ધીરુભાઈ અંબાણી નાં આ 6 સફળ સુત્રો, તમે પણ અબજોપતિ બની જશો… જે કોઈને પણ પહોંચાડી શકે છે સફળતાના શિખર પર, જાણો વિગતે….

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે એટલી તરક્કી કરી છે તેના વિશે તો હર કોઈ જાણે જ છે. આજે આ કંપની નંબર વન પરની પોઝીશન પર છે, પણ કદાચ લોકો એ નહિ જાણતા હોય કે આ પોઝીશન પર આવવા માટે કેટલો લાંબો સફર કરવો પડ્યો હતો. કેમ કે તેની પાછળ કડી મહેનત પાછળનું એકમાત્ર ખાસ નામ રહ્યું છે, ‘ધીરુભાઈ અંબાણી’.

ધીરુભાઈ અંબાણીનો જન્મ ગુજરાતના જુનાગઢ જીલ્લામાં 28 ડીસેમ્બર 1932ના રોજ થયો હતો. એક સામાન્ય માણસની જેમ ધીરુભાઈની પણ ખ્વાહીશ હતી કે પોતાની પાસે પણ અન્ય લોકોની જેમ ગાડી,બંગલો હોય. હાઈ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ તેમેણે એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. બાદમાં તેને રીટેલ માર્કેટિંગમાં કામ કરવા માટે કહ્યું હતું. તેમાં તે એરિટ્રીયા, જીબોતી, સોમાલીલૈંડ, કેન્યા અને યુગાંડા સુધીનું કામ સંભાળતા હતા.

ધીરૂભાઈનાં સુપુત્ર મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમનો પરીવાર મુંબઈની એક ખોલી માં રહેતા હતા, એક રૂમમાં. બંને ભાઈ તે ગલીઓમાં રમેલા છે. 1967માં જયારે ધીરુભાઈએ કંપની ખોલી ત્યારે તેમની પાસે પુરતા પૈસા પણ ન હતા. ત્યારે તેમણે વીરેન શાહની મદદ માંગી હતી. વિરેનની મુકંદ આયરન એંડ સ્ટીલ કંપની હતી, પણ શાહે મદદ માટે નાં કરી દીધી હતી. કેમ કે તેને લાગતું હતું કે ધીરુભાઈનો આ પ્રોજેક્ટ ચાલી શકશે નહિ. પણ બાદમાં પોતાના બલ પર રિલાયન્સ કંપની ઉભી કરી હતી.

હાલમાં જ તેમના પુત્ર મુકેશ અંબાણી નેસકોસ લીડરશીપ ફોરમમાં શિરકત માટે પહોંચ્યા હતા. મુકેશે જે વાતોને કહી હતી તે કોઈ પણ સામાન્ય લોકો માટે સકસેસ મંત્ર થી કમ નથી. તે કહે છે કે ધીરુભાઈ દ્વારા કહેવામાં આવેલી વાતો એક શીખ ની જેમ જ છે. ચાલો તો જાણીએ ધીરુભાઈનાં કહેલા આ સકસેસ મંત્ર વિશે, કદાચ તમને પણ કામ લાગી જાય.

1. ‘જ્યારે પણ તમે કોઈ કામ શરુ કરો છો તેના પહેલા તમને તમારા લક્ષ્ય વિશેની જાણ હોવી જોઈએ. કેમ કે તમારું કોઈ લક્ષ્ય નથી તો તમે ક્યાય પણ પહોંચી નહિ શકો. લક્ષ્ય વગર જ આગળ વધવાથી કાઈ પણ હાંસિલ નથી થતું’.

2. ‘જ્યારે પણ તમારી સામે કોઈ સમસ્યા આવે છે તો માત્ર સમસ્યાનું સમાધાન લાવવું જ પુરતું નથી પણ, જરૂરી છે કે સમસ્યાનું સર્જન કેવી રીતે થયું. જેવો જ તમને સમસ્યાની જાણ થાય કે તરત જ તમારું સમાધાન કાઢી લો’.

3. ‘કોઈ પણ સમસ્યાના જડ સુધી પહોંચવું ખુબ જ જરૂરી છે. પછી તે જીવનમાં હોય કે પછી પ્રોફેશનલ લાઈફમાં હોય. સમસ્યાની જડ સુધી પહોંચીને જ તેનું સમાધન લાવી શકાય છે’.

4. ‘હર કોઈને પોતાના જીવનમાં નકામીયાબીઓનો સામનો તો કરવો જ પડતો હોય છે, પણ તમે તેનાથી ડરો નહિ પણ તેનો હિમ્મતથી સામનો કરો. જેથી સમસ્યાઓને ખત્મ કરી શકાય’.

5. ‘પોતાના કામ માટે હંમેશા પોઝીટીવ રહેવું જરૂરી છે. કેમ કે તમે પોતાના કામની શરૂઆત નેગેટીવ વિચારથી કરશો તો તમે કામયાબી સુધી પહોંચી નહી શકો. કામની શરૂઆત પોઝીટીવ હશે તો સફળતા પણ ચોક્કસ મળશે’.

6. ‘સફળતા માટે સૌથી મહત્વનું હોય છે, ‘એક સારી ટીમ’. દરેકને એક સારી ટીમ બનાવાની સાથે સારું કામ પણ કરવું ખુબ જરૂરી છે. મહેનતથી કામ કરવું સફળતા માટે ખુબ જરૂરી છે’.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!