“દિપવીર” લગ્નનો કરાવ્યો વીમો, આટલી વસ્તુઓ થશે કવર વાંચો બીજી રસપ્રદ વાતો….

0

બોલીવુડના બે દમદાર સ્ટાર એકમેકના જીવનસાથી બનવા જઈ રહ્યા છે. દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ એ લગ્નના પવિત્ર બંધનમાં બાંધવા જઈ રહ્યા છે. બંને ઇટલીના લેક કોમોમાં એક શાનદાર રીતે લગ્ન કરવાના છે આવામાં એક સમાચાર મુજબ તેઓએ લગ્નની અમુક વસ્તુઓનો વીમો કરાવ્યો છે.

દિપીકા અને રણવીર એ ઇટલીના લેક કોમોમાં લગ્ન કરવાના છે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગ્નનો બહુ ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે. એટલા માટે જ તેઓએ લગ્નની અમુક વસ્તુઓનો વીમો કરાવ્યો છે. દિલ્હીની એક વીમા કંપની ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ આ બંને ઈન્સ્યોરન્સ પોલોસી જાહેર કરી છે.. આ પોલીસી એ મુંબઈની ઓફીસથી જાહેર કરવામાં આવેલ છે. આમાં લગ્નની બંને જગ્યાઓનો વીમો કરાવવામાં આવ્યો છે. આ સિવાય એ પોલીસી એ લગ્નના પુરા ૫ દિવસ સુધી રહેશે. જેમાં ૧૨ થી ૧૬ તારીખ ગણવામાં આવશે. આમાં આગ લાગવી, ચોરી થવી, વિસ્ફોટ થવો, હવાઈ જહાજથી થતું કોઈ નુકશાન, ભૂકંપ આવવો, પાણીથી થતું કોઈ નુકશાન, ચોરી કે ડકેતી, વાવાઝોડું જેવી અનેક વસ્તુઓને આ પોલીસીમાં કવર કરવામાં આવી છે. આ સિવાય હડતાળ, તોફાનો કે કોઈપણ પ્રકારનું નુકશાન થાય તો તે પણ કવર કરવામાં આવ્યું છે. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીએ આ વિમાની પોલીસી ઘણા બધા લોકોને મોકલાવી છે. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીના સહાયક જનરલ મેનેજર અનિલ શ્રીવાસ્તવનું કહેવું છે કે પોલીસી પૂર્ણ સ્વરૂપે લગ્નનો વીમો નથી કરતી, પણ ઘરેણાઓ કે જે લગ્નમાં વાપ્રવવાના છે તેના પર લાગુ પડે છે. વીમાની રાશીની કુલ વેલ્યુ એ ત્યારે જ જાણી શકાશે. સાથે એ પણ જાણવામાં આવ્યું છે કે પોલીસીમાં લોકેશન કે ભાડું એ લાગુ પડતું નથી.

જાણકારી પ્રમાણે લગ્ન પછી બે વેડિંગ રિસેપ્શન થશે. એક રિસેપ્શન એ ૨૧ તારીખે બેંગલુરુમાં કરશે કારણ કે દિપીકા એ બેંગલુરુની છે. આ રિસેપ્શનમાં દિપીકાના નજીકના પરિવારજનો આવશે. પછી રિસેપ્શન એ ૨૮ તારીખે થશે.

બોલીવુડની ગલીઓમાં ઘણા દિવસોથી લગ્નની વાતો ખુબ ચર્ચાઈ રહી છે. અનુષ્કા શર્મા પછી ઘણી અભિનેત્રીઓ લગ્નના બંધનમાં બંધાય છે. નેહા ધૂપિયા એ અંગદ બેદી સાથે લગ્ન કર્યા. ત્યાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની પણ બહુ ચર્ચાઓ ચાલી રહી છે. બંનેની સગાઇ થઇ ગઈ છે અને સંભાળવામાં આવ્યું છે આ વર્ષમાં જ તેઓ લગ્ન પણ કરવાના છે.

24 લાખ છે એક દિવસનું ભાડું
રિપોર્ટ અનુસાર જ્યાં રણવીર અને દીપિકા હોટેલ બુક કરી એનું એક રૂમ નું ઓછા માં ઓછું ભાડું 33,000 એક દિવસનું છે. ત્યાં ટોટલ 75 રૂમ છે અને રણવીર દીપિકા રોજના 24,75,000 RS ખર્ચ કરવાના છે. પણ આ અઠવાડિયાનું આશરે લગ્નનો ખર્ચો 1,73,25,000 થશે

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here