ધોનીની પાસે છે આ 9 એકદમ સુંદર પાવરફુલ બાઈક્સનું કલેક્શન, કિંમત જાણીને ચોંકી જાશો…

0

ટીમ ઇન્ડીયાના પૂર્વ કપ્તાન એમ એસ ધોની પોતાના હેલીકોપ્ટર શોટ માટે જાણીતા છે, સાથે જ બાઈક્સના પ્રતિ તેની દીવાનગી કોઇથી છુપાયેલી નથી. ધોનીના રાંચી સ્થિત ઘરમાં એક થી એક ચડીયાતી બાઈક્સ પડેલી છે, જેનો ઉપયોગ તે શહેરમાં રહેવા દરમિયાન કરે છે. ધોનીની પાસે બાઈક્સનું ભરપુર કલેક્શન છે, જેમાં એક થી એક મોટરબાઈક્સ છે. તે કહેવાથી તો બાઈક્સ છે અન તેની કિંમત કોઈ લગ્ઝરી કારથી કમ નથી.

1. આ છે ધોનીની પહેલી બાઈક, રાજદૂત.

આ રાજદૂતને જોઇને ધોનીની બાઈક પ્રતિ દિવાનગીનો અંદાજો તમે ખુદ લગાવી શકો છો. જયારે ધોની ક્રિકેટની દુનિયામાં સંઘર્સ કરી રહ્યા હતા, ત્યારે તે આ બાઈકનો ઉપયોગ કરી રહ્યા હતા. તેને ધોનીનો પહેલો પ્રેમ પણ કહી શકો છો.
2. યામહા RX 100.

આ બાઈક નિશ્ચિત રૂપથી ધોની માટે ખાસ છે. આ મોટર બાઈક ભલે ભારતીય બજારમાં ખુબ સારી નથી ચાલી, છતાં પણ ધોનીએ તેને પોતાની પાસે જ રાખી હતી.

3. યામહા થનડરકૈટ.

આ પહેલી સ્પોર્ટ્સ બાઈક છે, જેને ધોનીએ ખરીદી હતી. 600cc ની આ બાઈક ભારતમાં ક્યારેય પણ વેંચાણ માટે આવી ન હતી, માટે ધોનીએ આ બાઈકને સીધીજ જાપાનથી મંગાવી હતી.

4. કાવાસાકી ZX14R નીન્જા.

આ બાઈકને દુનિયાની સૌથું બેહતરીન બાઈક માની એક ગણવામાં આવે છે.

5. કાવાસાકી H2R.

આ બાઈક લગભગ 2.4 સેકંડમાં જ 0-100 કિમીની રફતાર પકડી શકે છે. આ રસ્તા પર સૌથી ફાસ્ટ દોડનારી બાઈક માનવામાં આવે છે. ધોનીની પાસે તેના બે સંસ્કરણ છે. આ બાઈકની કિંમત 29 લાખ રૂપિયા છે.

6. નોર્ટન જુબિલી 250.

આગળના દિવસોમાં ધોનીએ ઇનસ્ટાગ્રામ પર તેની તસ્વીર શેઈર કરી હતી. આ વિન્ટેજ બાઈક ધોનીના પરિવારની એક નવી સદસ્ય છે.

7. હાર્લે ડેવીડસન ફૈટ બ્વાય.

નીલા રંગની આ મશીન પણ ધોનીના ગેરેજની શોભા વધારી રહી છે. આ બાઈકની કિંમત ભારતમાં 15.5 લાખ રૂપિયાથી શરુ થાય છે.

8. કોન્ફેડરેટ X132 હેલકૈટ.

આ બાઈક કોઈને પણ પોતાના તરફ આકર્ષિત કરી શકે છે. આ બાઈક 2200cc  V-Twin એન્જીનની સાથે આવે છે.ખાસ વાત એ છે કે તે લીમીટેડ એડીશન બાઈક છે.

9. BSA ગોલ્ડસ્ટાર.

આ બ્રિટીશ બાઈક છે. જેમાં 500cc સિંગલ સીલીન્ડર ફોર સ્ટ્રોક એન્જીન લાગેલું છે. જયારે અમે આ ખબર લખી રહ્યા છીએ ત્યારે ધોની જરૂર પોતાના બાઈકના કલેક્શનમાં કઈક નવીનતા લાવવા માટે જરૂર વિચાર કરશે. જે બાઈકના પ્રતિ ધોનીનો પ્રેમ જ છે, કે માર્કેટની દરેક ખાસ પ્રકારની બાઈક તેની પાસે મળે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.