રણવીર દીપિકા લગ્ન: દર કલાકે ખર્ચાઈ રહ્યા છે લાખો રૂપિયા અને આખા દિવસે કરોડો રૂપિયા …ઇટલી ની આ રસપ્રદ ભવ્ય વીલા વિશે વાંચો માહિતી

0

રણવીર દિપીકા ના લગ્ન ઇટલી ના લેક કોમો માં રહેલા ડેલ બલબિયાંનેલો માં થઇ રહ્યા છે. ઇટલી આજકાલ બૉલીવુડ સેલીબીરીટીનું ફેવરિટ વેડિંગ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી પછી ઈશા અંબાણીની સગાઇ ઇટલીમાં રાખવામાં આવી. રણવીર દીપિકા ના લગ્ન જોરદાર ગ્રાન્ડ રીતે સેલિબ્રેટ થઇ રહ્યા છે પરંતુ એકદમ ટાઈટ સિક્યુરિટીને કારણે કપલ ની એક પણ તસ્વીર હજુ મીડિયામાં આવી નથી.

ઈટલીની આ જગ્યા કોઈ પણ વ્યક્તિને મોહિત કરી દે એમ છે…બૉલીવુડ સિતારાઓ જેવા ભવ્ય લગ્ન કોણ ન કરવા માંગે.. તમને જણાવી દઈએ કે દીપિકા રણવીર જેવા લગ્ન કરવા હોય તો ભારે રકમ ચૂકવવી પડે. એક વીલા બુક કરવાનો ભાવ છે આશરે 8 લાખ રૂપિયા. તો ચાલો તમને અમુક પિક્ચર્સ દેખાડીએ

એક દિવસનું ભાડું
રિપોર્ટ અનુસાર લેક કોમો ના વીલા નું એક દિવસ નું ભાડું આશરે 8,20,000 છે. આ ફક્ત જગ્યા નું ભાડું છે..

મહેમાન
આ વીલા માં તમે એક સાથે 80 થી વધુ ગેસ્ટ ને ઇન્વાઇટ ના કરી શકો. વિલા નું ભાડું ગેસ્ટની સંખ્યા અને સેરેમની માટે કેટલી જગ્યા વપરાઈ છે એના આધારે રાખવામાં આવે છે

મહેમાનની સંખ્યા રિપોર્ટ અનુસાર, એક ખુરશી ની કિંમત અલગ થી એવી પડે છે. 1 ખુરશી ની કિંમત છે 10 યુરો એટલે કે 816.73 રૂપિયા

3 કલાક ના લગ્ન

8,20,000 રૂપિયા એક દિવસ ના ભાડા સાથે સાથે તમારે સેટિંગ, કેટરિંગ, ડેકોરેશન અને ફોટોગ્રાફી નું ભાડું અલગથી આપવાનું રહેશે. હાઉસકીપિંગ નો એક કલાક નો ખર્ચો 300 યુરો એટલે કે 25,000 રૂપિયા છે

બોલીવુડની નંબર 1 જોડી દીપિકા અને રણવીરના લગ્ન આજે ફાઇનલી થઇ ગયા. બોલીવુડના રામ એટલે કે રણવીર સિંહ અને લેલા એટલે કે દીપિકા પાદુકોણે હવે થી જન્મ જન્મ માટે એક બીજાના થઇ ગયા છે. એમના લગ્નમાં ફોટો ખેંચવામાં પ્રતિબંધ હોવા છતાંય પહેલી વાર તસવીરો સામે આવી.

દીપિકા અને રણવીર ઇટલી ના લેક કોમો ના કિનારે બનેલા ખુબસુરત વીલા ડેલ બાલબાઈનેલો villa del balbianello માં લગ્ન કર્યા.બંને એ નક્કી કર્યું હતું કે લગ્ન ની પુરી પ્રોસેસ ને 100% પ્રાઇવેટ રાખીશું બસ  જ કારણના લીધે લગ્નની એક પણ ઝલક કે ફોટો હજુ સુધી સામે આવી નથી. જ્યાં સુધી રણવીર અને દીપિકા ઇચ્છે નહિ ત્યાં સુધી તેમના દોસ્ત અને સંબંધીઓને ફૉટો ન શેર કરવા વિનંતી કરી હતી અને બધા દોસ્તો સગા સંબંધીઓ એ વાત માની પણ લીધી હતી ..આજે લગ્ન થઇ ગયા પછી રણવીર અને દીપિકાનાં પ્રિય મિત્ર અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ફિલ્મમેકર કરણ જોહરે અભિનંદન પાઠવ્યા હતા. કરણ જોહરે  એમના વિશે ટ્વિટ કરીને લખ્યું કે, ‘શું સુંદર જોડી છે! નજર ઉતારી લો. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનંદન. તમને બંનેને પ્રેમ. તમારું જીવન ખુશીઓથી ભરપુર રહે.’દીપિકા પાદુકોણે અને લગ્ન રણબીર સિંઘ ના લગ્ન આ વર્ષના સૌથી મોંઘા ને મોટા લગ્ન હશે. છ વર્ષથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા ને હવે બને કરી રહ્યા છે લગ્ન. કપલ બનવા જઈ રહેલ આ બંને એક એક પ્રસંગને ખાસ બનાવી રહ્યું છે. એકેય મોકો છોડવા માંગતુ નથી. બંનેએ બોલીવુડને ત્રણ મોટી હિટ ફિલ્મો આપી છે અને તેમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર જોવા મળી છે. અને હવે બંનેના ચાહકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અને હવે,હવે અમે તમને જે કહેવા માંગીએ છીએ એ સાંભળીને કદાચ તમે ભાવનાત્મક પણ બનશો. હકીકતમાં, સગાઈ પહેલાંની ક્ષણ ખૂબ જ રોમેન્ટિક હતી. રોમાન્સ કરવાની શૈલીમાં ઘૂંટણ પર બેઠેલા, રણવીર સિંહે દીપિકાના હાથની માંગ કરી હતી.આ પછી, રિંગ્સ એક્સચેન્જ કરવામાં આવી અને રણવીર સિંહે દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ભાવનાત્મક ભાષણ આપ્યું. રણવીરના શબ્દોને કારણે, દીપિકા પોતાને રોકી શકી ન હતી…એ શબ્દો સાંભળીને તે લાગણીવશ થઈ અને તેની આખો ભીંજાઇ ગઈ હતી.

જો સમાચાર માનવામાં આવે તો, રિંગ સેરેમણીમાં રણવીર ખૂબ જ ઉત્સાહિત લાગતો હતો. તેઓએ ડ્રમ રમ્યા અને તેની લેડી લવ માટે ગીતો પણ ગાયા. મહેમાનોએ પણ આ સમારંભમાં જોડાઈને ‘મહેંદી ની મહેંદી ..’, ‘કાલા શાહ કાળા ..’, ‘મહેદી હૈ રચનેવાળી જેવા ગીતો પર ડાન્સ કર્યો. .

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here