન ના ભરતપુર જિલ્લા માં રૂપવાસના ખેડિયા વિલ્લોજ ના રહેનારા અર્જુન કુશવાહ અને મિસ્ત્રી ત્રિલોકચંદ ગામમાં જ એક દુકાન પર મોટર ગાડીઓ ના ટાયરોમાં હવા ભરવાનું કામ કરતા હતા.લગભગ 11 વર્ષ પહેલા જૂનમાં એક દિવસ ટ્ર્કના ટાયરોમાં હવા ની જાંચ કરી રહ્યા હતા તો તેનું એન્જીન ખરાબ થઇ ગયું. તેને ઠીક કરવામાં માટે પૈસા ન હતા. એટલામાં જ એન્જીનના વાલ્વ ખુલી ગયા અને ટેન્કમાં ભરેલી હવા બહાર આવવા લાગી. એંજીનના પૈડા દબાવને લીધે ઉલ્ટા ચાલવા લાગ્યા. પછી અહીંથી જ બંને એ શરૂ કર્યો એન્જીન ચલાવવાનો આવિષ્કાર. વર્ષ 2014 માં તેઓ તેમાં સફળ પણ થઇ ગયા હતા અને આજે તેઓ આજ હવાના એન્જીનથી ખેતરોમાં સિંચાઈ કરે છે.

11 વર્ષમાં 3.50 લાખ રૂપિયા કર્યા ખર્ચ:ત્રિલોકીચંદે જણાવ્યું કે 11વર્ષથી તેઓ લગાતાર હવાના એન્જીન પર જ શોધ કરી રહ્યા હતા. અત્યાર સુધી ઘણું એવું શીખી ચુક્યા છે. તેને બનાવામાં 3.5 લાખ રૂપિયા સુધીનો સમાન લાવી ચુક્યા છે, હવે તેઓ બાઈક અને કાર ને હવા  થી ચાલતી યોજના બનાવી રહ્યા છે.

આવી 6 હોર્સ પાવનું એન્જીન :અર્જુને જણાવ્યું કે, ”ચામડા ના બે ભાગ(ફેફસા,હવા ગ્રહણ કરવા) બનાવ્યા, જેમાં એક 6 ફૂટ અને બીજું અઢી ફૂટનું. જેમાનું એક મોટું ફેફસું એન્જીનની ઉપર લગાવ્યું જયારે એંજીનના એક પૈડા ના ત્રણ પટ્ટા બીજા પૈડા આ પાંચ પટ્ટા લગાવીને એવી રીતે સેટ તૈયાર કર્યો કે તેના પર થોડો ધક્કો આવવા પર ભાર ને લીધે તે ફરતા રહે. જયારે એંજીનના પૈડાં થોડા પર ફરવા લાગે તો તે ફેફસામાં હવા આપે છે. તેનાથી નાના ફેફસામાં હવા પહોંચે અને ધીમે ધીમે સ્પીડ પકડવા લાગે છે. તેનાથી એન્જીન પાણી ખેંચે છે. બંધ કરવા માટે પૈડા ને ફરતા રોકે છે,તેઓ પૈડા માં લોખંડ ની રોડ ને ફસાવે છે અને એન્જીનને બંધ કરે છે”.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here