અભિનંદન અભિનંદન: આખરે દીપિકા રણવીર લગ્નના Photos આવી જ ગયા, ક્લિક કરીને જુવો બાજીરાવ મસ્તાની ના વધુ ફોટોસ

0

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના છેલ્લા 2 દિવસથી લગ્નના ફોટોસ ખુબ લીક ન થાય તે માટે ખુબ પ્રાઇવસી રાખી અને આખરે દીપિકા અને રણવીર એ મેરેજના ફોટો ફાઇનલી સામે થી અપલોડ કાર્ય છે . રણવીર સિંહે અને દીપિકા પાદુકોણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ફોટો શેર કર્યા છે ..

બોલીવુડ સુપરસ્ટાર નંબર 1 જોડી રણવીરસિંહ અને દીપિકા પાદુકોણનાં લગ્ન કાલે ઇટલીનાં લેક કોમોમાં કોંકણી રીતિ રિવાજ થી થયા અને આજે દીપવીર પંજાબી રીતભાત થી લગ્ન કર્યા

 

 

બોલીવુડની નંબર 1 જોડી દીપિકા અને રણવીરના લગ્ન આજે ફાઇનલી થઇ ગયા. બોલીવુડના રામ એટલે કે રણવીર સિંહ અને લેલા એટલે કે દીપિકા પાદુકોણે હવે થી જન્મ જન્મ માટે એક બીજાના થઇ ગયા છે. એમના લગ્નમાં ફોટો ખેંચવામાં પ્રતિબંધ હોવા છતાંય પહેલી વાર તસવીરો સામે આવી.

દીપિકા અને રણવીર ઇટલી ના લેક કોમો ના કિનારે બનેલા ખુબસુરત વીલા ડેલ બાલબાઈનેલો villa del balbianello માં લગ્ન કર્યા.બંને એ નક્કી કર્યું હતું કે લગ્ન ની પુરી પ્રોસેસ ને 100% પ્રાઇવેટ રાખીશું બસ  જ કારણના લીધે લગ્નની એક પણ ઝલક કે ફોટો હજુ સુધી સામે આવી નથી. જ્યાં સુધી રણવીર અને દીપિકા ઇચ્છે નહિ ત્યાં સુધી તેમના દોસ્ત અને સંબંધીઓને ફૉટો ન શેર કરવા વિનંતી કરી હતી અને બધા દોસ્તો સગા સંબંધીઓ એ વાત માની પણ લીધી હતી ..આજે લગ્ન થઇ ગયા પછી રણવીર અને દીપિકાનાં પ્રિય મિત્ર અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ફિલ્મમેકર કરણ જોહરે અભિનંદન પાઠવ્યા હતા. કરણ જોહરે  એમના વિશે ટ્વિટ કરીને લખ્યું કે, ‘શું સુંદર જોડી છે! નજર ઉતારી લો. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનંદન. તમને બંનેને પ્રેમ. તમારું જીવન ખુશીઓથી ભરપુર રહે.’દીપિકા પાદુકોણે અને લગ્ન રણબીર સિંઘ ના લગ્ન આ વર્ષના સૌથી મોંઘા ને મોટા લગ્ન હશે. છ વર્ષથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા ને હવે બને કરી રહ્યા છે લગ્ન. કપલ બનવા જઈ રહેલ આ બંને એક એક પ્રસંગને ખાસ બનાવી રહ્યું છે. એકેય મોકો છોડવા માંગતુ નથી. બંનેએ બોલીવુડને ત્રણ મોટી હિટ ફિલ્મો આપી છે અને તેમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર જોવા મળી છે. અને હવે બંનેના ચાહકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અને હવે,હવે અમે તમને જે કહેવા માંગીએ છીએ એ સાંભળીને કદાચ તમે ભાવનાત્મક પણ બનશો. હકીકતમાં, સગાઈ પહેલાંની ક્ષણ ખૂબ જ રોમેન્ટિક હતી. રોમાન્સ કરવાની શૈલીમાં ઘૂંટણ પર બેઠેલા, રણવીર સિંહે દીપિકાના હાથની માંગ કરી હતી.આ પછી, રિંગ્સ એક્સચેન્જ કરવામાં આવી અને રણવીર સિંહે દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ભાવનાત્મક ભાષણ આપ્યું. રણવીરના શબ્દોને કારણે, દીપિકા પોતાને રોકી શકી ન હતી…એ શબ્દો સાંભળીને તે લાગણીવશ થઈ અને તેની આખો ભીંજાઇ ગઈ હતી.

