ડેંગ્યુ, મલેરિયા થી થઇ ગયા છે પ્લેટલેટ્સ ડાઉન, તો આ લીલું શાકભાજી અપાવશે ઝડપથી રાહત….વાંચો માહિતી અને શેર કરો

0

મોસમ બદલતા જ ડેન્ગ્યુ, મેલેરિયા ના દર્દીઓ ની સંખ્યા માં વધારો થઇ રહ્યો છે. તેમાં આવતા તાવ ને લીધે દર્દીઓ ના પ્લેટલેટ્સ કોષ નો આંકડો નીચે આવતો જણાઈ રહ્યો છે. એવામાં જો આ લીલૂ શાકભાજી કે આ આયુર્વેદિક ઉપાય કરવામાં આવે તો આ સમસ્યા થી જલ્દી જ છુટકારો મેળવી શકાય છે.લીલા કદ્દુ(કોળું) ની મદદથી આ વાયરલ તાવ ને ઓછા ખર્ચા માં સારો ઈલાજ કરી શકાય છે. લીલા કદ્દુ નો રસ ઝડપથી પ્લેટલેટ્સ કોષ ને વધારવામાં મદદ કરે છે.

પ્લેટલેટ્સ વધારવામાં જબરદસ્ત ઉપાય:લીલા કદ્દુ ના રસ સિવાય બીટ નો રસ પણ પ્લેટલેટ્સ ને વધારે છે. પ્લેટલેટ્સ વધારવા માટે ગિલોય નો રસ પણ ઉકાળીને પી શકો છો. એક રિસર્ચ અનુસાર પપૈયા ની સાથે સાથે તેના પાન અને પાનની દાંડી ને ઉકાળીને તેનું પાણી દર્દીઓ ને પીવળાવવાથી પણ પ્લેટલેટ્સ ને વધારી શકાય છે.

સાવધાનીઓ:તાવ આવવા પર માથું અને હથેળીઓ પર ઠંડા પાણીની પટ્ટીઓ રાખો. મોટી એલચીની સાથે સૂંઠ, તીખા, તુલસી, પીપળાનું પાન, ગિલોય નો ઉકાળો બનાવીને ગોળ ની સાથે પીઓ. રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે 10 થી 15 તજ ને સાંતળીને તેમાં કાળું મીઠું એટલે કે સંચર અને તીખા નો પાઉડર મિક્સ કરીને ખાઓ.જલ્દી જ રાહત થતી જણાશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!