દીપિકા-રણવીર ના લગ્નના કાર્ડ માં થઇ આવડી મોટી ભૂલ, લોકો મન ભરી ભરીને ઉડાવી રહયા છે મજાક….

1

આખરે બૉલીવુડ નું સૌથી ફેમસ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. બૉલીવુડ ના રોમેન્ટિક કપલ માના એક રણવીર અને દીપિકા એ પોતાના લગ્ન ની તારીખ એનાઉન્સ કરી નાખી છે. જણાવી દઈએ કે નવેમ્બર મહિના ની 14 અને 15 તારીખ ના રોજ બંને સાત ફેરા લેશે. આ વાતની જાણકારી બન્ને એ ખુદ ટ્વીટર દ્વારા આપી છે. બંને એ પોત પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હિન્દી અને અંગ્રેજી ભાષા માં એક મેસેજ શેયર કર્યો છે.
તેઓના દ્વારા શેયર કરવામાં આવેલો મેસેજ કઈક આવી રીત નો છે, ”અમને તમને એ જણાવતા ખુબ જ ખુશી થઇ રહી છે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન 14 અને 15 નવેમ્બર 2018 ના રોજ નક્કી કરવામાં આવેલા છે. આટલા વર્ષો માં અમને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તેના માટે અમે તમારા આભારી છીએ અને અમારા શરૂ થનારા પ્રેમ, દોસ્તી અને વિશ્વાશ ના આ સફર માટે અમે તમારી પાસેથી આશીર્વાદ ની કામના કરીયે છીએ”

-દીપિકા અને રણવીર. કરી નાખી આવડી મોટી ભૂલ:લગ્નના અવસર પર મોટા ભાગે નાની-મોટી ભૂલો થઇ જાતિ હોય છે. એવું જ કંઈક દીપિકા પાદુકોણ ની સાથે થયું હતું. તેઓએ બધાની સાથે પોતાનું વેડિંગ કાર્ડ શેયર તો કરી દીધું પણ દીપિકા કાર્ડ પર લખેલા પોતાના નામ ને લઈને ટ્રોલ થઇ ગઈ. કેમ કે હિંદી વાળા કાર્ડ માં દીપિકા નું નામ ખોટું છપાયેલું છે. કાર્ડ પર ‘દીપિકા’ ને બદલે ‘દિપીકા’ છપાયેલું છે. ટ્રોલર્સ ને મૌકો જ જોઈતો હોય છે અને એવામાં તેઓને આનાથી સારો મૌકો ના મળી શકે. આ સિવાય અમુકે તો એવું પણ કહ્યું કે માત્ર બે જ દિવસના લગ્ન ક્યાંય થતા પણ હશે?

5 વર્ષ થી કરી રહ્યા છે એકબિજાને ડેટ:જણાવી દઈએ કે આ ફેમસ કપલ એક બીજા ને આગળના 5 વર્ષો થી ડેટ કરી રહ્યા છે. બંને ની વચ્ચે નજીકતા સંજય લીલા ભંસાલી ની ફિલ્મ રામલીલા દ્વારા વધી હતી. બંને ના લગ્ન તે સમયે ચર્ચા માં આવ્યા હતા જયારે તેઓની સગાઈ ની ખબરો આવી હતી. હાલમાં જ દીપિકા પોતાના પરિવાર અને રણવીર ની સાથે માલદીવ વેકેશન માટે ગઈ હતી ત્યારે ખબરો આવી હતી કે દીપિકા પોતાના જન્મદિવસ પર રણવીર સાથે સગાઈ કરી શકે તેમ છે. પછી એ ખબરો પણ આવી હતી કે બંનેએ શ્રીલંકા માં રજાઓ મનાવાના સમયે સગાઈ કરી લીધી છે અને લગ્ન ની તારીખ નક્કી થઇ ગઈ છે.

હવે એ ખબરો આવી રહી છે કે બંને ના લગ્ન સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માંથઇ શકે તેમ છે. રિપોર્ટ અનુસાર રણવીર પોતાના લગ્નમાં પારંપરિક મુંડૂ પોશાક પહેરશે જ્યારે દીપિકા સબ્યસાચી નો ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરશે. આ સિવાય બંને ના લગ્ન ઇટલી ના ફેમસ લેક કોમોમાં થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here