દેશ ને 17 ગોલ્ડ અપાવનારા આ બોક્સર રસ્તા પર કુલ્ફી વહેંચવા માટે છે મજબુર, તસ્વીરો થઇ વાઇરલ….

0

આગળના અમુક વર્ષો થી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય ખિલાડીઓ ના પ્રદર્શન માં સુધાર જોવા મળ્યો છે. ખિલાડી સારું પ્રદર્શન કરી રહ્યા છે તો એવામાં સરકારો પણ તેઓનું ધ્યાન રાખી રહી છે. તેઓને રાજ્ય અને રાસ્ટ્રીય સ્તર પર જાત-જાત ની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ઓલમ્પિક રમતો, એશિયાઈ રમતો કે રાષ્ટ્રમંડળ રમતો માં પદક જીતનારા ખિલાડીઓ ને સરકારી નોકરી ની સાથે-સાથે લાખો-કરોડો ની ધનરાશિ પુરસ્કાર ના સ્વરુપે આપવામાં આવી રહી છે.ખિલાડીઓને પ્રોત્સાહિત કરવાના મામલામાં હરિયાણા દેશ સૌથી આગળ છે. પણ ભારત ના ક્યુબા કે મુક્કેબાજી ની બજાર કહેવામાં આવતા ભિવાની થી એક ચોંકાવનારી ખબર આમે આવી છે. વર્ષ 2008 માં બીજિંગ ઓલમ્પિક માં દેશ ના પ્રતિનિધિત્વ કરાવનારા મુક્કેબાજ ‘દિનેશ કુમાર’ રસ્તા પર પોતાના પિતા સાથે આઈસ્ક્રીમ વહેંચવા માટે મજબૂર છે.

દિનેશે દેશ નું પ્રતિનિધિત્વ કરતા અલગ અલગ આંતરરાસ્ટ્રીટ સ્પર્ધાઓ માં 17 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 કાંસ્ય પદક જીતનારા મુક્કેબાજ ના પિતા એ તેને બોક્સિંગ માં આગળ વધવા માટે કર્જ લીધું હતું, જે તે અત્યાર સુધી ચૂકવી નથી શક્યા. એવામાં તેને પોતાની જીવિકા ચલાવા અને કર્જ ની ભરપાઈ કરવા માટે આઈસ્ક્રીમ વહેંચવાની જરૂર આવી પડી છે. તેણે સરકાર પાસેથી પણ મદદ માટેની અપીલ કરી છે.

દિનેશે આ બાબત વિશે કહ્યું કે,”મારા પિતા એ એટલા માટે ઉધારી લીધી કેમ કે તે ઇચ્છતા હતા કે હું આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માં ભાગ લઇ શકું. હવે હું તે ઉધારી ને ચુકવવવા માટે મારા પિતા ની સાથે આઈસ્ક્રીમ વહેંચી રહ્યો છું. ન તો હાલ ની કે ન તો આગળની સરકારે તેના માટે અમને કોઈ મદદ કરી નથી. મારો સરકાર ન અનુરોધ છે કે તે અમારી મદદ કરે અને કોઇ સ્થાઈ નોકરી માં અમારા કામ માટેની વ્યવસ્થા કરે.

30 વર્ષના દિનેશે વર્ષ 2010 માં ગ્વાન્ગજુ એશિયાઈ ખેલ માં બોક્સિંગ ના લાઈટ હૈવીએટ વર્ગ સ્પર્ધા માં રજત પદક પણ જીત્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here