ડાયાબિટીઝના દર્દી છો? તો ખાસ વાંચી લો ‘આ’, નહિં તો પસ્તાશો

સ્મોકિંગ અને ડાયાબિટીઝ બન્નેનું કોમ્બિનેશન ઘણું જ ઘાતક સાબિત થાય છે. આ બન્ને પ્રોબ્લેમ એકસાથે નસોની હેલ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આંકડાઓ મુજબ ડાયાબિટીઝનો દર્દી સ્મોકિંગ કરતો હોય તો તેના નાની ઉંમરમાં થતા મૃત્યુનું રિસ્ક બમણું થઈ જાય છે.


આમ, જો તમે પહેલાં સ્મોકિંગ કરતા હોવ કે તમાકુ ખાતા હોવ તો પણ એક વખત ડાયાબિટીઝના નિદાન પછી પહેલું કામ તમારે સ્મોકિંગ કે તમાકુ છોડવુ પડે. આ માટે પ્રોફેશનલ હેલ્પ લેવી પડે તો અચકાશો નહીં. આમ, જ્યારે તમને ડાયાબિટીઝ છે ત્યારે કાર્બોહાઇડ્રેટ્સની પસંદગી હંમેશાં યોગ્ય હોવી જરૂરી છે.

તમને જણાવી દઇએ કે, ડાયાબિટીઝના દર્દીઓ સમજ્યા-વિચાર્યા વગર ભાત કે રોટલી ખાવાનું છોડી દેતા હોય છે તો ઘણા એનાથી ઊલટું એ બાબતે ધ્યાન જ નથી આપતા અને બેફામ મેંદાની બેકરી-આઇટમ્સ ખાતા હોય છે. કાર્બ્સ એ શરીરની જરૂરિયાત છે. શરીરને એનર્જી એમાંથી જ મળે છે, પરંતુ મેંદા જેવા સિમ્પલ કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ચોક્કસ નુકસાન કરે છે. જ્યારે જુવાર, બાજરો, નાચણી જેવા કોમ્પ્લેક્સ કાર્બ્સ તમને મદદરૂપ થાય છે. રોટલીને શાક જ ફક્ત ખાઈએ એના કરતાં રોટલી, શાક-દાળ ખાઈએ તો એ કોમ્પ્લેક્સ કાર્બ્સ કહેવાશે. ખાસ કરીને અનાજ અને કઠોળ કે દાળનું મિશ્રણ કોમ્પ્લેક્સ કાર્બસ કહેવાય છે જે વ્યક્તિને ડાયાબિટીઝમાં મદદરૂપ બને છે એ જ પસંદ કરવા જોઈએ.

Source: Sandesh

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!