દેવઊઠી એકાદશી તિથિ ,શુભ મુહૂર્ત ,પૂજા વિધી અને તેનુ મહત્વ… વાંચો લેખ

0

કાર્તિક મહિનાના શુકલ પક્ષમાં આવવાવાળી એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે કહેવામાં આવે છે તેમજ તેને પ્રબોધિની એકાદશી ના નામે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે અષાઢ શુક્લ પક્ષમાં એકાદશીને દેવ શયન કરે છે. જેના કારણે આ એકાદશીને દેવોત્થાન એકાદશી કહેવામાં આવે છે.

દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં ચાર મહિના શયન કર્યા પછી જાગે છે.

દેવઊઠી એકાદશી તિથિ ,શુભ મુહૂર્ત ,પૂજા વિધી અને તેનુ મહત્વ.

દેવ ઉઠી એકાદશી તિથિ શુભ મુહૂર્ત:-

દેવ ઉઠી એકાદશી 19 નવેમ્બર સોમવારે શરૂ થાય છે.

૧૮ નવેમ્બર સાંજે 1:34 મિનિટ પર એકાદશી શરૂ થશે. 19 નવેમ્બર 2: 30 મિનિટ પર સમાપ્ત થશે.

દેવ ઉઠી એકાદશી પારણા શુભ મુહૂર્ત:- ૨૦ નવેમ્બર 6:52 મિનિટ થી 8:58 મિનિટ સુધી.

દેવ ઉઠી એકાદશી વ્રત પૂજા વિધિ:-

દેવ ઉઠી એકાદશી કે પ્રબોધિની એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે ભગવાને નિંદા માંથી જગાડવા માટે કરવામાં આવે છે.

સવારે વહેલા ઊઠીને ઘરની સફાઈ કર્યા પછી સ્થાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું.

ઘરના આપણામાં ભગવાન વિષ્ણુના ચરણો નીે આકૃતિ બનાવી. ટીવી સામે તમે ફળ, મીઠાઈ જેવી સામગ્રી રાખો.

માન્યતા અનુસાર આ દિવસે દિવાળીની જેમ જ ઘરમાં દીપક પ્રગટાવવા જોઈએ.

તેમજ સંધ્યાકાળના સમયે ભગવાન વિષ્ણુની સાથે બધા જ દેવી દેવતાનું પૂજન કરવું જોઈએ.

પછી ભગવાન વિષ્ણુને નીંદ માંથી જગાડવા માટે શંખ તેમજ ઘંટડી વગાડવી જોઈએ.

આ દિવસે શંખ તેમજ તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે.
દેવ ઉઠી એકાદશી વ્રતનું મહત્વ:-

પુરાણોમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી નું મહત્વ છે. તેવીજ રીતે ધરતીમાતા નુ મહત્વ છે.

એટલા માટે એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરવી જોઈએ.

જેથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે. આ વ્રત કરવાથી વ્યક્તિને સુખી વ્યવહારિક જીવન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેની સાથે યશ-કીર્તિ અને માન-સન્માનની પ્રાપ્તિ પણ થાય છે.

કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધા તીર્થમાં જઈએ તેમજ ગૌ દાન કરીએ તેવુ ફળ પ્રાપ્ત થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here