ડેસ્ટિનેશન વેડિંગ માટે પરફેક્ટ છે ભારતના આ 6 રિસોર્ટ….એક વાર જોઈ લો PHOTOS

0

ડેસ્ટિનેશન વેડીંગ નું ચલણ આજકાલ લોકોમાં ખુબ જોવા મળી રહ્યું છે. બૉલીવુડ સેલેબ્સ થી લઈને સામાન્ય લોકો સુધી આજના સમયમાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગે છે. ડેસ્ટીનશન વેડિંગ એન્ટરટેનમેન્ટ નો એક વિકલ્પ હોવાની સાથે સાથે લોકો માટે યાદગાર પળ પણ છે. માટે જ આજે લોકોમાં તેનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.  જો તમે પણ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગી રહ્યા છો તો આજે અમે તમારા માટે ભારતના અમુક બેહતરીન રિસોર્ટ વિશે જણાવીશું.

1. રામબાગ પૈલેસ:ભારતમાં સૌથી રોમેન્ટિક વેડિંગ ડેસ્ટિનેશન માનું એક છે રામબાગ પૈલેસ. જયપુર ના આ રિસોર્ટ માં તમે રૉયલ વેડિંગ નો અનુભવ લઇ શકો છો. રોમેન્ટિક અને સુંદર રિસોર્ટ માંથી એક આ પૈલેસ માં તમારા લગ્ન પરફેક્ટ અને યાદગાર રહેશે.
2. જય મહેલ પૈલેસ:જયપુરનો આ રિસોર્ટ પણ સૌથી સુંદર પૈલેસ માનો એક માનવામાં આવે છે. 18 ઐકડ સુધી ફેલાયેલા આ સુંદર રિસોર્ટમાં મુગલ ગાર્ડન સિવાય અદ્દભુત વાસ્તુકલા અને મોર્ડન સુવિધાઓ પણ છે.3. સીટી પૈલેસ:જો તમે ઉદયપુરમાં લગ્નનું લોકેશન શોધી રહ્યા છો તો સીટી પૈલેસ તમારા માટે પરફેક્ટ વિકલ્પ છે. માત્ર લગ્ન જ નહિ પણ ઉદયપુર નો આ રિસોર્ટ પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે પણ એકદમ પરફેક્ટ છે.
4. સૂર્યગઢ:જૈસલમેર નો સૂર્યગઢ રિસોર્ટ પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે પરફેક્ટ છે. અહીં તમને લગ્નનના સમારોહ માટે પુલ, લગ્ઝરી રૂમ, મોટું ગાર્ડન જેવી સુવિધાઓ મળશે. આ સિવાય લગ્ન પહેલા રિલેક્સ માટે અહીં સ્પા અને યોગા રૂમ પણ છે.5. રાજવાડા ફોર્ટ:લગ્ન વેડિંગ માટે જોધપુર નો રાજવાડા ફોર્ટ પણ એકદમ બેસ્ટ છે. અહીં તમારા દરેક ફંક્શન ને બેસ્ટ બનાવામાં આવે છે. અહીંની 450 વર્ષ પહેલાની દીવાલો પર કરવામાં આવેલી નક્કાશી પણ તમારા ડેકોરેશનમાં વધારો કરશે. પૈલેસ ની ટિમ ખાન-પાન, થીમ ડેકોરેશન, રહેવાની વ્યવસ્થા અને મનોરંજનનુ ખાસ ધ્યાન રાખે છે.6. જિમ કૉર્બેટ નેશનલ પાર્ક:જો તમે પ્રકૃતિથી વધુ ઈમ્પ્રેસ રહો છો તો ઉત્તરાખંડનું જિમ કોર્બેટ નેશનલ પાર્ક સૌથી બેસ્ટ લોકેશન છે. અહીં ઘણા એવા વિકલ્પો છે જેની મજા તમારા મહેમાનો લઇ શકે છે.  Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here