વધારે પડતું ગળ્યું ખાવાથી નહી, પરંતુ આ 4 કારણોથી થાય છે ડાયાબિટિશની સમસ્યા…જાણો એ કારણો !!!

0

આજકાલના જમાનામાં લોક ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યા છે. તેમને પોતાના માટે બિલકુલ સમય નથી. વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાન પાન વ્યક્તિને કેટલાય રોગોની ભેટ આપે છે. આ રોગોમાંથી ડાયાબિટીસની સમસ્યા તમને દરેક ઘરમાં જોવા જરૂર મળશે. મોટાભાગના લોકોનું એવું જ માનવું છે કે ગળ્યું ખાવાના કારણે ડાયાબિટીસ થાય છે. તમે આવું પણ સંભાળ્યું હશે કે ખાંડ ઓછી નાખજો ચા માં મને ડાયાબિટીસ છે. પરંતુ એકલું ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થવાની શકયાતા ખૂબ જ ઓછી છે. જો તમે આ ચાર કારણોથી ટેવાયેલા છો તો તમને પણ ડાયાબિટીસ થઈ શકે છે, તો આજે જ જાણી લો એ ચાર કારણોને.

જે લોકોનું નોર્મલ બ્લડ સુગર છે. તે જરૂર સ્વીટ ખાઈ શકે છે. સ્વીટ ખાવાથી ડાયાબિટીસને કોઈ સંબંધ નથી. મોટાભાગના ડાયાબિટીસના દર્દી સ્વીટ બિલકુલ નથી ખાતા ને કોઈ તો એવા પણ છે કે જેમને સ્વીટ બિલકુલ પસંદ નથી. તો પણ તેવા લોકો ડાયાબિટિસનો શિકાર બની ચૂક્યા છે. ખરેખર તો ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ ઇન્સ્યુલીનની ઉણપ જ હોય છે. સ્વીટ ખાવાનો કોઈ મતલબ નથી. ડોક્ટરની સલાહ લઈને તે જરૂરથી સ્વીટ ખાઈ શકે છે. સાથેસાથે જો તમે મીંઠું ખાવાનું પસંદ કરો છો તો સુગર ફ્રી વાળું પણ તમે ખાઈ શકો છો.
આમ જોઈએ તો ડાયાબિટિશ બે પ્રકારના હોય છે. એક ટાઈપ એ અને ટાઈપ ટૂ જ્યારે શરીરમાં ઇમ્યુન સિસ્ટમ ઇન્સ્યુલીન બનાવવાનું બંધ કરી દે છે. ત્યારે આ સમસ્યા ઉદભવે છે. તેને ડાયાબિટીસ એ ના નામથી ઓળખવામાં આવે છે, અને જેને ઇન્સ્યુલ્લીનની ખૂબ જરૂર પડે છે તેને ટાઈપ બી માનવમાં આવે છે.
આવો જાણીએ ડાયાબિટીસ થવાના કારણો :
જે વ્યક્તિ પૂરતી નીંદર નથી લેતા એ વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. ક્યારેય ક્યારેક ઓછી નીંદર લેવી એ વ્યાજબી છે. પરંતુ રોજ આવું થવું એ એક ગમ્મભીર બાબત છે. માટે જો તમે પણ આમાના એક વ્યક્તિ છો તો આજથી જ પૂરતી નીંદર લેવાનું શરૂ કરી દે જો.
મોટાપા એ ડાયાબિટીસને આમ્ન્ત્રે છે. વધારે પડતું જંક ફૂડનું સેવન અને વધારે પડતું વજન ડાયાબીટીસ થવાની શક્યતાને વધારે છે. જો તમે પણ બહારનું ખાવાના શોખીન હોય અને વજન વધારે હોય તો આજે જ ચેતી જજો ને જંક ડ=ફૂડ ખાવાનું બિલકુલ ઓછું કરજો ને વધતાં વજનને અટકાવજો. નહિતર તમે પણ ડાયાબિટીસના દર્દી બની શકો છો.
નિષ્ણાતોના માનવા મુજબ, વધારે તણાવમાં રહેવાથી વ્યક્તિનું સુગર વધી જાય છે. માટે જ જો કોઈ વ્યક્તિ વધારે તનાવમાં રહેશે તો તેને ડાયાબિટીસ થવાની શક્યતા વધી શકે છે.
જે વ્યક્તિઓ દિવસ ભર ઓફિસ પર બેસીને જ વર્ક કર્યા કરે છે ને વ્યાયામ બિલકુલ નથી કરતાં એવા લોકોને 80% ડાયાબિટિશ થવાની શક્યતા વધી જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here