ધનના દેવતા કુબેરજીને પ્રસન્ન કરવા માંગો છો તો હંમેશા રાખો આ 5 વાતો યાદ, કમી નહિ થાય પૈસાની

0

જયારે પણ આપણે ધનની ઈચ્છા માટે કોઈપણ પ્રકારની પૂજા કે વિધિ કરવાની વાત આવે છે ત્યારે આપણે દરેક માતા લક્ષ્મીને પ્રસન્ન રાખવાના પ્રયત્ન કરતા હોઈએ છે. જો તમે પણ આવું જ કરતા હોવ તો આજે જે માહિતી અમે તમને જણાવવાના ચ એ તમારી માટે જ છે. જે પણ લોકો બહુ મહેનત કરતા હોય છે અને દેવી લક્ષ્મીની આરાધના પણ કરતા હોવા છતાં પણ ધાર્યું પરિણામ નથી મળતું કે પછી અમુક વ્યક્તિઓ પૈસા તો ઘણાબધા કમાતા હોય છે પણ તેઓ પૈસાની બચત નથી કરી શકતા. આવા લોકોએ હવેથી દેવી લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવી જોઇશે. ધનના દેવતા કુબેરને ભગવાન શિવના દ્વારપાલ કહેવામાં આવે છે. કુબેર દેવતા અને રાવણ એ બંને ઓરમાન ભાઈઓ છે. તેમના અમુક ગુણોના કારણે તેઓને કુબેર દેવતા બનાવવમાં આવ્યા હતા. જો તમે પણ ધનની ઈચ્છા રાખો છો તો તમારે પણ કુબેર દેવતાને પ્રસન્ન રાખવા માટેના પ્રયત્ન કરો. આજે અમે તમને પાંચ એવી વાતો જણાવીશું જે ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવા માટે તમારી મદદ કરશે.

તો આવો જાણી લો ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવા માટે કઈ પાંચ વાતો રાખશો ધ્યાનમાં.

આ મંત્રોના જાપ કરો :

જો તમે ધનની પ્રાપ્તિ કરવા માંગો છો તો તમારે ॐ श्रीं, ॐ ह्रीं श्रीं, ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नमः આ મંત્રોનો જાપ રોજ સવારે અને સાંજે કરવા જોઈએ. આના માટે તમે એક માળાની પણ મદદ લઇ શકો છો. જેથી દિવસમાં સવારે અને સાંજે ૧૦૮ વાર આ મંત્રોનો જાપ કરી શકો. જયારે પણ આ મંત્રોના જાપ પૂર્ણ થાય પછી એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમને જલ્દી થો જલ્દી ધનની પ્રાપ્તિ થશે અને અટકેલા પૈસા પણ પરત આવશે.

ભગવાન શિવજી સામે રાત્રે દીવો કરવો :

જો તમે ભગવાન શિવની સામે રાતના સમયે દીવો કરશો તો તેનાથી ધનના દેવતા કુબેર એ ખુશ થાય છે કારણકે ધનના દેવતા કુબેર પણ ભગવાન શિવની સામે રાતના સમયે દીવો કરતા હોય છે. આ જ કારણે તેઓ ધનના દેવતા બન્યા હતા અને માટે જ જયારે કોઈ વ્યક્તિ રાતના સમયે શિવજી સામે દીવો કરે છે તો તે વ્યક્તિ પર તેમની વિશેષ દ્રષ્ટિ રહે છે. માટે હવેથી રોજ રાત્રે ભગવાન શિવ પાસે દીવો કરવાનું ભૂલતા નહિ.

કુબેર દેવતાની મૂર્તિની સ્થાપના :

જો તમારા ઘરમાં કુબેર દેવની મૂર્તિ કે પછી ફોટો છે તો તે બહુ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં ધનની કમી છે કે પછી પૈસા ટકતા નથી તો તેવા વ્યક્તિએ પોતાના ઘરમાં કુબેર દેવની મૂર્તિ લાવીને સ્થાપિત કરવી જોઈએ. કુબેર દેવની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરવાથી તમને ઘણો લાભ થશે અને તેનો ફરક તમે જાતે જ જોઈ શકશો.

તમે તમારા ઘરમાં જ્યાં પૈસા રાખતા હોવ જેમકે કોઈ લોકર કે પછી તિજોરી તો તમારે તેવી જગ્યાએ પણ કુબેર દેવની મૂર્તિ રાખવી જોઈએ આમ કરવાથી તેઓ તમારા ધનની રક્ષા કરશે.

દિવાળી પર વિશેષ પૂજા કરવી જોઈએ.

જે પણ મિત્રોને આ વાતની જાણ હશે તેઓ તો દરેક દિવાળી પર મહારાજની મદદથી આવી વિશેષ ગુપ્ત પૂજા કરાવતા જ હોય છે. આ પૂજા એ ક્યાય છાનામાના નથી કરવાની હોતી બસ ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે આ પૂજા જયારે કરતા હોવ ત્યારે કોઈને જણાવવાનું નથી હોતું. આ પૂજા એ એક સાચા પંડિત દ્વારા અને સાચા મંત્રોના જાપ દ્વારા કરાવવાની હોય છે. આ પૂજા કરવાથી થોડા જ મહિનામાં તમને ધનની પ્રાપ્તિ થવા લાગશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here