દેશ-વિદેશના આ 7 સૌથી સુંદર ઝરણાઓ, જોઈને તમને પણ પ્રકૃતિના ખોળે જાવાની ઈચ્છા થઇ જાશે, જુઓ સુંદર ફોટોસ…

0

ગરમીઓના દિવસોમાં રજાઓની મજા લેવા માટે મોટાભાગે લોકો એવી જગ્યાઓ પર ફરવા જાતા હોય છે, જ્યા ઝરણા, પહાડ અને ઝીલ હોય. મોટાભાગે લોકો એવી જ જગ્યાઓ વધુ સર્ચ કરતા હોય છે જ્યાં આ મોસમમાં ઠન્ડી હોય. જો તમે પણ એવી કોઈ જગ્યા વિશે શોધ કરી રહ્યા છો તો અમે તમને દુનિયાના સૌથી ઠંડા પાણી વાળા ઝરણાઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ. આ દિવસોમાં તમે તમારા પરિવારની સાથે તમે આ શહેરને ફરવાની મજા લઇ શકો છો. 1. મોરક્કો, Ouzoud Waterfall:મોરક્કો નો આ Ouzoud વોટરફોલ કોઈ પ્રાકૃતિક અજુબાથી કમ નથી. એટલસ પર્વતની 360-ફૂટ ઊંચાઈથી વહેતા આ ઓજૌદ ફોલ્સમાં તમે રાફ્ટિંગની મજા લઇ શકો છો. સાથે જ તમે અહીં ઝરણાઓની નીચે બનેલી નાની નાની ગુફાઓમાં પણ ફરવાની સાથે સાથે અહીંના રેસ્ટોરેન્ટમાં ટેસ્ટી ખાવાની પણ મજા લઇ શકો છો.

2. નોર્વે, Seven Sisters Waterfall:નોર્વેના સેવન સિસ્ટર્સ વોટરફોલ દુનિયાનું 39 મુ સૌથી લાંબુ ઝરણું છે. આ ઝરણાની સૌથી ખાસ વાત એ છે કે તેની સાત-સાત અલગ-અલગ ધારાઓ વહે છે. તેની દરેક ધારા 250 મીટરની ઊંચાઈથી પડે છે. વરસાદની મોસમમાં અહીંનો નજારો ખુબ જ રોમાંચક થઇ જાય છે.
3. ફિલિપાઇન્સ, Pinipisakan Falls:ગરમીઓની મોસમમાં આ વોટરફોલ કોઈ જન્નતથી કમ નથી લાગતું. ચાર ધારાઓ વાળું આ ઝરણું જંગલો અને એક ગુફાથી થઈને વહે છે. તેની સુંદરતા જોઈને એવું લાગે છે કે જાણે કે કોઈ સપનું હોય. આ ઝરણાને જોવા અને તેના ઠંડા-ઠંડા પાણીની મજા લેવા માટે અહીં દુર-દૂરથી ટુરિસ્ટ આવે છે.
4. લેબનાન, Baatara Gorge Waterfall:લેબનાનના બાટારા જોર્જ વોટરફોલની સુંદરતા જોઈને પણ હર કોઈ હેરાન થઇ જાય છે. 225 મીટરની ઊંચાઈથી વહેતુ આ ઝરણું જુરાસિક ચુના પથ્થરની ગુફા બાટારા પોથોલમાં જઈને પડે છે.
5. લાઓસ, Kuang Si Falls:લુઆંગ પ્રાબાંગના પર્યટકો માટે આ ઝરણું સૌથી ફેમસ સાઈડ ટ્રીપ છે. આ સુંદર વોટરફોલને વર્તની કુઆંગ સી ફિઓલના નામથી પણ જાણવામાં આવે છે. વર્ષભર વહેનારા આ ઝરણાનો પ્રવાહ વસંત સીઝનમાં ઓછો થઇ જાય છે. પણ છતાં પણ તેની સુંદરતા યથાવત જ રહે છે.

6. ચેરાપુંજી, Kynrem Falls:ભારતના ચેરાપુંજી શહેરમાં વહેનારૂં આ ઝરણું પણ ખુબ જ સુંદર છે. આ ઝરણાને જોવા અને અહીંની સુંદર વાદીઓ ની મજા લેવા માટે ટુરિસ્ટ દૂર-દૂરથી આવે છે. થાન્ગખારંગ પાર્કની અંદર સ્થિત કેનરિમ ફોલ્સ ભારતનું 7 મુ સૌથી વધુ ઊંચાઈથી પડનારું ઝરણું છે.

7. પાકિસ્તાન, Sajikot Waterfall:પાકિસ્તાનનું સાજિકોટ વોટરફોલ પણ દુનિયાના સૌથી સુંદર ઝરણાઓમાંનું એક છે. મોટાભાગે લોકો અહીં ટ્રેકિંગ અને એડવેન્ચરની મજા લેવા માટે આવે છે. અમુક લોકો તો તેની સૌથી ઊંચી પરથી નીચે છલાંગ પણ લગાવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!