દેશી છોકરા પર આવ્યું ગોરી નું દિલ, લગ્ન માટે પીએમ મોદી ને કર્યું Tweet, જાણો વિગતે…..

0

सात समंदर पार मैं तेरे…આ સોન્ગ તમે જરુરથી સાંભળ્યું હશે અને આ ગીતને યોગ્ય રૂપમાં અનુસરણ કર્યું આ વિદેશી મહિલાએ જેને યુપીના રહેનારા દેશી ગબરુ સાથે લગ્ન કરીને બાગપાત પહોંચી ગઈ છે. યુવકની સાથે લગ્ન કરવા માટે ભારત આવેલી યુક્રેનની આ યુવતી એ લગ્નમાં મોડું થવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ને પણ ટ્વીટ કરી નાખ્યું હતું.બાગપત ના એક યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવેલી યૂક્રેની veronika khlibova નામની યુવતી એ નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ને ટ્વીટ કરીને કહ્યું કે પ્રશાસન તેના લગ્નની નોંધણી નથી કરી રહ્યા, અને જલ્દી પ્રક્રિયા પુરી કરવાની માંગ રાખી છે. સ્પેશિયલ મૈરેજ એક્ટ માટે આ મામલામાં 16 ઓગસ્ટ ની તારીખ લાગેલી હતી.
ખેકડા થાણા ક્ષેત્રના સુભાનપુરા ગામ નિવાસી અક્ષત ત્યાગી અને યુક્રેન બી વેરોનિકાએ એડીએમ બાગપાત ની કોર્ટમાં સ્પેશિયલ મૈરેજ એક્ટ ના ચાલતા આવેદન કર્યું. વેરોનિકા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, પ્રદેશ ના ઉપમુખ્યમંત્રી દિનેશ સહરમા ને ટ્વીટ કરીને કહ્યું કે તેના દરેક કાગળો પુરા જ છે. પોતાના તરફથી તે ઔપચારિકતાઓ પુરી કરી ચુકી છે, સાથે જ દૂતાવાસના તરફથી પણ જાંચ પુરી થઇ ચુકી છે, પણ પ્રશાસન મૈરેજ સર્ટિફિકેટ રિલીઝ નથી કરી રહ્યા.
વેરોનિકા પ્રશાસનનું મોડું કરવાથી તે પરેશાન છે અને તેના લીધે તેના લગ્ન પણ અટકાઈ ચુક્યા હતા. વિદેશી યુવતી એ નરેન્દ્ર મોદી પાસે થી મદદ માટે અવાજ ઉપાડ્યો છે, બીજી બાજુ વિદેશી યુવતીની સાથે લગ્ન કરનારા યુવકે એક કર્મચારી પર રિશ્વત માંગવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ, ડીએમ ઋષિરેન્દ્ર કુમારે કહ્યું ચાર ઓગસ્ટના રોજ આ મામલાની પોલીસ જાંચ પુરી કરી હતી. 7 ઓગસ્ટને યુક્રેન ના દિલ્લી સ્થિત દૂતાવાસમાં પ્રમાણપત્ર મોકલવામાં આવ્યા હતા.
સુભાનપુરા ના અક્ષત ત્યાગી રિસમાં રાહિયન ભાષા શીખડાવવા માટે ગયા હતા. ત્યાં પર તેની મુલાકાત ટુરિસ્ટ સ્ટુડન્ટ યુક્રેનની વેરોનિકા સાથે થઇ હતી. બંને વચ્ચે ની મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ અને તેના પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણંય લીધો. વેરોનિકા ઘણીવાર અક્ષતના ઘરે પણ આવી ચુકી છે અને અહીં ઘણા આયોજનોમાં પણ શામિલ થઇ ચુકી છે.
જણાવી દઈએ કે સ્પેશિયલ મૈરેજ એક્ટના મામલામાં એડીએમ કોર્ટને એપ્લાઈ કરવામાં આવે છે. યુવતી એ પ્રશાસનને કહ્યું હતું કે તેના વીજા ત્રણ સપ્ટેમ્બર ના રોજ એક્સપાયર થવાનો છે. શુક્રવારને અક્ષત અને વૈરોનિકા ડીએમ ઓફિસ પહોંચ્યા અને મૈરેજ સર્ટિફિકેટ રિલીઝ કરવા માટે કહ્યું. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here