ધર્મેન્દ્ર એ પોતાની ગર્ભવતી દીકરીને મોકલ્યા પોતાના ખેતરમાં, ધર્મેન્દ્રએ આપી જોરદાર ગિફ્ટ – ઈશા બોલી-”કોઈ આશીર્વાદ થી ઓછા નથી”…

0

બૉલીવુડ ના એક જમાનાના ફેમસ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિની ની મોટી દીકરી ઈશા દેઓલ બીજી વાર માં બનવા જઈ રહી છે. એવામાં દેઓલ પરિવાર તેનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે, આ વચ્ચે ધર્મેન્દ્ર એ પોતાની લાડલી દીકરી ઈશા ને પોતાના ખેતરના શાકભાજી મોકલ્યા, જેની તસ્વીર ઈશા એ પોતાના એકાઉન્ટ પર શેયર કરી છે. સાથે જ એક પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો છે કે,”પપ્પા એ પોતાના ખેતરમાંથી તાજા શાકભાજી મોકલ્યા છે, જેને હું ખાવા જઈ રહી છું. જે સીધા ખેતરમાંથી જ આવેલા છે, જે કોઈ આશીર્વાદ થી ઓછા નથી. એવામાં ખેતરના તાજા શાકભાજી થી બેસ્ટ બીજું આજના સમયમાં શું હોઈ શકે. પછી પપ્પા આ શાકભાજી મોકલે તો તેનાથી યાદગાર અને શાનદાર બીજું કંઈપણ નથી”. ઈશા દેઓલે જે તસ્વીર શેયર કરી છે તેમાં તેના હાથમાં ડુંગળી,રીંગણાં,મકાઈ નું ભુટ્ટો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
બૉલીવુડ થી દૂર ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યા છે ધર્મેન્દ્ર:ધર્મેન્દ્ર આગળના ઘણા સમયથી બૉલીવુડ થી દૂર પોતાના ફાર્મહાઉસમાં સમય વિતાવી રહ્યા છે. ધર્મેન્દ્ર મોટાભાગે પોતાના ફાર્મહાઉસ માં ખેતર માં કામ કરતા નજરમાં આવે છે. જેની તસ્વીર અને વિડીયો તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતા રહે છે. 83 વર્ષના ધર્મેન્દ્ર પંજાબ ના એક ખેડૂત પરિવાર થી છે અને તે આજે પણ પોતાની જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.
ઈશા દેઓલ પણ ભરત તખતાની સાથેના લગ્ન પછીથી જ બૉલીવુડ થી દૂર ચાલી ગઈ હતી. પણ જણાવી દઈએ કે તે ફરીથી અમુક સમયમાં કમબૈક કરી શકે તેમ છે. બીજી વાર માં બનવા જઈ રહેલી ઈશા ની એક દીકરી ‘રાધ્યા’ પણ છે.

જુઓ વિડીયો:

View this post on Instagram

 

“GO ORGANIC GROW ORGANIC “

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here