શું તમે બાળકોને ડાયપર પહેરાવો છો? તો એ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે….જાણી લો પુરી વાત નહીંતર પછતાશો

0

બાળકોને વારંવાર કપડા બદલાવાની સમસ્યાથી બચવા માટે આજકાલ ના મોડર્ન માતા-પિતા બાળકોને લાંબા સમય સુધી ડાયપર પહેરાવીને રાખે છે. પણ બાળકો ની નાજુક સ્કિન ને લીધે વધારે સમય સુધી ડાયપર પહેરાવી રાખવું ખતરનાક બની શકે છે. જયારે પણ તમે એકાદ કલાક માટે ઘરની બહાર જાવ છો, તેટલા સમય માટે બાળકો ને ડાયપર પહેરાવી શકાય છે પણ જો તમે બે કે ત્રણ કલાક સુધી બાળકોને ડાયપર પહેરાવી રાખો છો તો તેનાથી બાળકોને યુટીઆઇ એટલે કે યુરીનરી ટ્રેકટ ઇન્ફેક્શન અને અન્ય બીમારીઓ થઈ શકે છે.થઇ શકે છે ઇન્ફેક્શન અને રૈશીજ:
નાના બાળકોની પાચન ક્ષમતા ખુબ જ ઓછી હોય છે માટે તેઓ જલ્દી-જલદી બાથરૂમ અને લેટરીન કરે છે.જો તમેં તમારા બાળકોને લગાતાર 3 થી 4 કલાક સુધી ડાયપર પહેરાવી રાખો છો, તો ડાયપર બહારથી ભલે સુકાયેલું દેખાતું હોય પણ અંદર થી તે ભીનું હોય છે જેને લીધે બાળકોના અંગો માં ઇન્ફેક્શન થઇ શકે છે કે સાથળ ની આસપાસ રૈશીજ થઈ શકે છે. ઇન્ફેક્શન ના લીધે બાળકોને બાથરૂમ કરવાના સમયે બળતરા કે પીડા થવાની સમસ્યા થઇ શકે છે, એવામાં તેઓ લગાતાર રોતા રહે છે. આ સિવાય જો ડાયપર થોડું ટાઈટ હોય તો બાળકોને પગના દુઃખાવાની પણ સમસ્યા થઇ શકે છે.

ડાયપર ના ગ્રેન્યુલ્સ હોય છે ખતરનાક:
ડાયપર બનાવવા માટે એવા ગ્રેન્યુલ્સ નો પ્રયોગ કરવામાં આવે છે જે ભીનાશ ને શોષી લે છે અને તેને લોક કરી દે છે, પણ આ ગ્રેન્યુલ્સ હાનિકારક કેમિકલ્સ થી બનેલા હોય છે. ડાયપર નો બહારનો ભાગ રીફાઇન્ડ પ્લાસ્ટિક પોલીથીન થી બનેલો હોય છે, જેનાથી બાળકોની ગંદકી બહાર નથી આવી શકતી. જે ગંદકી ને બહાર આવવાથી તો રોકી લે છે પણ તેને લીધે બાળકોના અંગો ને હવા નથી પહોંચતી, માટે બાળકોને એવા કપડા પહેરાવવા જોઈએ જે ખુલ્લા અને ઢીલા હોય અને હવા પહોંચી શકે.ઉદ્દભવી શકે છે બેક્ટેરિયા:
ડાયપર માં વધારે સમય સુધી બાળકોની ગંદકી રોકાયેલી રહે છે માટે તેમાં તમામ પ્રકારના હાનિકારક બેક્ટેરિયા ઉદ્દભવે છે. આ બેક્ટેરિયા ઇન્ફેક્શન, ખંજવાળ અને રૈશીજ ફેલાવે છે અને સાથે જ બાળકોના સ્વાસ્થ્ય પર પણ નુકસાન પહોંચાડે છે, જેને લીધે બાળકોને ઉલ્ટી, શરદી, તાવ અને ઉંમરના આધારે ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.

ચીડિયા થઇ શકે છે બાળકો:

બાળકોને વધારે સમય સુધી ડાયપર પહેરાવવાથી અંદર થી જયારે તેનું ડાયપર ઠંડુ થઇ જાય છે તો તેઓને અસહજ અનુભવ થાય છે. આ અસહજતાને લીધે તેઓ લગાતાર રોતા રહે છે અને ચીડિયા બની જાય છે. એવામાં જો તેઓને લગાતાર આ ચિડિયાપણા ની આદત થઇ જાય તો તેઓનો સ્વભાવ પણ ચીડિયો બની જાય છે. જેને લીધે માતા-પિતાને પણ અનેક સમસ્યાઓ ઉઠાવવી પડી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here