ડીલીવરી બાદ મહીલાઓના શરીરમાં આવે છે આ 14 બદલાવ, જાણો વિગત…..

0

માં બનવું કોઈપણ મહિલા માટે એક સુંદર એહસાસ હોય છે. જ્યારે પહેલી વાર તે પોતાના નાના એવા બાળકને પોતાના સીના સાથે લગાવે છે તો તેને એવું લાગે છે કે તેને જીવવા માટે એક બીજી જીંદગી મળી ગઈ. સાથે જ ત્યાં ગર્ભાવસ્થાનાં સમયે મહિલાઓનું પુરું ધ્યાન રાખવામાં આવતું હોય છે. પણ ડીલીવરી બાદ પણ મહિલાઓના સ્વાસ્થ્યનો ઉચિત દેખાભાલની જરૂર હોય છે.

જેવી રીતે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં શારીરિક અને માનસિક તૌર પર વિશેસ બદલાવ આવે છે તેવી જ રીતે પ્રસુતિ બાદ પણ મહિલાઓના શરીરમાં ઘણા એવા બદલાવ આવે છે. પ્રસુતિ બાદ પહેલા હફ્તામાં આવનારા બદલાવ મહિલાઓ માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે. તે સમયે તેઓને શારીરિક દેખભાળની સાથે-સાથે માનસિક સપોર્ટની પણ જરૂર હોય છે.

1. ત્વચામાં બદલાવ:

ગર્ભાવસ્થાનાં સમયે પેટ, સ્તન અને જાંઘ અને ચેહરાની ત્વચા ખેંચાઈ જાતી હોય છે. તેના કારણે જ મહિલાઓનાં શરીર અને ચેહરા પર હલ્કા રંગના ધબ્બા દેખાવા લાગે છે.

2. સ્તનોમાં બદલાવ:

બાળકના જન્મ બાદ મહિલાઓના સ્તન મોટા અને ભારી બની જાય છે. જો તેની દેખભાળ કે સારવાર કરવામાં ન આવે તો સ્તનમાં સુજન અને દર્દ જેવી સમસ્યાઓ બની જાય છે.

3. વાળનું ખરવું:

બાળકના જન્મ બાદ વાળનું ખરવું, વાળ પાતળા થવા, વાળનું વધુ જવું, વાળ સફેદ થવા વગેરે જેવી પરેશાનીઓ થાય છે. આ સમસ્યાથી બચવા માંટે પુરતા પોષણ યુક્ત ખોરાક લેવો જરૂરી છે.

3. વજાઇનલ ડીસ્ચાર્જ:

મહિલાઓમાં પ્રસવનાં અમુક મહિનાઓ બાદ વજાઈનલ ડીસ્ચાર્જ થાય છે. શરૂઆતમાં સ્ત્રાવ લાલ રંગની હોય છે. બાદમાં તે ભૂરા અને ગુલાબી રંગનું બને છે. ધીરે ધીરે તે ઓછુ થઇ જાય છે.

4. વજન વધવું:

ગર્ભાવસ્થાનાં સમયે દરેક મહિલાઓનું વજન વધી જતું હોય છે. કેમ કે તે સમયે અધિક ભોજન ને લીધે વજન વધવા લાગે છે.

5. દાંતોની સમસ્યા:

સામાન્ય તૌર પર ડીલીવરી બાદ મહિલાઓના દાંતની ચમક ઓછી થઇ જાતી હોય છે. દાંતોમાં દરારો, સુજન થવી, છેદ થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

6. પગમાં બદલાવ:

પ્રસવ બાદ, મહિલાઓનાં શરીરની લીગામેન્ટ માંસપેશીઓ અને હડ્ડીઓને એકબીજા સાથે બાંધનારી નલીકાઓ ઢીલી પડી જાય છે. તેનાથી હડ્ડીઓનો આકાર બદલાઈ જાય છે. જેને લીધે મહિલાઓના ચાલમાં પણ બદલાવ આવે છે.

7. વાંરવાર યુરીન આવવું:

ઘણી મહિલાઓની સાથે એવું પણ થાય છે કે બાળકને જન્મ આપ્યા બાદ તેમને યુરીન ઈન્ફેકશન જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેનાથી વાંરવાર યુરીન આવવું કે યુરીનમાં જલન થવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

8. પૈરાનિયમ:

પૈરાનિયમ તે જગ્યા છે જ્યાં પ્રસુતિ બાદ મહિલાઓમાં ટાંકા લેવામાં આવે છે. જો તમારી ડીલીવરી સીજેરિયન પદ્ધતિ થી થઇ છે તો ટાંકામાં દાગ અને તેના દર્દ અમુક સમય સુધી બની રહે છે.

9. કીડનીનું મોટું થવું:

પ્રસવ બાદ મહિલાઓમાં કીડની પહેલાની તુલનામાં ખુબ મોટી બની જાય છે. 6 મહિના સુધી સામાન્ય રક્તસ્ત્રાવ બાદ તેનો આકાર સામાન્ય થવા લાગે છે.

10. હોર્મોનલ બદલાવ:

મોટાભાગે જોવામાં આવે છે કે બાળકના જન્મ બાદ હોર્મોનલ બદલાવોનાં કારણે મહિલાઓને વધુ ગુસ્સો આવવા લાગે છે. તેને લીધે તેમના પાર્ટનર સાથેનો વ્યવહાર પણ બદલાવ આવી જાય છે.

11. અનિયમિત પીરીયડ:

પ્રસવ થયા બાદ મહિલાઓનું પીરીયડમાં પણ બદલાવ આવી જાય છે.

12. કબ્જ થવું:

બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓને કબ્જ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. એવામાં બેહતર છે કે મહિલાઓ દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

13. સુજન આવી જવી:

પ્રસવનાં સમયે મહિલાઓનું વજન વધવું સામાન્ય વાત છે પણ તેને લીધે શરીરના ઘણા હિસ્સાઓમાં સુજન આવી જાય છે.

14. પસીનો આવવો:

પ્રસવ બાદ મહિલાઓમાં ખુબ પસીનો આવવાની સમસ્યા થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કેમ કે પ્રેગનેન્સી બાદ પણ મહિલાઓનાં શરીરમાં પ્રેગનેન્સી વાળા હોર્મોન રહે છે. તેવું થવું સામાન્ય વાત છે. પણ આ બધી સમસ્યાઓથી ગભરાવાની જરૂર નથી. આ બધી સમસ્યાઓને દુર કરવા માટે ખુદને થોડો સમય આપો.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!