દેશી ઘી લગાવવાથી વાળ થાય છે કાળા, મજબૂત ને ભરાવદાર, જાણો એના ઉપયોગની રીત …

0

વાળને સુંદર અને ચળકતા બનાવવા, દેશી ઘીનો ઉપયોગ કરવો એ ફાયદાકારક છે. દેશી ઘી વાળને તાજગી તો આપે જ છે સાથે સાથે પોષણ પણ પૂરું પડે છે.
વાળ માટેનો શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય દરરોજ શુદ્ધ ઘી ને લઈને માથા પર મસાજ કરવું જોઈએ. આ ઉપાય જૂના સમયથી ચાલી રહ્યો છે અને તે વાળના ઘણા રોગોને પણ દૂર કરે છે. બે મુખી વાળ, ખોડોની સમસ્યા, અકાળ થતાં સફેદ વાળ વગેરે જેવી વાળની સમસ્યાઓની સારવાર છે દેશી ઘી. રોજ દેશી ઘીનું વાળમાં માલિશ કરો અથવા તો રોજ એક ચમચી તેનું સેવન કરો.
વાળ ચમકદાર અને નરમ બનાવવા માટે માથા પર ઘીથી માલિશ કરો. વાળ કાળા, ગાઢ, મજબૂત અને નરમ બનશે. જો તમારા વાળાને બે મુખી થવાની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે 3 ચમચી ગરમ ઘી કરીને માલિશ કરો. અને પછી વાળને ગરમ પાણીથી ધોઈ લો. ઘી લગાવવાથી વાળ ખૂબ જ રેશમી જેવા બની જાય છે. રોજ તમે ઘી ને ગરમ કરી ને હળવા હાથે 20 મિનિટ સુધી રોજ માલીશ કરવું ને 10 મિનિટ પછી ધોઈ લેવું. ઘી વાળને કુદરતી ચમક આપે છે.

ખોડાની સમસ્યા
વાળમાં ખોડો ઘણાં કારણોથી થાય છે. પરંતુ જો ખોડાનું કારણ ડ્રાય સ્કીન છે તો ઘી કરતાં વધુ સારું સોલ્યુશન કોઈ નથી. ઘી અને બદામનું તેલ મિક્સ કરીને 15 મિનિટ માલીસ કરો ને પછી ગુલાબજળ નાખવામાં આવેલ પાણીથી વાળને ધોઈ નાખો. આવું નિયમિત કરવાથી વાળનો ખોડો દૂર થશે ને વાળને અકાળે સફેદ બનવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છે.

વાળનો ગ્રોથ વધારવા માટે :
એક મહિનામાં ત્રણ વાર ઘીથી માલીશ કરવાથી વાળનો ગ્રોથ સારો થાય છે. જો તમે ઈચ્છો તો વાળમાં આંબળા અથવા ડુંગળીનો રસ, પણ સારી વાળમાં લગાવી શકો છો. ગાયના ઘીના ટીપાને નાકમાં નાખવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. અને નવા વાળ પણ ઊગી નીકળે છે. ઘીથી વાળમાં મસાજ કરો અને કોટનના રૂમાલથી 20 મિનિટ સુધી વાળને ઢાંકી દો. પછી હૂંફાળા પાણીથી વાળ ધોવા.

વાળને આપે છે પોષણ :
વાળમાં પોષણની અભાવ પોલ્યુશનના કારણે થાય છે. આ સમસ્યાથી બચવા માટેનો બેસ્ટ ઉપાય છે ઘી. આના માટે, ઘીને ગરમ કરો અને તેને સંપૂર્ણપણે ઓગળે ત્યાં સુધી ગરમ કરો. હવે તેને તમારા વાળ પર હળવા હાથથી માલિશ કરો ને તેને એક કલાક માટે રાખો અને ફરીથી ધોઈ લેવા. જો તમારા વાળમાં કોઈ ઇન્ફેક્ષન થયું હોય તો તમ ઘી લગાવો. ઘી સૉરાયિસસ જેવા રોગોમાં પણ મદદ કરે છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here