ડાયાબિટીસ સાથે જોડાયેલી આ ૧૦ માન્યતાઓ અને હકીકતો છે ખૂબ જ ઉપયોગી.. ૧ મિનીટનો સમય લઈને આટલું જરૂર વાંચો

0

દરેક ડાયાબિટીસ વાળા દર્દીને ખબર હોવી જોઈએ આ 10 વાતો:

તેજી થી બદલાતી જીવનશૈલી માં તણાવ અને ડિપ્રેશન ના ચાલતા લોકો ઘણી બીમારી ના શિકાર થઈ જાય છે. તેમાંથી જ એક છે ડાયાબિટીસ. દિનપ્રતિદિન તેના દર્દીઓ ની સંખ્યા વધતી જ જઈ રહી છે. ફક્ત મોટા જ નહીં પરંતુ બાળકો માં પણ તેનો ખતરો બની રહે છે.ઘણા લોકો ને લાગે છે કે ડાયાબિટીસ ફક્ત ગળ્યું ખાવા થી થાય છે જ્યારે કોઈ લોકો એવું માને છે કે ડાયાબિટીસ વાળા વ્યક્તિ ક્યારેય પણ ગળ્યું ના ખાઈ શકે.

આવી જ રીતે બીજી ઘણી ધારણાઓ છે, જેને સત્ય મનાય છે. જો તમે પણ ડાયાબિટીસ થી જોડાયેલા સવાલો નો જવાબ જાણવા માંગો છો તો આ સ્ટોરી અંત સુધી જરૂર થી વાંચજો. અહીં તમને મળશે ડાયાબિટીસ થી જોડાયેલી 10 પ્રસિદ્ધ ધારણા અને તેની સચ્ચાઇ. જો જાણકારી કામની લાગે તો લાઈક તથા બીજા સાથે Share કરવાનું ના ભુલશો.
માન્યતા 1: બધી સુગર ફ્રી ચીજો કેલેરી ફ્રી હોઈ છે:
હકીકત: 
બધી સુગર ફ્રી પ્રોડક્ટસ કેલેરી ફ્રી નથી હોતી. સુગર ફ્રી બિસ્કિટ જેવી કોઈક વસ્તુઓ માં સ્ટાર્ચ ના રૂપ માં કાર્બોહાઇડ્રેટ હોઈ છે જે ખાવા થી લોહી માં ગ્લુકોઝનું સ્તર વધી શકે છે. તેથી કોઈ પણ સુગર ફ્રી પ્રોડક્ટ પર આંખ બંધ કરી ને વિશ્વાસ ન કરવો.

માન્યતા 2: ડાયાબિટીસ વાળા ક્યારેય ખાંડ ના ખાઈ શકે..
હકીકત: 
લોકો ને લાગે છે કે ડાયાબિટીસ વાળા માણસ ક્યારેય પણ ગળ્યું ના ખાઈ શકે, પરંતુ એવું નથી. ડાયાબિટીસ અને કાર્બોહાઇડ્રેટ પર સરખુ નિયંત્રણ રાખવામાં આવે તો ડોક્ટર ની સલાહ થી ક્યારેક ક્યારેક થોડી માત્રામાં ગળ્યું ખાઈ શકાઈ છે.

માન્યતા 3: કડવા અથવા તીખા સ્વાદ વાળી વસ્તુ ખાવા થી લોહી માં ગ્લુકોઝ નુ લેવલ ઓછુ થાય છે..
હકીકત: 
કારેલા અને આમળા જેવી કડવી અથવા તીખી વસ્તુ ખાવા પર તમારા લોહી માં ગ્લુકોઝનુ સ્તર ઓછુ નથી થતુ. લોહી માં ગ્લુકોઝનું સ્તર કાર્બોહાઇડ્રેટ ની માત્રા પર નિર્ભર કરે છે. કડવા અને તીખા ભોજન સાથે તેનો કોઈ સંબંધ નથી.

માન્યતા 4: હોલ ગ્રેન ચાવલ ઇરછો એટલા ખાઈ શકો છો..
હકીકત: 
હોલ ગ્રેન ચાવલ માં કાર્બોહાઇડ્રેટ ની માત્રા સામાન્ય ચાવલ ની બરાબર જ હોય છે. ફક્ત તેમાં ફાઇબર ખૂબ વધારે હોય છે. તેથી ડાયાબિટીસ વાળા વ્યક્તિ ને હોલ ગ્રેન ચાવલ ખાવા પહેલા ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ.

