નીરવ મોદી એક જ નથી ….દેશનાં પૈસા ચોરીને વિદેશ ભાગી ચુક્યા છે આ 7 લોકો…જાણો બીજા લોકો વિશે પણ

0

નિયમ-કાયદાના વિરુદ્ધમાં જઈને ગુનાઓ હર એક દેશમાં થતા હોય છે. આપણા દેશમાં પણ હર રોજ ચોરી, લુંટફાટ, પૈસાની હેરા-ફેરી થી લઈને મર્ડર સુધીના ક્રાઈમ થતા રહેતા હોય છે. તેમાંના ઘણા લોકો પકડાઈ જતા હોય છે અને તેમના પર કડક પગલાં લેવામાં આવતા હોય છે, અમુક લોકો જેલના સળીયા સુધી પણ પહોંચી જતા હોય છે, તો અમુક ભાગી જવામાં કામિયાબ રહેતા હોય છે. માત્ર નાના-મોટા ગુનાઓ કરવા વાળા જ નહિ, પણ કરોડો અરબો નાં ગોટાળા કરનારા ઘણા મોટા બીઝનેસમૈન પણ મોટા-મોટા ઘપલા કરીને દેશ માંથી ફરાર થઇ જતા હોય છે. આજે અમે જણાવીશું દેશના એવા વ્યક્તિઓ કે જેઓ ગોટાળા કરીને થઇ ચુક્યા છે ફરાર….

1. નીરવ મોદી: હીરા વ્યાપારી નીરવ મોદી પંજાબ નેશનલ બૈંક માં 11,400 કરોડનો ગોટાળો કરીને દેશથી ફરાર થઇ ગયા છે. નિરવે ફર્જી લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગની મદદથી બૈંક માંથી પૈસા લીધા. પ્રવર્તન નીદેશાલયે નીરવ મોદી ની ઘણી  પ્રોપર્ટીને સીલ કરી દીધી છે, જેની કિંમત 5100 કરોડ રૂપિયા છે.

2. વિજય માલ્યા:

લીકર કિંગ વિજય માલ્યા પણ બૈંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ચુક્યા છે. ગ્લેમરસ લાઈફ જીવી રહેલા વિજય માલ્યાએ 17 બૈંક પાસેથી લગભગ 9000 કરોડની લોન લઈને રાખી છે. એટલું જ નહિ, તેમણે કિંગફિશર એયરલાઈન માટે પણ 900 કરોડની લોન લીધી હતી જે ક્યારેય ચૂકવી નથી. દરેક બૈંકોઈ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાયર કરીને માલ્યાને દેશ છોડીને ન જવાની અપીલ કરી હતી, પણ કોઈ ફાયદો ન થયો. માલ્યા હાલ ઇંગ્લેન્ડ માં મોજ કરી રહ્યો છે. ત્યાં તેની ધરપકડ જરૂર કરવામાં આવી હતી પણ તેને તરત જ જમાનત મળી ગઈ હતી.

3. લલિત મોદી:

લલિત મોદી આઈપીએલ નાં પહેલા ચેયરમૈન અને કમિશ્નર રહ્યા છે. લલીતમોદીને દુરાચારનાં આરોપમાં બીસીસીઆઈ એ નિલમ્બિત કરી દીધો હતો. પછી 2013 માં જાંચ માં દોષી હોવાને લીધે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સાથે જ જ્યારે લલિત મોદી લંડન ગયા ત્યારે તેના વિત્તીય લેન-દેનનાં મામલામાં પણ પુછતાચછ કરવામાં આવી હતી.

4. દાઉદ ઇબ્રાહિમ:

ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહિમ ઘણા વર્ષોથી વિદેશી જમીન પર છુપાયેલો છે. ડી કંપની નાં માલિક દાઉદ પર ઘણા અપરાધિક મામલાઓ દર્જ છે, જેમાં ડ્રગ ટ્રેફીકીંગ, મર્ડર, જબરન ઉગાહી અને આતંકવાદ ફેલાવાના ઘણા એવા આરોપો છે. 1993 નાં મુંબઈ બોમ્બ ધમાકામાં પણ દાઉદ નો જ હાથ હતો. માનવામાં આવે છે કે દાઉદ ઘણા સમયથી પાકિસ્તાનમાં છુપાયેલો છે. તેના પાકિસ્તાન અફગાન સીમા પર છુપાયેલો હોવાની ખબર હાથ લાગી છે.

5. ટાઈગર હનીફ:

ટાઈગર હનીફ પણ વોન્ટેડ ક્રિમીનલ છે, તેનું નામ 1993 માં ગુજરાત અને સુરત માં થયેલા ગ્રેનેડ અટેક માં શામિલ છે. આ ઘટનામાં એક સ્કુલની બાળકીની મૌત થઇ ગઈ હતી. હનીફ એપ્રિલમાં થયેલા હુંમલામાં પણ જવાબદાર છે, જેમાં 12 લોકોનો જીવ ચાલ્યો ગયો હતો. જાંચમાં જાણ થઇ કે હનીફે મુસ્લિમ રિફ્યુજી કૈમ્પ માટે મળેલા ફંડનો ઉપીયોગ હુમલા માટે કર્યો હતો. હુમલો કર્યા બાદ તે પાકિસ્તાન ભાગી ગયો અને બાદમાં બ્રિટેન ચાલ્યો હયો.

6. નદીમ અખ્તર સૈફી:

90 નાં દૌરમાં નદીમ- શ્રવણની જોડી હિન્દી સિનેમા માં ખુબ જ ફેમસ હતી, પણ 1997 માં ગુલશન કુમારની હત્યા બાદ શક નદીમ પર ગયો હતો. તેના બાદ જાંચમાં હત્યામાં નદીમ અખ્તરનાં શામિલ હોવાની વાત સામે આવી હતી. કહેવામાં આવ્યું કે નદીમેં કથિત તૌર પર હત્યારાઓને હાયર કર્યા હતા. તેના બાદ નદીમ ઇંગ્લેન્ડ ચાલ્યો ગયો અને ફરી ન આવ્યો.

7. શીતલ મફતલાલ:

શીતલ મફતલાલ અતુલ્ય મફતલાલ સાથે લગ્નની ચર્ચા સામે આવી હતી. લગ્ન બાદ તે પોતાની સાસુ અને પતિ સાથે કાનૂની લડાઈ માં ફસી ગઈ હતી. શીતલની સાસુ માધુરીએ આરોપ લગાવ્યો કે તેના ઘરમાંથી 40 દુર્લભ પેન્ટિંગ ગાયબ છે. તેના બાદ અતુલ્યએ પણ 10 કરોડના ઘરેણા ગાયબ થવાની રીપોર્ટ દર્જ કરાવી હતી. આ દરેક ચોરીઓમાં શીતલનો હાથ હોવાની વાત કહેવામાં આવેલી છે, પણ આ વાક્યે બાદ જ શીતલ લંડન ચાલી ગઈ છે. અને આજ સુધી પરત આવી નથી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.