ધનુ રાશિમાં થયો બુધનો પ્રવેશ, કોને મળશે ફાયદો ને કોને થશે નુકશાન, જાણો રાશિ અનુસાર…

0

મોટાભાગના લોકોએ નવા વર્ષની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું ને જૂના વર્ષને કર્યું અલવિદા, સાથે સાથે દરેકની એક જ આશા હશે કે આવનાર વર્ષ તેમના માટે ખુશીયા લઈને આવે. પરંતુ શું તમે જાણો છો કે જીવનમાં આવતા બદલાવ ગ્રહ નક્ષત્રોના રાશિ પરિવર્તનને કારણે જ થાય છે. ગ્રહ અને નક્ષત્ર પરિવર્તનથી કોઈને શુભ ફળ મળે છે તો કોઈને તેનું અશુભ ફળ પણ મળે છે.

હાલમાં જોઈએ તો બુશ ગ્રહ પોતાની રાશિ ધનુ રાશિમાં પરીવર્તન કરી રહયી=ઑ છે, જેના કારણે ઘણી રાશી માટે આવનાર સમય શુભ સાબિત હશે તો અમુક રાશિ માટે આવનાર સમય થોડો ખેંચતાણ વાળો પણ રહેશે. તો ચાલો બુધનું ધનુ રાશિમાં પ્રરીબરમન થવાથી થતાં રાશિ પરિવર્તનો અને તેની અસર વિષે દરેક રાશિ અનુસાર.

આ રાશિઓનો સમય રહેશે એકદમ સારો :
વૃષભ રાશિના જાતકો માટે બુધનું ધનુ રાશિમાં પ્રવેશ થવાથી આવનાર સમય ખૂબ જ સારો આવવાનો છે અને સાથે સતહ વિચારીને કરેલાદરેક કાર્યમાં તમને લાભ મળશે. અટકેલાં કાર્યો પૂરા થશે ને પરિવારમાં વધે ખુશીનો માહોલ,
કર્ક રહીના જાતકો માટે બુધનું ધનુમાં રાશિમાં પ્રવેશ કરવો તે તમારા માટે શુભ સાબિત થશે. તમે તમારા શત્રુ પર વિજય મેળવશો ને તમારું ધ્યાન ધાર્મિક કાર્યમાં વધારે લાગશે. તેમજ પરિવારનો સાથ સહકાર મળશે ને નવા કામમાં લાભ થવાના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિના જાતકોને બુશના રાશિ પરિવર્તનથી ધન લાભ મળવાના યોગ બની રહ્યા છે ને સંપતિમાં પણ વધારો થશે. માતા પિતા સાથે સંબધો મધુર રહેશે ને સતહ સતહ કાર્યક્ષેત્રમાં પણ તમને લાભ મળવાના યોગ બની રહ્યા છે. તેમજ નવા વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે ને પ્રવાસ પર જશો.
વૃશ્ચિક રાશિના જાતકોને આ પરિવર્તનથી અચાનક જ ધન લાભ થશે ને તમે તમારી વાણીથી જ લાભ મેળવી શકવા સક્ષમ બનશો. તમારા કાર્યક્ષેત્રમાં તમને સારો લાભ મળશે. તેમજ માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિને સારો ફાયદો થશે. તેમજ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
કુંભ રાશિવાળા જાતકો માટે બુધના પરીવર્તનને કારણે આવનારો સમય ખૂબ જ સારો રહેવાનો છે. આ રાશિના જાતકોને વધારે સમય શુભ કાર્યોમાં મન વધારે લાગશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને સંતાન તરફથી સારા સમાચાર મળશે. વેપારમાં લાભ થશે અને સાથે સાથે જૂના રોકાણમાં પણ લાભ થશે.
મીન રાશિવાળા જાતકોને બુધનું આ ભ્રમણ ખૂબ જ સારો સમય તમારા માટે આવશે. શત્રુઑ ઓછા થશે અને સાથે સાથે વેપારમાં નફો થશે. સાથે સફળતા મળશે

અને આનંદમાં વધારો થશે. ધર પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો. પૈતૃક સંપતિ મળવાના ચાન્સ જણાઈ રહ્યા છે.

બાકીની રાશિઓનો સમય રહેશે ઠીકઠીક :
મેષ રાશિના જાતકોને બુધના પરીવર્તનને કારણે તમારે કાર્યક્ષેત્રમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડશે ને આર્થિક સંકડામણનો પણ અહેસાસ કરશો. વાદ વિવાદ પણ થઈ શકે છે ને તમારી યાત્રા પણ થશે અસફળ થઈ શકે છે. સાથે સાથે તમારે થોડીક ધીરજની પણ જરૂર છે.
મિથુન રાશિના જાતકોને બુધના પરીવર્તનથી પોતાના જીવનસાથી સાથે મતભેદ ને મનભેદ થવાની શકયતા જોવા મળી રહી છે. મિત્રો અને સગા સંબંધીઑ સાથે પણ અણબનાવ બની શકે છે. માટે જે કાઇ બોલો કે જે કાઇ કરો ટે થોડા સમય સમજી વિચારીને કરવું.
સિંહરાશિના જાતકો માટે આવનાર સમય થોડો સારો ને થોડો ખરાબ એવો મિક્સ રહેશે. માનસિક અસ્વસ્થતા અનુભવશો ને તમારા કરેલા કાર્યો વચ્ચે અધૂરા જ છોડવા પડશે. સાથે વાદ વિવાદનો યોગ બની રહ્યો છે ને માતાનો પ્રેમ વધારે મળશે.
તુલારાશિના જાતકોને બુધના આ પરિવર્તનના કારણે સામાજિક ચિંતાનો સામનો કરવો પડે છે. તમારું મન અશાંત રહેશે ને વિધ્યાર્થી વર્ગ મૂંજવણ અનુભવી શકે છે.
ધનુ રાશિના જાતકોને આ પરિવર્તનના કારણે ધન હાનિનો યોગ બની રહ્યો છે. તમારે તમારા વાણી, વર્તન અને વિવેકને નિયંત્રણમાં રાખવો ને તેમજ તમારા પરિવારજાણો સાથે વાદ વિવાદ વધવાની પણ શક્યતા છે જેના કારણે તમને હાનિ પહોંચાડવાના પણ સંકેત જોવા મળી રહ્યા છે.
મકર રાશિના જાતકો માટે આવનાર સમય ચિંતા લઈને આવવાનો છે. તમારે દુશ્મનોનો સામનો કરવો પડશે ને સાથે સાથે તમે આર્થિક સંકડામણ પણ અનુભશો ને પરિવારજનો સાથે પણ થોડો સમય સમજી વિચારીને જ રહેવું ને કોઈ નિર્ણય કરવો.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here