માન્યતા 5: કાર્બોહાઇડ્રેટ ના ખાવા માં આવે તો ગમે તેટલુ પ્રોટિન લઈ શકાય છે..
હકીકત: 
કોઈ પણ વસ્તુ નુ જરૂરિયાત થી વધારે સેવન કરવા પર તે નુકશાનકર્તા સાબિત થાય છે. કાર્બોહાઇડ્રેટ ની માત્રા ઓછી કરી દેવા માં આવે તો પણ પ્રોટીન વધારે ના લઈ શકાય. તમારે ડોક્ટર સાથે વાત કરી ને નક્કી કરવું જોઈએ કે તમારા માટે કેટલુ પ્રોટીન લેવુ હિતાવહ છે.

માન્યતા 6: યુરિન માં ગ્લુકોઝ આવાનુ બંધ થઈ જાય તો સુગર ની દવા બંધ કરી શકો છો..
હકીકત: 
યુરિન માં ગ્લુકોઝ ની માત્રા ઓછી અથવા બંધ થઈ જાય તો પણ સુગર ની દવા બંધ ના કરી શકાય. જો બ્લડ ગ્લુકોઝ ની માત્રા 100 મિલિગ્રામ થી ઓછી હોઈ તો જ થોડી દવા ઓછી કરી શકાય, પરંતુ તે માટે પણ ડૉક્ટર ની સલાહ લેવી આવશ્યક છે.

માન્યતા 7: ત્રણ-ચાર વર્ષ ના બાળક ને ડાયાબિટીસ નથી થતુ..
હકીકત: 
ઘણા લોકો નુ માનવુ છે કે 2 થી 4 વર્ષ ની ઉમર વાળા બાળકો ને ડાયાબિટીસ નથી થઈ શકતુ, પરંતુ એવુ નથી. બાળકો ને પણ ટાઈપ-વન ડાયાબિટીસ હોઈ શકે છે.

માન્યતા 8: ડાયાબિટીસ ના દર્દી બટાટા અને ફળ બિલકુલ જ ના ખાઇ શકે..
હકીકત: 
એવું નથી કે ડાયાબિટીસ ના દર્દી બટાટા અને ફળ બિલકુલ જ ના ખાઇ શકે. આ લોકો કોઈ પણ ફળ 100 થી 200 ગ્રામ પ્રતિદિન ખાઈ શકે છે. બસ એ વાત નુ ધ્યાન રાખવુ જોઈએ કે ફળ વધારે મીઠા ના હોય. ડૉક્ટર ની સલાહ થી બટાટા પણ ક્યારેક થોડી માત્રા માં ખાઈ શકો છો.

માન્યતા 9: વજન ઓછુ કરવા થી ડાયાબિટીસ ખત્મ થઈ જશે..
હકીકત: 
એવુ નથી કે વજન ઓછુ કરી લેવા થી ડાયાબિટીસ ખત્મ થઈ જાય છે. વજન મેન્ટેન રાખવા પર બ્લડપ્રેસર નિયંત્રિત રહે છે, પરંતુ ડાયાબિટીસ ખત્મ થવાની કોઈ ગેરંટી નથી હોતી.

માન્યતા 10: ફક્ત ગળ્યું ખાવા વાળા ને હોય છે ડાયાબિટીસ..
હકીકત: 
ડાયાબિટીસ વધારે મીઠુ ખાવા પર નહીં પરંતુ ઇન્સ્યુલિન ની માત્રા પર નિર્ભર કરે છે. ઇન્સ્યુલિન ની કમી અથવા ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ડાયાબિટીસ નુ મુખ્ય કારણ હોય છે. તેનો મતલબ એ નથી કે ડાયાબિટીસ થયા પછી પણ સુગર એટલી જ માત્રા માં ખાય શકાય છે. ડાયાબિટીસ ના દર્દી ને તેની સલાહ ડોક્ટર પાસે લેવી જોઈએ.

Author: કુલદીપ ટાંક (GujjuRocks Team)
જો જાણકારી કામની લાગે તો લાઈક તથા બીજા સાથે શેર કરવાનું ના ભુલશો કદાચ કોઈ વ્યક્તિને મદદરૂપ થશે..
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here