દીપિકા પાદુકોણ તોડી ચુકી છે આ 7 લોકોના દિલ, અફેયર્સ નું લિસ્ટ છે ખુબ જ લાબું….નામ જોઈને લાગશે ઝાટકો

0

બૉલીવુડ ના સૌથી ફેમસ અને ક્યૂટ કપલ નવેમ્બર મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે.બંને એ પોતાના લગ્ન નું કાર્ડ પણ સોશીયલ મીડિયા દ્વારા શેયર કર્યું છે. જો કે રણવીર ના પહેલા પણ દીપિકા નું નામ ઘણા કિરદારો સાથે જોડાઈ ચૂક્યું છે.1. નિહાર પાંડ્યા:
દીપિકા ઇન્ડસ્ટ્રીમાં આવતા જ સૌથી પહેલા જે વ્યક્તિ ના પ્રેમમાં પડી હતી તે નિહાર પાંડ્યા છે. જણાવી દઈએ કે બંને એક એક્ટિંગ સ્કૂલ માં મળ્યા હતા અને ઘણા સમય સુધી લિવ ઇનમાં પણ રહ્યા હતા. જો કે ત્રણ વર્ષ પછી બંન્ને અલગ થઇ ગયા. નિહાર કંગના રાનૌત ની ફિલ્મ ઝાંસી કી રાની માં નજરમાં આવી ચુક્યા છે.

2. યુવરાજ સિંહ:તે સમયે દીપિકાએ ક્રિકેટર યુવરાજ સિંહ ને પણ ડેટ કરી હતી. જો કે યુવરાજે હંમેશા દીપિકા ને પોતાની મિત્ર જ માની હતી.

3. એમ એસ ધોની:દિપીકાના જીવનમાં આગળના વ્યક્તિ એમએસ ધોની હતા, દીપિકા એ એક સમયે ધોની ને પણ ડેટ કરી હતી. પણ બંને એ ક્યારેય પોતાના રિલેશન ની વાત સ્વીકારી ન હતી. રિપોર્ટ અનુસાર ધોની દીપિકા સાથે લગ્ન પણ કરવા માગતા હતા પણ તે સમયે દીપિકા પોતાના કેરિયર પણ ધ્યાન આપવા માગતી હતી.

4. સિદ્ધાર્થ માલ્યા:સિદ્ધાર્થ ની સાથે દીપિકાના પ્રેમ નો નજારો આઇપીએલ મેચ ના દરમિયાન જોવામાં આવી ચુક્યો છે. બિઝનેસમૈન વિજય માલ્યા ના દીકરા સિદ્ધાર્થ માલ્યા ની સાથે દીપિકા લાંબા સમય સુધી રિલેશન માં હતી. તે સમયે સિદ્ધાર્થે દીપિકા ને એકે શાનદાર ઘર પણ ગિફ્ટ માં આપ્યું હતું.

5. ઉપેન પટેલ:વિદેશ થી નવા નવા મુંબઈ આવેલા એક્ટર ઉપેન પટેલ જયારે દીપિકા ના સંપર્ક માં આવ્યા તો તે પણ તેને પસંદ કરવા લાગ્યા હતા. પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જણાવી દઈએ કે હજી સુધી ઉપેન પટેલ અવિવાહિત છે, અને એક સમયે તે ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના ની સાથે રિલેશનમાં આવ્યા હતા.

6. રણબીર કપૂર:કપૂર ખાનદાન ના ચિરાગ રણબીર કપૂર પણ આ સુંદર અભિનેત્રીની અદાઓ પર ફિદા હતા. બન્ને એ પોતાના રિલેશન ની જાણકારી પોતે જ આપી હતી. ફિલ્મ બચના એ હસીનો ના સેટ પર શરૂ થયેલી બંને ની લવ સ્ટોરી ખુબ લાંબા સમય સુધી ચાલી હતી. જણાવી દઈએ કે આજના સમયમાં રણબીર આલિયા ભટ્ટ ને ડેટ કરી રહ્યા છે.

7. મુજમ્મિલ ઇબ્રાહિમ:કહેવામાં આવે છે કે મોડેલિંગ ની દુનિયામાં દીપિકા જાણીતા મૉડલ મુજમ્મિલ ઈબ્રાહીમ ને ડેટ કરી રહી હતી. પણ બંને નું અફેયર વધુ દિવસો સુધી ચાલ્યું ન હતું.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here