ધનતેરસના દિવસે કરી લો આ ઉપાય, ખૂલી જશે કિસ્મતના તાળાં ને થઈ જશે બધી જ તકલીફો દૂર …

0

દિવાળી નો તહેવાર આવી રહ્યો છે, જે હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. અને એને ખાસ રીતે ઉજવવામાં આવે છે. માટે દિવાળી તહેવારની તૈયારી પણ થોડા સમય પહેલા જ કરી દેવામાં આવે છે. આ તહેવાર ધન તેરસના દિવસથી શરૂ થાય છે. એક પ્રચલિત કથા અનુસાર આ દિવસે એટ્લે કે તેરસના દિવસે જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે અમ્રુતથી ભરેલો કળશ આ દિવસે જ સમુદ્રમાંથી નીકળ્યો હતો. એટ્લે આ દિવસે ધનવંતરીની પણ આરાધના કરવામાં આવે છે. અને આ દિવસને ધન્વંતરિના ત્યોહાર થી પણ મનાવવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જો વિધિવત પૂજન કરવામાં આવે તો ચોક્કસ ધાન, યશ ને સમૃદ્ધિ મળે છે.

ધનતેરસનો તહેવાર પણ મહત્વપૂર્ણ છે

 દિવાળીનો તહેવાર જેટલો મહત્વપૂર્ણ છે તેવું મહત્વ ધનતેરસનું પણ ધર્મના બધા તહેવારોમાં છે. તમારી માહિતી માટે અમે તમને જણાવીએ છીએ કે, દિવાળીથી માત્ર 2 દિવસ પહેલાં જ આ તહેવાર ઉજવાય છે. ધનતેરસને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે, અને કુબેરની પૂજા પણ કરવામાં આવે છે જેને સંપત્તિનો દેવ માનવામાં આવે છે, જે ખૂબ જ મહત્વનું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, ધનતેરસના દિવસે પદાર્થ દાગીના, વાહનો, કિંમતી પવસ્તુઓ ખરીદવી અને તેની પૂજા કરવી એને સમૃદ્ધિ ગણવામાં આવે છે. આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી ખૂબ જ ખુશ થાય છે ,

આજે, અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ધનતેરસ તમને ધ, ધાણી અને સમૃદ્ધિમાં પર્યાપ્ત કરી દેશે. અને તમારી બંધ કિસમતના તાળાં પણ ખૂલી જશે.

ધનતેરસના દિવસે કરો આ ઉપાય :

સૌ પ્રથમ, આ દિવસે ધનવંતરીની ઉપાસના કરો. ધનતેરસના દિવસે, સંપત્તિના દેવને કુબેર મહારાજની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કુબેર મહારાજના કોઈ પણ ફોટોની ખરીદી કરોને તેની પૂજા કરો. ઘરમાં પૈસાની કોઈ તંગી નહી રહે. .

દિવાળીની સફાઈ તો તમે કરી જ હશે. પરંતુ ધનતેરસના દિવસે સવારે ઊઠીને ઘરનો ખૂણે ખૂણો સાફ કરી નાખવો. ઇશાન ખૂણો અને પૂર્વ દિશા અને ઘરનો સૌથી મધ્ય ભાગ એટ્લે કે બ્રમહનું સ્થાન ની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે .

તમને એ પણ જણાવી દઈએ કે ઘરના મુખ્ય દરવાજા પર માતા લક્ષ્મીની ચરણપાદુકા મૂકવી જે શુભ માનવામાં આવે છે. ચરણપાદુકા લગાવતી વખતે એટલું ધ્યાન રખવાનું કે ચરણ પાદુકા ઘરની અંદર તરફ હોવા જોઈએ.

ધનતેરસને દિવસે નવી સાવરણીની ખરીદી કરવી એ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી સંપત્તિની દેવી લક્ષ્મી ખૂબ ખુશ થાય છે અને આ પ્રયોગ કરનાર ને ક્યારેય કોઈ અછત રહેતી નથી.

સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવી અને દુકાનોને ડેકોરેટ કરવી.

ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની તસવીની પણ ખરીદી કરીને ઘરમાં લાવી ને તેની પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે અને સંપત્તિની દેવી લક્ષ્મી હંમેશાં ખુશ રહે છે..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here