ડિપ્રેશન એટલે શુ….?? અને તેનાથી બચવાના ઉપાય….માહિતી શેર કરી લોકો નું ભલું કરો

0

કોઈપણ વ્યક્તિ ડિપ્રેશનમાં ત્યારે આવે છે જ્યારે તેને જીવનના દરેક તબક્કા ખૂબ જ નકારાત્મકતા લાગે છે. અને જ્યારે આ વસ્તુ વારંવાર પુનરાવર્તન પામે ત્યારે તે ડિપ્રેશનમાં પરિણમે છે. થોડા સમય પછી વ્યક્તિને જિંદગી બેકાર લાગવા માંડે છે. અને કોઈ આશા રહેતી નથી. ચિંતા અને તણાવથી શરીરમાં ઘણા બધા હાર્મોન્સ મા અસંતુલિતતા આવે છે. જેમાં એડ્રીનલ અને કાર્ટિસોલ પ્રમુખ છે.

ડિપ્રેશનમાં રહેલા વ્યક્તિના મનોવૈજ્ઞાનિક લક્ષણો..

  • 1. નિરંતર ચિંતા કરવી
  • 2. સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા કરવી
  • 3. નકારાત્મક વિચારો આવવા
  • 4. કોઈપણ પ્રકારનો ભ્રમ થવો
  • 5. કામમાં મન ન લાગવું
  • 6. સ્વભાવ ચીડિયો થઈ જવો
  • 7. નાની નાની વાતમાં ગુસ્સો આવવો
  • 8. બ્રહ્મ કરવો
    9. માનસિક સ્થિતિમાં પરિવર્તન આવવું
  • 10. એકલું અટૂલું રહેવું
  • 11. ખરાબ સપના આવવા
  • 12. ખુશ ના રહેવું
  • 13. સ્ટ્રેસ લેવો
  • 14. ડર લાગવો

ડિપ્રેશનમાં રહેલા વ્યક્તિના શારીરિક લક્ષણો

  • 1. માથું દુખવું
  • 2. રદય ના ધબકારા વધવા
  • 3. ઉલટી થવી
  • 4. વારંવાર બાથરૂમ જવું પડે
  • 5. સ્વાસ ટૂંકા આવવા
  • 6. શરીરમાં ધ્રુજારી થવી
  • 7. શરીરમાં પરસેવો થવો
  • 8. બ્લડ પ્રેશર ઓછું થવું

ડિપ્રેશનમાંથી બહાર આવવાના ઉપાય….
ડિપ્રેશનમાં રહેલા વ્યક્તિને લાગે છે કે તેના જીવનમાં હવે કોઈ પરિવર્તન નહીં આની આજ સ્થિતિ આખા જીવન સમય દરમિયાન રહેશે અને તે હાર માની લે છે.

1. જે વાત ટેન્શન આપતી હોય તેના ઉપરથી ધ્યાન ડાયવર્ટ કરવું..

જેવા ટેન્શન આપતી હોય તેને ભૂલવા માટેનો પ્રયત્ન કરવો તે કરવા માટે બીજી કોઈ વાત ઉપર ધ્યાન ડાયવર્ટ કરવુ. જેવા ટેન્શન આપે છે તેનાથી જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે પરિસ્થિતિ આપણા કન્ટ્રોલમાં છે નહીં . એટલા માટે હવે આપણે કંઈ પણ ગુમાવવાની સ્થિતિમાં નથી. તો પછી ચિંતા કરવાનો શું ફાયદો.. ખરાબ દિવસો આખી જિંદગી નથી રહેતા આ એક સમય હોય છે કે જેમાંથી પસાર થવાનું હોય છે.

યાદ રાખો દિવસ સારા હોય કે ખરાબ “યે દિલ ભી ચલે જાયેંગે”

2. ડિપ્રેશનનું કારણ જાણો

તમે કઈ વાત ઉપર ડિપ્રેસ છો તે વાત જાણી લો. અને તેને લખી લો. કયા કયા પોસિબલ સોલ્યુશન છે જેનાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે તેનું લીસ્ટ બનાવો. અને જલ્દીથી તેના ઉપર અમલ કરો. જ્યારે તમે એક્શનમાં છો , પ્રવૃત્તિ કરો છો , ત્યારે ડિપ્રેશન નહીં આવે , પણ જ્યારે ફ્રી બેઠેલા છો ત્યારે ડિપ્રેશન વધારે લાગશે.
ડિપ્રેશનના સમયે કોઈ ને કોઈ પ્રવ્રુતિમાં એક્ટિવ રહેવું.

3. ફ્યુચર નું ટેન્શન ના લો

તમારા ટેન્શન લેવાથી ફ્યુચર સુધરી જવાનું નથી. તમે તમારા વર્તમાનને પણ બગાડી રહ્યા છો. તો પછી કેમ વર્તમાન ને સુધારીએ નહીં ફ્યુચર ને સુરક્ષિત કરવા માટે.

4. મોટે થી બુમ પાડો

તમે જ્યારે એકલા હો અને કોઈ આસપાસના હોય ત્યારે પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે ખૂબ જ મોટેથી પાડવામાં આવતી ઘણીવાર રિલેક્સ કરી દેતી હોય છે.

5. ગીત સાંભળવા

ગીત પણ એવા સાંભળવા કે જેથી તમારું મન બ્લુ ફોકસ ચેન્જ થાય. મુખી ગીતોના સાંભળવા. આશાસ્પદ મોટીવેશનલ કે પ્રેમના ગીત સાંભળવા.

6. નશીલા પદાર્થોનું સેવન ન કરવું

ડિપ્રેશનમાં જો નશીલા પદાર્થનું સેવન કરશો તો મન ગીત પરિસ્થિતિમાં આવી જશે. તમને થશે કે થોડીવાર માટે બધું ભૂલી ગયા છો પણ તમારા શરીરને મનને અને ઘરને ખૂબજ નુકશાન કરશે.

7. પ્રાણાયામથી ડિપ્રેશન દૂર કરવું

ડિપ્રેશન દરમિયાન શ્વાસ ખૂબ ટૂંકા થઈ જાય છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. વૈજ્ઞાનિક રીતે જો લાંબા શ્વાસ પ્રાણાયામ દ્વારા લેવામાં આવે તો શરીરમાં ઓક્સિજન નો સંચાર થાય છે નવી ઉર્જા આવે છે ,થાક દૂર થાય છે પ્રસન્નતા લાગે છે.

8. આવા સમયે એકલા રહેવું નહીં

આ સમયે કોઈ મિત્રનો સાથ લેવો અથવા પરિવારના સભ્યો સાથે રહેવું. પોતાની વાત મનમાં દબાવી રાખવી નહીં. દિલ ખોલીને હળવા થઈ જાઓ…

જીવનમાં મુશ્કેલી આવે છે બહુ બધું શીખવાડી જાય છે..તેનાથી ડિપ્રેસ થવાની જરૂર નથી..

તેનાથી આપણી સાન શક્તિ વધે છે , સ્ટ્રેસ લેવાની ક્ષમતા વધે છે, દુઃખ અને સુખ માં રૂપાંતર કરવાની તાકાત આવે છે. યાદ રાખજો આજે જે પરિસ્થિતિ છે એ એક મહિના પછી નહીં હોય , તો પછી ટેન્શન સેનું ચિંતા શું કરવા ? બન્યું નથી તેના વાદળ બનાવીને ચિંતા કરવી, એના કરતાં ભગવાને બનાવેલા વાદળોના વરસાદમાં નાહવું, કુદરતી સૌંદર્ય કુદરતી વસ્તુ તમને ખૂબ શાંતિ આપશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here