ધીમે-ધીમે ધનનો નાશ કરી દરિદ્રતા લાવે છે આ 12 વર્જિત કામ, તમે ન કરતાં

સારા અને સુખી જીવન માટે શાસ્ત્રો મુજબ ઘણા એવા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. અહીં જાણો બ્રહ્મવૈવર્તપુરાણમાં જણાવવામાં આવેલા 12 કાર્યો જે સ્ત્રી અને પુરૂષોએ ક્યારેય ન કરવા જોઇએ. ભલે તે ધનકુબેર જ કેમ ના હોય, આ ન કરવા યોગ્ય કરવા કાર્યો કરવાથી તેઓ વિનાશ તરફ આગળ વધે છે તથા આવા લોકોએ પછી દરિદ્રતાનો પણ સામનો કરવો પડે છે.

1. આ તિથિમાં રાખવું ખાસ ધ્યાન:

હિંદુ પંચાંગ પ્રમાણે કોઈપણ મહિનાની અમાસ, પૂનમ, ચૌદશ અને આઠમ તિથિના દિવસે સ્ત્રીસંગ, તેલ માલીશ અને માંસાહારનું સેવન કરવું જોઈએ નહિ.

2. આ વસ્તુઓને જમીન પર ન રાખવી:

દીવો, શિવલિંગ, શાલીગ્રામ, મણી, દેવતાઓની મૂર્તિ, યજ્ઞોપવિતા, સોનું અને શંખને કોઇપણ સ્થાન પર રાખતા પહેલા નીચે કોઈ કપડું રાખવું જોઈએ.

3. પુરુષોએ ધ્યાનમાં રાખવી આ વાત:

બ્રમ્હવૈવર્તપુરાણ પ્રમાણે પુરુષોને પારકી સ્ત્રીને ખરાબ નજરે જોવી, ને માળ-મૂત્રને જોવું વિનાશ તરફ લઇ જનાર સાબિત થાય છે, સાથે જ દરિદ્રતા પણ લાવે છે.

4. સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવા જેવી ખાસ વાત:

બ્રમ્હવૈવર્તપુરાણ પ્રમાણે પતિ સામે અવાજ ઉંચો કરવો, આજ્ઞાનું પાલન ન કરવું, સન્માન ન કરવું, અને તેને દુઃખ પહોચાડવું વગેરે કાર્યો સ્ત્રીના પુણ્યમાં ઘટાડો કરે છે.

5. નક્કી કરેલ તિથી પર પૂરું કરવું દાનનું સંકલ્પ:

દાનમાં એક દિવસ મોડું થાય તો બમણું દાન આપવું. 1 મહિનો થાય તો 100 ગણું આપવું, 2 મહિના થાય તો દાન રાશી હજાર ગણી વધી જાય છે. માટે નક્કી કરેલા તિથીએ દાન કરી દેવું.

6. આવા લોકોથી હંમેશા દુર રહેવું:

ખરાબ ચરિત્ર વાળા લોકો સાથે એક સ્થાને સુવું, ખાન-પાન કરવું, ફરવા જવું વગેરે વર્જિત છે. કેમ કે, આવા વ્યક્તિઓના સંપર્કમાં આવતા જ ખરાબ વિચારો આપણી અંદર પ્રવેશવા લાગે છે.

7. દિવસ દરમિયાન ન કરવું સમાગમ:

દિવસે અને સવાર-સાંજ પુજાના સમયે સમાગમ કરવાથી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થતી નથી. જેનાથી પુણ્યોનો વિનાશ થાય છે અને સ્વાસ્થ્ય પણ બગડે છે.

8. સવારે ઉઠીને ધ્યાનમાં રાખવી આ વાત:

સ્ત્રી હોય કે પુરુષ, સવારે ઉઠતાજ ઇસ્ટદેવનું ધ્યાન ધરીને બન્ને હથેળીનાં દર્શન કરવા. તે પછી વધારે સમય માટે સુતા રહેવું નહિ. રાત્રે પહેરેલા વસ્ત્રોનો તરતજ ત્યાગ કરી દેવો.

9. રવિવારે ધ્યાનમાં રાખવી આ વાત:

રવિવારનાં દિવસે કાંસાના વાસણમાં ભોજન કરવું નહિ. આ દિવસે મસૂરની દાળ, આદુ તથા લાલ રંગની વસ્તુઓનો ભોજનમાં ઉપીયોગ કરવો નહિ.

10. સૂર્ય અને ચંદ્રને ક્યારેય અસ્ત થતા ન જોવો:

આ કામને અપશુકુન માનવામાં આવે છે. સાથે જ આંખના રોગ થવાની સમભાવના પણ રહે છે. ઉગતા સૂર્યને જોવો ફાયદાકારક રહે છે. માટેજ સવારે જલ્દી ઉઠવાની પરંપરા છે,

11. આ લોકોનો ક્યારેય અપમાન કે અનાદર કરવો નહી:

પિતા, માતા, પુત્ર, પુત્રી, પત્ની, ગુરુ, પતિ, અનાથ સ્ત્રી, બહેન, ભાઈ, દેવી-દેવતા, અને જ્ઞાની લોકોનો અનાદર ન કરવો. તેવું કરવાથી લક્ષ્મી નિરાશ થાય છે,

12. ઘરમાં પ્રવેશતી સમયે ધ્યાનમાં રાખવી આ વાત:

બ્રમ્હવૈવર્તપુરાણ પ્રમાણે ઘરમાં પ્રવેશતા પહેલા મુખ્ય દરવાજે બન્ને પગ પાણીથી ધોઈ લેવા. તે પછીજ ઘરમાં પ્રવેશ કરવો. તેનાથી સ્વચ્છતા અને પવિત્રતા બની રહે છે.

13. બ્રમ્હવૈવર્તપુરાણનો પરિચય:

આ વૈષ્ણપુરાણ છે. પુરાણના કેન્દ્રમાં ભગાવન શ્રીહરી ને શ્રીકૃષ્ણ છે. આ ગ્રંથ ચાર ખંડોમાં વિભાજીત થાય છે. પહેલો ખંડ બ્રમ્હ, બીજો પ્રકુતિ, ત્રીજો ગણપતિ અને ચોથો કૃષ્ણજન્મ ખંડ છે. આ પુરાણમાં શ્રેષ્ઠ જીવન માટે ઘણા સુત્રો ઉલ્લેખવામાં આવ્યા છે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!