અપનાવો આ ધન પ્રાપ્તિના મંત્ર, કરો આ મંત્રના જાપ… થશે ધન વર્ષા ને અટકેલાં નાણાં મળશે પાછાં !!

1

લાલચનું બીજું નામ છે ધન –
ધન એક પ્રકારની લાલચ છે. કારણ જે પણ હોય પરંતુ ધન મેળવવાની ઇચ્છા ક્યારેય કોઈ વ્યક્તિને ઓછી થતી નથી. જો આજે તમે કોઈને 10 રૂપિયા આપશો તો કાલે તે તમારી પાસેથી વધારે માંગવાની આશા રાખશે. ખરેખર જો જોઈએ તો ધન અને ઈચ્છા નો સંબંધ ઊંડો છે. જે ધન પામવા માટે વ્યક્તિને મજબૂર કરે છે. જેમ જેમ ધન મળતું જાય છે તેમ તેમ ઈચ્છા પણ વધતી જાય છે.
ઘણા લોકોની ઇચ્છા ધન મેળવવાની હોય છે. પરંતુ અથાગ પ્રયત્નો કરવા છતા ધન મેળવવામાં સફળતા મળતી નથી. એવા જાતકો માટે આજે અમે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ઉપાય સ્વરૂપે મંત્રો લાવ્યા છીએ. જેનો જાપ કરીને તમે આસાનીથી ધન પ્રાપ્ત કરવાના માર્ગ સુધી પહોંચી શકશો.

‘મા લક્ષ્મી’ –

જ્યારે પણ પૈસાની વાત આવે ત્યારે ધન સંબંધી ઘણા દેવી દેવતાના નામ પણ જોડવામાં આવે છે. એમાં સૌથી પહેલું નામ માતા લક્ષ્મીનું જ આવે છે. પોતાના પતિ ભગવાન વિષ્ણુના વરદાન દ્વારા પૂજનીય માતા લક્ષ્મીની ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ માટે પૂજા કરવામાં આવે છે.

શુક્રવારે કરો પૂજા :
માતા લક્ષ્મીની પૂજા ખાસ કરીને સાતેય બ=વારમાં શુક્રવારના દિવસે જ કરવામાં આવે છે. માટે જ ધન મેળવવાનો ઉપાય પણ શુક્રવાર સાથે જ જોડાયેલ હોય છે.

મહિનાના પ્રથમ શુક્રવારે કરવી પૂજા –
કોઈપણ મહિનાના પ્રથમ શુક્રવારે સ્નાન કર્યા પછી, તમારે ઘરના પૂજા સ્થાનમાં દીવા કરીને માતા લક્ષ્મીને મિશ્રી અને ખીરનો ભોગ લગાવો. એ પછી માતા લક્ષ્મીના “ૐ શ્રીં શ્રીયે નમ: ” મંત્રનો 108 વાર જાપ કરવો.

કન્યા જમાડો –
પૂજા કર્યા પછી 7 વર્ષથી નીચેની આયુની કન્યાઓને ઘરે બોલાવી પ્રેમથી જમાડવી. પ્રસાદમાં બનાવેલ ખીર અને મીસરી જમાડો. આમ કરવાથી તમારી બધી જ તકલીફોમાંથી મુક્તિ મળશે. અને તમારી નાણાકીય સમસ્યાઓનો અંત લાવશે.

લાલ કપડાં પહેરો –

લક્ષ્મી માતાને ખુશ કરવા, લાલ અથવા સફેદ કપડા પહેરો. આ ઉપરાંત, તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથમાં ચાંદીની રિંગ્સ અથવા પગમાં પાયલ પહેરો.

ભગવાન કુબેરની ઉપાસના –
માતા લક્ષ્મી સિવાય, તમે ભગવાન કુબેર પાસેથી પણ ધન પ્રાપ્તિનું વરદાન મેળવી શકો છો. ભગવાન કુબેરને ધાર્મિક ગ્રંથો મુજબ ધનના દેવતા કહેવામા આવે છે.

કુબેર મંત્ર
ધન પ્રાપ્તિ માટે કુબેરને પ્રસન્ન કરવા માટે ‘ૐ યક્ષાય કુબેરાયવૈશ્રવણાય, ધન ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા !” આ મંતરનો શુદ્ધ ઉચ્ચારણ સાથે 108 વાર જાપ કરવો. ધન સંબધિત સમસ્યા જરૂર દૂર થશે.

તમારી પાસે રાખો ધનલક્ષ્મી કોડી :
એવી માન્યતા છે કે જ્યારે કુબેરમંત્રના જાપ કરતાં હોય ત્યારે ધન લક્ષ્મી કોડીને તમારી સામે જરૂર રાખો. અને જ્યારે મંત્રો પૂરા કરો ત્યારે એ કોડીને તમે લૉકર કે તિજોરીમાં રાખી દો. આમ કરવાથી જરૂર લાભ મળશે.

અટકેલું ધન કેવી રીતે પાછું મેળવવું ?
ધન પ્રાતિ માટેના ઉપાયો પછી તમારું અટકેલું ધન પાછું મેળવવા માટે પણ ધર્મ ગ્રંથોમાં કેટલાક ચમત્કારિક મંત્ર આપેલા છે એ મંત્રનો જાપ કરીને પણ તમે તમારા અટકેલાં નાણાં પરત મેળવી શકો છો.
અટકેલાં નાણાં મેળવવા માટે કૃષ્ણ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.તે મંત્ર છે ” કૃમ કૃષ્ણાય નમ: ” આ ભગવાન કૃષ્ણનો મૂળ મંત્ર છે. આ મંત્રના જાપ કરવાથી જીવનમાં સુખની વર્ષા થાય છે. તેમજ બધા જ દુખ દૂર થાય છે ને અટકેલાં નાણાં મળે છે પરત.
જો આ મંતનો જાપ તમે નિયમિત રીતે કરશો તો તમને કરોડપતિ થતાં કોઈ નહી રોકી શકે. કરોડપતિ થવાનો માર્ગ તમને સરળતાથી દેખાવા માંડશે.

ભગવાન કૃષ્ણનો સપ્તદશાક્ષર મંત્ર :
શ્રી કૃષ્ણ મંત્ર – ‘ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा’। ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખિત આ મંત્રને ભગવાન કૃષ્ણનો સપ્તદશાક્ષર મંત્ર કેવામાં આવે છે. જો મંત્રના પૂરા પાંચ લાખ જાપ કરવામાં આવે તો જરૂર ફળ મળે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here