ડાયાબીટીસ સાથે જોડાયેલા આ 10 રસપ્રદ હકીકત છે ખુબ જ ઉપીયોગી…

0

દરેક ડાયાબીટીસનાં મરીજોને ખબર હોવી જોઈએ આ 10 વાતો.

તેજીમાં બદલી રહેલી જીવનશૈલીમાં તણાવ અને ડીપ્રેશનનાં ચાલતા લોકો ઘણી બીમારીઓનો શિકાર થઇ જાતા હોય છે. તેમાનું જ એક ડાયાબીટીસ પણ છે. દિન પ્રતિદિન તેના મરીજોની સંખ્યા વધતી જઈ રહી છે. માત્ર વડીલો જ નહિ પણ બાળકો પણ તેનો ખતરો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોને લાગે છે કે ડાયાબિટીસ માત્ર મીઠું ખાવાથી જ થાય છે જ્યારે અમુક લોકોનું માનવું છે કે ડાયાબીટીસનાં દર્દીઓ ક્યારેય મીઠું ખાઈ જ ન શકે.અહી અમે તમને ડાયાબીટીસ સાથે જોડાયેલા 10 પ્રચલિત હકીકત જણાવીશું.

1. દરેક શ્યુગર ફ્રી ચીજો કેલેરી ફ્રી હોય છે:દરેક શ્યુગર ફ્રી પ્રોડક્ટ કેલેરી ફ્રી નથી હોતા. શ્યુગર ફ્રી બિસ્કીટ જેવી અમુક ચીજોમાં સ્ટાર્ચનાં રૂપમાં કાર્બોહાઈડ્રેટ મોજુદ હોય છે જેને ખાવાથી બ્લડમાં ગ્લૂકોજનું સ્તર વધી શકે છે. માટે કોઈપણ શ્યુગર ફ્રી પ્રોડક્ટ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

2. ડાયાબીટીસનાં દર્દી ક્યારેય ખાંડ નથી ખાઈ શકતા:લોકોનું કહેવું છે કે ડાયાબીટીસવાળા વ્યક્તિ  ક્યારેય પણ મીઠું નથી ખાઈ શકતા, પણ એવું બિલકુલ પણ નથી. ડાયાબીટીસ અને કાર્બોહાઈડ્રેટ સારું નિયંત્રણ રાખવામાં આવે તો ડોક્ટરની સલાહથી ઘણીવાર ઓછી માત્રામાં મીઠું ખાઈ શકાય છે.

3. કડવા કે તીખા સ્વાદ વાળી ચીજો ખાવા પર બ્લડ ગ્લૂકોજનું લેવલ ઓછુ થઇ જાય છે:કારેલા અને આમળા જેવી કડવી ચીજો ખાવા પર તમારા બ્લડમાં ગ્લૂકોજનું સ્તર ઓછુ નથી થાતું. બ્લ્ડમાં ગ્લૂકોજનું સ્તર કાર્બોહાઈડ્રેટની માત્રા પર નિર્ભર કરે છે. કડવા કે તીખા ભોજનનો તેની સાથે કોઈ જ સંબંધ નથી.

4. હોલ ગ્રેન ચાવલ કોઈપણ માત્રામાં ખાઈ શકાય છે:હોલે ગ્રેન ચોખામાં કાર્બોહાઈડ્રેટની માત્રા સામાન્ય ચાવલના બરાબર જ હોય છે. બસ તેમાં ફાઈબર ખુબ વધુ હોય છે. માટે ડાયાબિટીસનાં દર્દીઓએ હોલ ગ્રેન ચાવલ ખાતા પહેલા ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

5.કાર્બોહાઈડ્રેટ ન ખાવમાં આવે તો કેટલું પણ પ્રોટીન લઇ શકાય છે:કોઈપણ ચીજની જરરુથી વધુ સેવન કરવા પર તે નુકસાનદાયક જ હોય છે. કાર્બોહાઈડ્રેટ ઓછુ પણ કરી દેવામાં આવે તો પ્રોટીન વધુ ન લઇ શકાય. તમારે ડોક્ટર સાથે વાત કરીને તે નક્કી કરવું જોઈએ કે કેટલી માત્રામાં પ્રોટીન લેવું યોગ્ય છે.

6. યુરીનમાં ગ્લુકોઝ આવવાનું બંધ થઇ જાય તો શ્યુગરની દવાઓ બંધ કરી શકાય છે:યુરીનમાં ગ્લુકોઝની માત્રા ઓછી કે બંધ થઇ જવા પર પણ શ્યુગરની દવાઓ બંધ ન કરી શકાય. જો બ્લડ ગ્લુકોઝની માત્રા 100 મીલીગ્રામથી ઓછી છે તો થોડી દવાઓ ઓછી કરી શકાય છે, પણ તેના માટે પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

7. ત્રણ-ચાર વર્ષના બાળકોને ડાયાબીટીસ નથી થાતી:ઘણા લોકોનું માનવું છે કે 2 થી 4 વર્ષના બાળકોને ડાયાબીટીસ ન થઇ શકે, પણ એવું નથી. બાળકોને પણ ટાઈપ-વન નું ડાયાબીટીસ થઇ શકે છે.

8. ડાયાબીટીસનાં દર્દીઓ ફળ અને બટેટા ન ખાઈ શકે:આ વાત એકદમ ખોટી છે. આવા લોકો કોઈપણ ફ્રુટ 100 થી 200 ગ્રામ પ્રતિદિન ખાઈ શકે છે. બસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ફ્રુટ વધુ પડતા મીઠા ન હોય. ડોક્ટરની સલાહથી બટેટા પણ થોડી-થોડી માત્રામાં ખાઈ શકાય છે.

9. વજન ઓછુ કરવા પર ડાયાબીટીસ ખત્મ થઇ જાશે:આ વાત એકદમ ગલત છે. વજન મેન્ટેન રાખવા પર બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે, પણ ડાયાબિટીસ ખત્મ થવાની કોઈ જ ગેરંટી નથી હોતી.

10. માત્ર ગળ્યું ખાનારાઓને જ થાય છે ડાયાબીટીસ:ડાયાબીટીસ વધુ મીઠું ખાવા પર નહિ પણ ઇન્સ્યુલીનની માત્રા પર નિર્ભર કરે છે. ઇન્સ્યુલીનની ખામી કે ઈન્સ્યુલીન રેજીસ્ટેન્સ ડાયાબીટીસનું મુખ્ય કારણ હોય છે. તેનો એ મતલબ નથી કે ડાયાબીટીસ થયા બાદ પણ શ્યુગર તેટલી જ માત્રામાં ખાઈ શકાય છે. તેના માટે ડોક્ટરની સલાહ લેવી ખુબ જ જરૂરી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here