દેશી દુલ્હાઓ અને વિદેશી દુલ્હનો, જુઓ ફેસબુક પર બનેલી આ 6 અનોખી જોડીઓ…વાંચો આર્ટિકલ

0

ફેસબુક પર દોસ્તી થઇ અને પછી પ્રેમ. જોત જોતામાં વાત લગ્ન સુધી પહોંચી અને દેશી છોરાઓને વિદેશી છોરીઓ મળી ગઈ. જુઓ એવી જ અમુક 6 અનોખી જોડીઓ.1. ફતેહાબાદ જીલ્લાનાં ગામ સમૈણનો છોકરો ‘ટીનું’ લગભગ એક વર્ષ પેહેલા વૈલ્ડીંગનાં કામ માટે સાઉદી અરબ ગયો હતો, ત્યાં ફેસબુકનાં માધ્યમથી તેની દોસ્તી કજાકિસ્તાનની ‘જાહના’ સાથે થઇ ગઈ. લગભગ 8 મહિનાની દોસ્તી બાદ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને જાહના ટીનું સાથે લગ્ન કરવા માટે ટુરિસ્ટ વિઝા પર ભારત આવી પહોંચી.બંનેએ વિશ્વકર્મા મંદિરમાં હિંદુ રીત રીવાજ્નુસાર લગ્ન કર્યા.
2. એવી જ એક કહાની જોર્જિયા ની ‘તમતા કુજનેશવિલી’ ની અને ‘અરુણ ખત્રી’ ની છે. અરુણ દિલ્લી યુનીવર્સીટીથી ગ્રેજયુએશન છે અને સોનીપત માં ઈનેલો નેતા હરિચંદનાં દીકરા છે. લગભગ 6 વર્ષ પહેલા બંનેની ફેસબુક પર ચૈટીંગ શરુ થઇ. વાત કરતા-કરતા પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. બંનેનાં લગ્નને 6 વર્ષ વીતી ચુક્યા છે અને તેઓને 3 વર્ષની જુડવા દીકરીઓ પણ છે. તમતા કહે છે કે અરુણ જાટ સમુદાયથી છે, જે છોકરીઓ પ્રતિ ખુબ જ કઠોર છે, પણ તેણે ક્યારેય મારી સાથે કોઈ ભેદભાવ નથી કર્યો. તેની સાથે રહીને હું ખુબ જ ખુશ છુ અને ભારતીયની પત્ની હોવાનો ફર્જ નિભાવી રહી છું.3. 12 મી પાસ છોકરાને ફેસબુક પર USA ગર્લ સાથે પ્રેમ થઇ ગયો. USA ગર્લ ભારત આવી અને લગ્ન રચાવી લીધા. હરિયાણાનાં ગામ કાદીપુરમાં રહેનારો ‘દીપક કૌશિક’ એક કિસાનનો દીકરો છે. 12 સુધી ભણેલા કૌશિકે ફેસબુક પર USA ની ‘શૈલી મૈરીન ટેપ્સ’ ને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી. જુન 2015 માં બંને દોસ્ત બન્યા અને ચૈટીંગ શરુ થઇ. દીપકને શૈલી સાથે પ્રેમ થઇ ગયો. જાન્યુઆરીમાં દીપકે શૈલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું. 44 વર્ષની શૈલી મૈરીન ટેપ્સ USA માં ન્યુયોર્કની પાસે લૈમનમાં રહેતી હતી. ત્યાં તેના પિતા પેન્ટરનું કામ કરતા હતા. 4. કરનાલ જીલ્લાનાં કાછવા માં રહેનારા ‘પ્રવીણ'(24) અને અમેરિકાનાં મેરીલૈંડની ‘ચનીટા’ ની બે વર્ષ પહેલા ફેસબુક પર ચૈટ શરુ થઇ હતી. પછી દોસ્તી થઇ, અને જે પ્રેમમાં બદલાઈ ગઈ. ચૈટિંગ નાં દૌરાન એક દિવસ પ્રવીણે ચનીટા સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું. ચનીટાએ પણ તેનું આ પ્રપોઝલ સ્વીકારી લીધું. બાદમાં ચનીટા અમેરિકાથી વિવાહ રચાવા માટે કાછવા આવી પહોંચી. તેના બાદ ભારતીય રીતી રિવાજથી આ પ્રેમી જોડાના લગ્ન કરાવામાં આવ્યા.5. 35 વર્ષીય ‘જુના પોલીંસ’ ને પણ જિંદનાં છાતર ગામના ‘રાજુ પહલવાન’ સાથે પ્રેમ થઇ ગયો અને તે કૈલીફોર્નીયા છોડીને રાજુ સાથે લગ્ન કરવા માટે આવી પહોંચી. રાજુ નેશનલ કબડ્ડી પ્લેયર છે. તે બતાવે છે કે જુના સાથે તેની વાતચીત ફેસબુક પર શરુ થઇ હતી. વાત કરતા-કરતા એક બીજાને સમજવા લાગ્યા અને પ્રેમ થઇ ગયો. બાદમાં જુના ઇન્ડીયા આવી અને બંનેએ લગ્ન કરી લીધા. જુના કહે છે કે તેના આ નિર્ણય પર તેના માતા-પિતાને પણ કોઈજ દિક્કત નથી. 6. કૈલીફોર્નીયામાં નર્સનું કામ કરી રહેલી 41 વર્ષીય ‘એડરીયાના પેરૈલ’ ને કરનાલ નાં પોપરન ગામના યુવક ‘મુકેશ’ સાથે પ્રેમ થઇ ગયો હતો. વાત 2013 ની છે. બંને પહેલા ફેસબુક પર ચૈટ કરતા હતા, પછી મુલાકાતનો દૌર શરુ થયો. પ્રેમ થયો અને બાદમાં લગ્ન કરી લીધા. પેરૈલ પહેલાથી મૈરિડ હતી અને તેની એક બાળકી પણ છે. હાલ મુકેશ પેરૈલ અને તેની બાળકીના ઇન્ડીયા આવવાનો ઇન્તજાર કરી રહ્યો છે. મુકેશે જણાવ્યું કે તેના પરિવારે આ નિર્ણય પર તેનો પૂરો સાથ આપ્યો હતો.       લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.