લગ્ન પછી ફોટોગ્રાફર એ “ભાભીજી” કહ્યું તો દીપિકા એ આપ્યું કઈંક એવું રિએક્શન, વાંચો અહેવાલ

0

ન્યુલી મેરિડ બોલીવુડના સુપરસ્ટાર જોડી દીપિકા અને રણવીર ઇટલી ના ગ્રાન્ડ વેડિંગ પછી પોતાના રિસેપશન માટે બેંગ્લોર પહોંચ્યા હતા. મંગળવારે બંને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. એરપોર્ટ પર જયારે ફોટોસ માટે પોઝ આપ્યા ત્યારે, દીપિકા ને લોકોએ ખાસ નામે બોલાવી જેને સાંભળીને દીપવીર નો ચહેરો ચમકી ગયો..સોશિયલ મીડિયામાં આ વિડીયો તેજીથી વાઇરલ થઇ રહ્યો છેફેન પેજ પર શેર કરેલા વીડિયોમાં રણવીર દીપિકા બંને પોઝ આપતા નઝર આવે છે. આ દરમિયાન ફોટોગ્રાફર એ રણવીર ને “બાબા” કહેતા સંભળાઈ રહ્યા છે અને અન્ય લોકોએ દીપિકા ને ભાભીજી કહીને પુકારી…દીપિકા આ સાંભળીને ખડખડાટ હસી પડી..તમે જોઈ જ શકો છો કે ફોટો માં દીપિકા કેટલી ખુશ દેખાય છે..

એરપોર્ટ પર રણવીર અને દીપિકા બંને એ સફેદ કલર નું આઉટફિટ પહેર્યું હતું. દીપિકા એ મંગળસૂત્ર અને હાથમાં ચૂડો પહેર્યો હતો. એમને હેવી એયરીંગ કેરી કરી હતી અને મેસી બન કર્યું હતું. રણવીર એ ગોગલ્સ પહેર્યા હતા અને સફેદ કલર નો કુર્તો પાયજામો.. રણવીર આ લુકમાં ખુબ જ હેન્ડસમ અને સ્માર્ટ લાગી રહ્યો હતો .

જોઈ લો વિડીયો:

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ૧૪-૧૫ નવેમ્બરના દિવસે ઇટલીના લેક કોમોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અને આના માટે તેઓ બંને ક્યારના ઇટલી જવા માટે નીકળી પણ ગયા છે. લગ્ન પછી દિપીકા અને રણવીર બે રિસેપ્શન કરવાના છે. પહેલું તેઓ બેંગલુરુમાં આપશે તો બીજું તેઓ મુંબઈમાં આપશે. આજે અમે તમને બેંગલુરુમાં જે રિસેપ્શન થવાનું છે તેના વિષે જાણવા જઈ રહ્યા છે. તમે અહિયાં જોઈ શકશો થોડા અદ્ભુત ફોટો અને બીજી માહિતી. બેંગલુરુનું રિસેપ્શન એ ફેમસ ધ લીલા પેલેસમાં થશે.

બોલીવુડની ક્વીન બની ગયેલ દિપીકા પાદુકોણે પોતાના હોમટાઉનમાં રિસેપ્શન કરવા માટે ફેમસ ફાઈવ સ્ટાર હોટલ પસંદ કરી છે. એ હોટલ તેના મોભા અનુસાર છે. એક ન્યુઝ ચેનલ અનુસાર બંનેનું પહેલું રિસેપ્શન અહિયાં જ થશે.

આ હોટલ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે. વાત એમ છે કે હોટલ લીલા પેલેસ બેંગલુરુ એ ન્યુયોર્કના ફેમસ ઇટાલિયન રેસ્ત્રા લે સર્ક સિગ્નેચરની ફ્રેન્ચાઇઝી છે. ન્યૂયોર્કની આ હોટલ એ પહેલેથી જ દિપીકાની મનપસંદ હોટલ રહી છે. બસ આ જ કારણ છે જેના લીધે તે ઈચ્છતી હતી અહિયાં પોતાનું રિસેપ્શન કરવા.

એક રીપોર્ટ અનુસાર દિપીકાની માતા ઉજ્જવલા એ ૨ થી ૩ વાર અહિયાં ફૂડ ટેસ્ટીંગ કરવા માટે પણ આવીને ગઈ છે. રિસેપ્શનમાં મુખ્ય મેનુ એ સાઉથ ઈન્ડીયન પકવાન જ રહેશે.

લગ્ન પછી ૧૮ નવેમ્બરના દિવસે તેઓ ઇટલીથી રીટર્ન આવશે અને ૨૦ નવેમ્બરના દિવસે દિપીકા અને રણબીર એ આ હોટલમાં ચેક-ઇન કરશે.

હવે વાત કરીએ ધ લીલા પેલેસની તો બેંગલુરુમાં ઓલ્ડ એરપોર્ટ પાસે આવેલ ૫ સ્ટાર હોટલ છે જેમાં ૨૮૪ ડીલક્સ અને રોયલ પ્રીમીયમ રૂમ આવેલ છે. આ સિવાય અહિયાં ૪૪ રોયલ ક્લબ રૂમ પણ આવેલ છે જેમાં ડેડીકેટેડ બટલર અને રોયલ કલબની લાઉન્જ સુવિધા પણ આપવામાં આવી છે.

રોયલ ક્લબ રૂમમાં પ્રાઇવેટ ચેક-ઇન સિવાય પર્સનલ બટલર, પ્રાઇવેટ ડાઈનીંગ, ક્લબ લાઉન્જ વિથ સેપરેટ સિગાર રૂમ, શેમ્પેઇન રૂમ અને બીલબોર્ડ રૂમની પણ સુવિધા આપેલ છે. આ સિવાય અહિયાં સ્પેશીયલ ૨૯ સુઈટસ પણ છે.

અહિયાં બેન્કવેટ વેન્યુ પણ લગભગ ૨૧ હજાર સ્ક્વેરફીટમાં ફેલાયેલું છે. અહિયાં વ્હર્ર્લ્પુલ બાથ, સોના, સ્ટીમ રૂમ સિવાય ફેસિયલની સુવિધા પણ આપવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here