જો સમાચાર માનવામાં આવે તો, રિંગ સેરેમણીમાં રણવીર ખૂબ જ ઉત્સાહિત લાગતો હતો. તેઓએ ડ્રમ રમ્યા અને તેની લેડી લવ માટે ગીતો પણ ગાયા. મહેમાનોએ પણ આ સમારંભમાં જોડાઈને ‘મહેંદી ની મહેંદી ..’, ‘કાલા શાહ કાળા ..’, ‘મહેદી હૈ રચનેવાળી જેવા ગીતો પર ડાન્સ કર્યો. .

દિપીકા અને રણવીરનું પહેલું રિસેપ્શન થશે ભારતના આ વૈભવી અને આલીશાન પેલેસમાં જુઓ 15 Photos .. વાંચો ક્યારે પરત આવશે ઇટલીથી

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ૧૪-૧૫ નવેમ્બરના દિવસે ઇટલીના લેક કોમોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અને આના માટે તેઓ બંને ક્યારના ઇટલી જવા માટે નીકળી પણ ગયા છે. લગ્ન પછી દિપીકા અને રણવીર બે રિસેપ્શન કરવાના છે. પહેલું તેઓ બેંગલુરુમાં આપશે તો બીજું તેઓ મુંબઈમાં આપશે. આજે અમે તમને બેંગલુરુમાં જે રિસેપ્શન થવાનું છે તેના વિષે જાણવા જઈ રહ્યા છે. તમે અહિયાં જોઈ શકશો થોડા અદ્ભુત ફોટો અને બીજી માહિતી. બેંગલુરુનું રિસેપ્શન એ ફેમસ ધ લીલા પેલેસમાં થશે.

બોલીવુડની ક્વીન બની ગયેલ દિપીકા પાદુકોણે પોતાના હોમટાઉનમાં રિસેપ્શન કરવા માટે ફેમસ ફાઈવ સ્ટાર હોટલ પસંદ કરી છે. એ હોટલ તેના મોભા અનુસાર છે. એક ન્યુઝ ચેનલ અનુસાર બંનેનું પહેલું રિસેપ્શન અહિયાં જ થશે.

આ હોટલ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે. વાત એમ છે કે હોટલ લીલા પેલેસ બેંગલુરુ એ ન્યુયોર્કના ફેમસ ઇટાલિયન રેસ્ત્રા લે સર્ક સિગ્નેચરની ફ્રેન્ચાઇઝી છે. ન્યૂયોર્કની આ હોટલ એ પહેલેથી જ દિપીકાની મનપસંદ હોટલ રહી છે. બસ આ જ કારણ છે જેના લીધે તે ઈચ્છતી હતી અહિયાં પોતાનું રિસેપ્શન કરવા.

એક રીપોર્ટ અનુસાર દિપીકાની માતા ઉજ્જવલા એ ૨ થી ૩ વાર અહિયાં ફૂડ ટેસ્ટીંગ કરવા માટે પણ આવીને ગઈ છે. રિસેપ્શનમાં મુખ્ય મેનુ એ સાઉથ ઈન્ડીયન પકવાન જ રહેશે.

લગ્ન પછી ૧૮ નવેમ્બરના દિવસે તેઓ ઇટલીથી રીટર્ન આવશે અને ૨૦ નવેમ્બરના દિવસે દિપીકા અને રણબીર એ આ હોટલમાં ચેક-ઇન કરશે.

હવે વાત કરીએ ધ લીલા પેલેસની તો બેંગલુરુમાં ઓલ્ડ એરપોર્ટ પાસે આવેલ ૫ સ્ટાર હોટલ છે જેમાં ૨૮૪ ડીલક્સ અને રોયલ પ્રીમીયમ રૂમ આવેલ છે. આ સિવાય અહિયાં ૪૪ રોયલ ક્લબ રૂમ પણ આવેલ છે જેમાં ડેડીકેટેડ બટલર અને રોયલ કલબની લાઉન્જ સુવિધા પણ આપવામાં આવી છે.

રોયલ ક્લબ રૂમમાં પ્રાઇવેટ ચેક-ઇન સિવાય પર્સનલ બટલર, પ્રાઇવેટ ડાઈનીંગ, ક્લબ લાઉન્જ વિથ સેપરેટ સિગાર રૂમ, શેમ્પેઇન રૂમ અને બીલબોર્ડ રૂમની પણ સુવિધા આપેલ છે. આ સિવાય અહિયાં સ્પેશીયલ ૨૯ સુઈટસ પણ છે.

અહિયાં બેન્કવેટ વેન્યુ પણ લગભગ ૨૧ હજાર સ્ક્વેરફીટમાં ફેલાયેલું છે. અહિયાં વ્હર્ર્લ્પુલ બાથ, સોના, સ્ટીમ રૂમ સિવાય ફેસિયલની સુવિધા પણ આપવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here