ધોનીના મોટા ભાઈએ પ્રથમ વખત કર્યો ખુલાસો, ફિલ્મમાં કેમ નથી મારો રોલ

ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે

મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ રીલીઝ થઈ ગઈ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. એક બે દવિસમાં જ આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. આ ફિલ્મમાં ધોનીના બાળપણથી લઈને વર્લ્ડકપ-2015માં ચેમ્પિયન બનવા સુધીની સફર બતાવવામાં આવી છે. જોકે આ ફિલ્મમાં ધોનીના મોટા ભાઈ નરેન્દ્રસિંહ ધોનીનો ક્યાંય ઉલ્લેખ નથી. આ વિશે એક ઇન્ટરવ્યૂમાં ધોનીના ભાઈએ ખુલાસો કર્યો છે કે ફિલ્મમાં તેનો કેમ રોલ નથી.

ફિલ્મમાં રોલ ન હોવા બદલ શું બોલ્યો ધોનીનો મોટો ભાઈ:

ફિલ્મમાં તેમનો રોલ કેમ નથી તેવા સવાલના જવાબમાં નરેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે, ‘ફિલ્મમાં કોને લેવા કોન નહીં તેનો નિર્ણય પ્રોડ્યુસર કરે છે, એમાં હું કાંઈ કરી શકું નહીં.’ નરેન્દ્રએ કહ્યું હતું કે, ‘મે હજુ સુધી ફિલ્મ જોઈ નથી પણ અન્ય દર્શકોની જેમ હું ફિલ્મ જોવા ઉત્સુક છું.’ ‘માહીના જીવનમાં મારું ખાસ યોગદાન નથી, તેથી આ જ કારણ હશે કે મને ફિલ્મમાં બતાવવામાં આવ્યો નથી.’  ‘માહીના બાળપણના દિવસો હોય કે તેના સંઘર્ષના દિવસો કે પછી દૂનિયા માટે એમએસડી બની ગયો હતો ત્યારે હું તેની સાથે ન હતો. આ ફિલ્મ માહી ઉપર બની છે અમારા રિવાર ઉપર નહીં.’ ‘જ્યારે માહીએ પ્રથમ વખત બેટ પકડ્યું ત્યારે હું અભ્યાસ માટે રાંચીથી બહાર ચાલ્યો ગયો હતો. માહીના જીવનમાં મારુ નૈતિક યોગદાન રહ્યું છે પણ તેને સ્ક્રિન ઉપર દર્શાવવું પ્રોડ્યુસર માટે મુશ્કેલ બની શકત.’  સ્કૂલના દિવસોમાં ધોનીને ક્રિકેટ રમતા જોયો છે તેવા સવાલના જવાબમાં નરેન્દ્રસિંહને કહ્યું હતું કે, હા મે તેને ક્રિકેટ રમતા જોયો છે. જ્યારે હું વેકેશનમાં ઘરે આવતો હતો ત્યારે મે તેને
મેચ જોઈ હતી. ધોનીએ સીનિયર ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને જેમાં એક ઓવરમાં 5 ફોર ફટકારી હતી. તે સમયે હું ત્યાં હાજર હતો. અંતમાં નરેન્દ્રએ કહ્યું હતું કે, અમારા વચ્ચેનો સંબંધ અન્ય ભાઈઓ જેવો જ છે અને અમને તેના ઉપર ગર્વ છે.

જાણો ધોનીના મોટા ભાઈ વિશે:

ધોનીનો ભાઈ નરેન્દ્ર સિંહ ધોની પોલિટિશિયન છે. જે ધોનીના હોમટાઉન રાંચીમાં રહે છે.  તે 2013થી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો છે, જેના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ છે.  સમાજવાદી પાર્ટી સાથે જોડાયા પહેલા નરેન્દ્ર ભાજપમાં હતો, જોકે મતભેદ થતા પાર્ટી છોડી હતી.  નરેન્દ્રનો જન્મ 22 ઓક્ટોબર, 1971ના રોજ થયો હતો અને તેણે 21 નવેમ્બરે, 2007ના રોજ લગ્ન કર્યા હતા.  તેને એક પુત્રી અને એક પુત્ર છે. શરૂઆતમાં તે ધોનીના સાથે રહેતો હતો પણ હવે અલગ રહે છે, તે શા માટે અલગ થયો તેનું કોઈ સ્પષ્ટ કારણ નથી.  નરેન્દ્ર સિંહ એમ એસ ધોનીની ઝાકમઝોળ લાઇફથી ઘણો દૂર છે.  ધોનીના ભાઈને રાંચીમાં મેચ હોય ત્યારે ટિકિટ માટે સામાન્ય માણસોની જેમ લાઇનમાં ઉભા રહેવું પડે છે.

ધોની સાથે તેનો મોટો ભાઈ નરેન્દ્ર સિંહ(જમણે).

એમએસ ધોનીનો મોટા ભાઈ નરેન્દ્ર સિંહ ધોની પત્ની સાથે.

પત્ની સાથે નરેન્દ્ર સિંહ ધોની.

બાળકોનો બર્થ ડે મનાવતો નરેન્દ્ર સિંહ ધોની.

એમએસ ધોનીનો ભત્રીજો અને ભત્રીજી.

પત્નીનો બર્થ ડે મનાવતો નરેન્દ્ર સિંહ.

નરેન્દ્ર સિંહ ધોનીની વાઇફ.

નરેન્દ્રનો જન્મ 22 ઓક્ટોબર, 1971ના રોજ થયો હતો અને તેણે 21 નવેમ્બરે, 2007ના રોજ લગ્ન કર્યા હતા.

નરેન્દ્ર સિંહ ધોની પોલિટિશિયન છે. તે સમાજવાદી પાર્ટી સાથે જોડાયો છે.

સમાજવાદી પાર્ટી સાથે જોડાયા પહેલા નરેન્દ્ર ભાજપમાં હતો, જોકે મતભેદ થતા પાર્ટી છોડી હતી.

શરૂઆતમાં તે ધોનીના સાથે રહેતો હતો પણ હવે અલગ રહે છે.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!